________________
१३४७
( २०० ) अतः ‘तद्वशेन पश्चाद् व्यवस्थाप्यते' इत्यप्यपाटवाभावादुक्तवत् तदयोगादिति । ( २०१ ) ‘विकारदर्शनेनेव विषमज्ञैः' इत्यसुन्दरं ज्ञातम्, तत्र प्राक् सर्वथा मारणात्मक
* વ્યાધ્યા
त्वात् तस्य-वस्तुन एकस्वभावत्वात् कारणात् ग्राहकभेदायोगादित्यनालोचिताभिधानमेव । अतस्तद्वशेन पश्चाद् व्यवस्थाप्यत इत्यपि किमित्याह- अपाटवाभावात् हेतोः उक्तवत्यथोक्तम् एकस्वभावत्वादिति तथा तदयोगादिति - पाटवाभावायोगादिति क्रिया पूर्ववत् । विकारदर्शनेनेव विषमज्ञैरित्यसुन्दरं ज्ञातम् - उदाहरणम् । कथमित्याह-तत्रेत्यादि । तत्र - विषे
अनेकान्तजयपताका
ષષ્ઠ: ->
* અનેકાંતરશ્મિ
વળી, તમે જે કહ્યું હતું કે – “પાટવ ન હોવાથી (પૂર્વે તેનો નિશ્ચય થતો નથી)” – એ વાત પણ વિચાર્યા વિનાની જ જણાય છે, કારણ કે તમારા મતે તો વસ્તુ એકસ્વભાવી છે, એટલે તેને ગ્રહણ કરનાર બે જુદા જુદા જ્ઞાન ન હોઈ શકે.
(ભાવ એ કે, પટુતા ન હોવામાં થનારું જ્ઞાન અને પટુતા હોવામાં થનારું જ્ઞાન - એમ બે જુદા જુદા જ્ઞાનો એકસ્વભાવી વસ્તુ વિશે ન થઈ શકે.)
(૨૦૦) વળી બીજું તમે જે કહ્યું હતું કે – “એ જ કારણે મંદવ્યવસાયના વશે તેઓ, વસ્તુના ક્ષણસ્થાયી સ્વભાવની પાછળથી વ્યવસ્થા કરે છે” – એ વાત પણ અયુક્ત ઠરે છે, કારણ કે તેઓમાં અપાટવ હોતું જ નથી (કે જેથી તેઓ પૂર્વે નિશ્ચય ન કરે અને પાછળથી નિશ્ચય કરે.)
તેનું (=અપાટવ ન હોવાનું) કારણ એ જ કે, ઉપર કહ્યા મુજબ એ અપાટવનું (=પાટવાભાવનું) અસ્તિત્વ ઘટતું નથી. (તાત્પર્ય : પૂર્વે કહ્યું હતું કે, વસ્તુ એકસ્વભાવી હોવાથી પટુતા-અપટુતાને લઈને તેના જુદા જુદા જ્ઞાનો ન થઈ શકે, એ કથન મુજબ એ ફલિત થાય કે વસ્તુના દર્શન વખતે જ વસ્તુના સ્વભાવનો નિર્ણય થઈ જાય અને તો દર્શન વખતે ‘અપાટવ’ જેવું કશું રહ્યું જ નહીં... એટલે એના કારણે પાછળથી વ્યવસ્થા કરવાની વાત ફલ્ગુ જણાય છે.)
(૨૦૧) વળી, તમે જે ઉદાહરણ આપ્યું હતું કે → “જેમ અજ્ઞાની લોકો વિકાર દેખાવાથી વિષનો મા૨કસ્વભાવ જાણે છે” – એ પણ સુંદર નથી, કારણ કે દૃષ્ટાંત અને દાષ્કૃતિકમાં દિવસરાતનો ફરક છે. જુઓ -
(દાષ્કૃતિક : વસ્તુમાં ક્ષણસ્થાયી સ્વભાવ પૂર્વે પૂર્ણપણે હતો (પાછળથી માત્ર તેનો નિશ્ચય
થાય છે)
દેષ્ટાંત ઃ વિષમાં મારકસ્વભાવ પૂર્ણપણે (=ફળ આપવા રૂપે પણ) નહોતો, પણ સામગ્રી ભેગી થયે એ સ્વભાવ ઊભો થયો છે.)
* બેનો એટલો તફાવત ધ્યાનમાં રાખીને આગળની પંક્તિઓનો ભાવાર્થ સમજવો.
Jain Education International
१. द्रष्टव्यं १३४४तमं पृष्ठम् । ૨. સર્વથા ‘સાધાર॰' કૃતિ -પાશ્ચિત્ત્વ: । ३. 'दर्शनेन विष०' इति ङ
પા: I
For Personal & Private Use Only
www.jainelibrary.org