________________
१३०५
अनेकान्तजयपताका
(પષ્ટ:
(१५७) स्यादेतत्-नेदमद्वयज्ञानवादिनः कथञ्चिद् बाधकम् । तस्य हि सर्व एव भावाश्चित्तात्रसारशरीरा हेतुफलतां बिभ्रतीति मतम् । बुद्धयश्च स्वसंवित्प्रत्यक्षप्रमाणसिद्धसद्भावाः स्वरूपप्रतिपत्तये नापरं प्रकाशकं प्रतीक्षन्त इति या यथा सा तथैव संवेद्यते,
स्यादेतदित्यादि । अथैवं मन्यसे-नेदम्-अनन्तरोदितमद्वयज्ञानवादिनः-ग्राह्यग्राहकाकाररहितज्ञानवादिनः कथञ्चिद् बाधकम् इत्याह-तस्येत्यादि । तस्य यस्मात्-अद्वयज्ञानवादिनः सर्व एव भावा:-धूम-धूमध्वजादयः चित्तमात्रसारशरीराः, अद्वयबोधरूपा एवेत्यर्थः । किमित्याह-हेतुफलतां बिभ्रतीति-एवं मतम् । बुद्धयश्च किंविशिष्टा वर्तन्ते ? स्वसंवित्प्रत्यक्षप्रमाणसिद्धसद्भावाः स्वसंविदेव प्रत्यक्षप्रमाणं तेन सिद्धसद्भावाः सत्यः स्वरूपप्रतिपत्तयेस्वरूपप्रतिपत्त्यर्थं नापरं प्रकाशकं स्वव्यतिरिक्तं प्रतीक्षन्त इति कृत्वा या यथा-वस्तुस्थित्या बुद्धिः सा तथैव संवेद्यते, तद् यथा-कारणबुद्धिः कारणात्मना संवेद्यते सा तथैवेति कृत्वा
અનેકાંતરશ્મિ . એટલે સાકાર પ્રત્યક્ષ-અનુપલંભથી કાર્ય-કારણભાવનો નિશ્ચય થઈ શકે નહીં. તેથી “કાર્યકારણભાવ પ્રત્યક્ષ-અનુપલંભથી સિદ્ધ થાય છે' - એ વાત, વિકલ્પોથી પણ અસંગત જણાઈ આવે છે.
નિષ્કર્ષ એટલે હે બૌદ્ધ ! તમારા નિરન્વય ક્ષણિકવાદમતે, કાર્ય-કારણભાવનો નિશ્ચય કથમપિ સંગત નથી.
(હવે વચ્ચે જ્ઞાનાતવાદી યોગાચાર, કાર્ય-કારણભાવની સંગતિ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે –).
ન કાર્ય-કારણભાવ સંગતિસાધક જ્ઞાનાદ્વૈતવાદી - (૧૫૭) યોગાચારઃ (પૂર્વપક્ષ:) ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્વયથી રહિત શુદ્ધ-અદ્વૈતજ્ઞાનવાદીમતે, પૂર્વોક્ત એક પણ દોષ કોઈપણ રીતે બાધક બને નહીં.
તેનું કારણ એ કે, જ્ઞાનાદ્વૈતવાદીનો એવો મત છે કે – ધૂમ-વતિ વગેરે તમામ પદાર્થો ચિત્તમાત્ર શરીરરૂપ છે, અર્થાત્ અદ્વય-બોધમાત્રરૂપ છે, એવા પદાર્થો પોતાના હેતુ-ફળભાવને ધારણ કરે છે - આ મત પ્રમાણે (૧) વતિ એ કારણબુદ્ધિરૂપ છે, (૨) ધૂમ એ કાર્યબુદ્ધિરૂપ છે અને એ બુદ્ધિઓ જ પોતાના હેતુ-ફળભાવને ધારણ કરે છે.
હવે આ બુદ્ધિઓ; સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ અસ્તિત્વવાળી છે (અર્થાત્ તેઓનું અસ્તિત્વ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષપ્રમાણથી જ સિદ્ધ છે.) તેઓ પોતાનાં સ્વરૂપનાં જ્ઞાન માટે, પોતાથી અતિરિક્ત બીજા કોઈ પ્રકાશકની અપેક્ષા રાખતી નથી. (સ્વતઃ જ પ્રકાશીલ છે.)
એટલે જે બુદ્ધિ વાસ્તવિક રીતે જે પ્રમાણે રહેલી હોય, તે બુદ્ધિ તે પ્રમાણે જ અનુભવાય. દા.ત.
૨. “માત્ર
હેતુ’ તિ
-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org