SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ सिद्धान्तलेशसङ्ग्रहः अपरे तु न प्रतिबिम्बः, नाप्यवच्छिन्नो जीवः । किं तु: कौन्तेयस्यैव राधेयत्ववद् अविकृतस्य ब्रह्मण एव अविद्यया जीवभावः । व्याधकुलसंवर्धितराजकुमारदृष्टान्तेन 'ब्रह्मैव स्वाविद्यया संसरति, स्वविद्यया ” તિ વૃદવારીમાળે [ ૨૦] પ્રતિપાવનતા राजसूनोः स्मृतिप्राप्तौ व्याधभावो निवर्तते । तथैवमात्मनोऽज्ञस्य तत्त्वमस्यादिवाक्यतः ॥ इति वात्तिकोक्तेश्च । एवं च स्वाविद्यया जीवभावमापन्नस्यैव ब्रह्मणः सर्वप्रपञ्चकल्पकस्वात् ईश्वरोऽपि सह सर्वज्ञत्वादिधमै : स्वप्नोपलब्धदेवतावज्जीवकल्पित શારફતે પેદા જ્યારે બીજા કહે છે કે જીવ પ્રતિબિંબ નથી તેમ અવચ્છિન્ન પણ નથી. પણ જેમ કુન્તીપુત્ર જ રાધા-પુત્ર બને છે તેમ અવિકૃત બ્રહ્મ જ અવિદ્યાથી જીવ બને છેકારણ કે ત્યાધના કુળમાં ઉછેરવામાં આવેલા રાજકુમારનું દષ્ટાન્ત આપીને, “બ્રહ્મ જ પોતાની અવિદ્યાથી સંસાર પામે છે, પિતાની વિદ્યાથી મુક્ત બને છે” એમ બૃહદારણ્યક-ભાષ્યમાં (૨.૧.૧૦) પ્રતિપાદન કર્યું છે; ' અને “રાજકુમારને સમૃતિ પ્રાપ્ત થતાં વ્યાધભાવ નિવૃત્ત થાય છે. તેમ તું તે છે” આદિ વાકયથી અજ્ઞાનથી આવૃત આત્માને સ્વરૂપનું ભાન થતાં જીવભાવ નિવૃત્ત થાય છે,” એમ વાર્તિકમાં કહ્યું છે. અને આ રીતે પિતાની અવિવાથી જીવભાવ પામેલુ જ બ્રહ્મ સર્વ પ્રપંચની કપના કરનારું હેઈને, ઈશ્વર પણ સર્વજ્ઞાદિ ધર્મોની સાથે, સ્વપ્નમાં ઉપલબ્ધ દેવતાની જેમ, જીવકલિપત છે. (૬) આ વિવરણઃ જીવ પ્રતિબિંબિત બ્રહ્મ નથી તેમ અવચ્છિન્ન બ્રહ્મ નથી, પણ અવિકૃત બ્રહ્મ જ છે. કર્ણ કુન્તીપુત્ર હતો પણ તે પિતાને રાધાપુત્ર માનત, તેની જેમ બ્રહ્મ અવિઘાથી છવ બને છે જો કે તેથી તેના સ્વરૂપમાં કઈ વિકાર થતું નથી. કર્ણ જન્મથી પિતાને રાધાને પુત્ર માનતે અને તેને કુન્તીપુત્રત્વને અનુભવ નહતા તેથી કોતેયવથી પ્રયુક્ત શ્રેયસથી તે ટ્યુત થયે અને જાત જાતનાં અપમાન વગેરે દુખ પ્રાપ્ત કરતે રહ્યો. ‘એક વાર સૂર્ય ભગવાને તેને ઉપદેશ આપ્યો કે તું કોતેય છે, રાધેય નહિ, આથી તેને પિતાના રૂપનું સ્મરણ થઈ આવતાં તેનું અજ્ઞાનતા રાધેયત્વ નિવૃત્ત થયું, દૂર થયું અને રાધેયત્વને લીધે થતું નાનાવિધ દુખ દૂર થતાં તેણે કૌતેયત્વની સ્મૃતિથી પ્રયુક્ત શ્રેય પ્રાપ્ત કર્યું. (જુઓ સુરેશ્વરકૃત સંબંધવાર્તિક, ૨૨૭-૨૪૬.) તેમ અનાદિસિદ્ધ અવિદ્યાથી બ્રહ્મનું પિતાનું સ્વરૂપ આવૃત થતાં તે જીવભાવ પ્રાપ્ત કરે છે અને સ્વતઃસિદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy