SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૦૭, વિવરણ: એક જ શરીર સજીવ અને બીજાં શરીરો નિજીવ છે એ મતની કેટલાકને મનથી ખાતરી થતી નથી કારણ કે કયું શરીર સજીવ હેય એ નક્કી કરનાર કોણ? વળી બ્રહ્મસૂત્રોમાંનાં કેટલાંક સૂત્રોમાં સ્પષ્ટ પ્રતિપાદન છે કે જીવથી ઈશ્વર અધિક છે અને તે જગતનું સર્જન આદિ કરે છે. તે આપ્તકામ છે તેથી આ કરવાની પાછળ તેનું કોઈ પ્રોજન હોઈ શકે નહિ, માત્ર લીલા તરીકે જ કરે છે. “ મામનિ તિટનામામતરો યમયતિ' (બહ૬. ઉપ. ૩.૭.૨૨) જેવી કૃતિઓમાં કહ્યું છે કે ઈશ્વર છવની અંદર રહીને અન્તર્યામી તરીકે તેનું નિયમન કરે છે તેથી જીવ અને ઈશ્વરને ભેદ સ્પષ્ટ છે અને અનુપવસ્તુ ન શારીર: (બ્ર. સ. ૧.૨.૩) જેવાં સૂત્રોમાં કહ્યું છે કે મને મયત્વ વગેરે ગુણે શારીર છવમાં ઉપપન્ન નથી; જીવ સર્વકર્મા (બધું કરનારો) વગેરે હોઈ શકે નહિ. આમ જીવથી અધિક ઈશ્વર માન જોઈએ એમ બીજા કેટલાકને લાગ્યું. તેઓએ એક શરારૅકજીવવાદન સ્વીકારતાં સવિશેષાનેક શરીરૅકવવાદને સ્વીકાર કર્યો. હિરણ્યગર્ભ જે બ્રહ્મના પ્રતિબિંબભૂત છે તે મુખ્ય જીવ છે. તેથી બિંબભૂત બ્રહ્મ જીવથી અધિક ઈશ્વરરૂપ આ મતમાં છે અને ઉપર નિર્દેશ કર્યો છે તે સૂત્ર સાથે કોઈ વિરોધ નથી. હિરણ્યગર્ભ જે બ્રહ્મપ્રતિબિંબભૂત છે તે ભૌતિક જગતને ભ્રષ્ટા હોઈને અને કારણુ-ઉપાધિવાળે હેઈ ને મુખ્ય જીવ છે અને અન્ય છો તેના પ્રતિબિંબભૂત જીવાભાસે છે અને તેથી તેમનામાં સુષ્ટિ આદિનું સામર્થ્ય નથી. જેમ હિરણ્યગર્ભનું શરીર મુખ્ય છવથી સજીવ છે તેમ બીજા શરીરે પણ છવાભાસોથી સજીવ છે આમ પૂવમતથી આની વિશેષતા સૂચવી છે. આ જવાભાસને સંસાર અને મુક્તિ હોય છે. આ જીવાભાસની મુક્તિ એટલે પિતાના બિંબભૂત હિરણ્યગર્ભની પ્રાપ્તિ અને કમથી શુદ્ધબુદ્ધની પ્રાપ્તિ એમ માનવું જોઈએ. સવિશેષ અનેક શરીર એટલે અલગ અલગ જીવાભાસોથી સજીવ અનેક શરીર. આવાં સવિશેષ શરીરે જે એકવવાદમાં છે તેને બીજા કેટલાક માને છે. अपरे तु हिरण्यगर्मस्य प्रतिकल्पं भेदेन कस्य हिरण्यगर्भस्य मुख्य जीवत्वमित्यत्र नियामकं नास्तीति मन्यमाना एक एव जीवोऽविशेषेण सर्व शरीस्मधितिष्ठति । न चैवं शरीरावयाभेद इव शरीरभेदेऽपि परस्परमुखाद्यनुः सन्धानप्रसङ्गः, जन्मान्तरीयसुखाद्यनुसन्धानादर्शनेन शरीरमेदस्य तदननुसन्धानप्रयोजकत्वक्लुप्तेः। योगिनस्तु कायव्यूहसुखाद्यनुसन्धानं व्यवहितार्थग्रहणवद् योगप्रभावनिबन्धनमिति न तदुदाहरणमिति अविशेषानेकशरीरैकजीववादं रोचयन्ते । જ્યારે બીજા હિરણ્યગર્ભ પ્રત્યેક કપમાં જુદો હોવાથી કયો હિરણ્યગ મુખ્ય જીવ છે એ બાબતમાં નિયામક નથી એમ માનતા, એક જ જીવ સમાન રીતે સર્વ શરીરનું અધિષ્ઠાન કરે છે એમ માનતા વિશેષાનેકશરીરૅકવવાદ (અવિશેષ રીતે જીવના મુખ્ય અને અમુખ્ય વિભાગ વિના-અનેક શરીરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy