________________
ભાવતીર્થ - રત્નત્રયી
૬૨
તેને વધારે ઠેકડા મારવાનું મન થાય. તેમ તમને હાલના જીવનથી જરા પણ શાંતિ-પ્રસન્નતા નથી; છતાં આવેગ વધારવા પૈસા ખર્ચીને નવાં-નવાં સાધનો ઘરમાં વસાવો છો. પોપ મ્યુઝિક ટી.વી.માં વાગતા હોય તો મનના આવેગ વધે કે ઘટે ? તોપણ એ જ કરવા લાયક લાગે છે, તે મિથ્યાદર્શનનો પ્રભાવ છે.
આટલું સાંભળ્યા પછી જો હૃદયને કાંઈ સ્પર્ધું હોય તો નક્કી કરો કે જીવનમાં જેટલા રાગ-દ્વેષ-આસક્તિ-મોહ-માયા-ક્રોધ-કામ વગેરે આવેગો તીવ્ર, તેટલા દુઃખ-અશાંતિ વધારે; જેટલો તેનો ત્યાગ, તેટલો અધર્મનો ત્યાગ, તેટલાં દુઃખ-અશાંતિનો નાશ. ટૂંકમાં, અધર્મનો ત્યાગ એટલે દુ:ખનો ત્યાગ. ક્ષમા, મૈત્રી આદિ ધર્મનો સ્વીકાર એટલે સુખનો સ્વીકાર. આ નિર્ણય આવે તો સમ્યગ્દર્શન આવી જાય. ત્યારબાદ આપમેળે સમ્યજ્ઞાન તરફ ગતિ થવાની જ. સમ્યગ્દર્શન કરતાં સમ્યગ્નાનમાં કઈ ગણી મજા છે. તે જેમ જેમ વિસ્તરતું જાય તેમ તેમ આત્માનો આનંદ વધતો જ જાય. નિર્વિકારી જ્ઞાન પણ સ્વયં આનંદ આપે છે. શુદ્ધ. ગુણોના આચરણમાં જેમ જેમ પુરુષાર્થ વધતો જાય તેમ તેમ સ્વાભાવિક આનંદનો પાર જ ન રહે. સમતામાં રહેલા આત્મામાં માત્ર ધૈર્ય ગુણ એવો હોય છે કે આખી દુનિયા ઊંધી-ચત્તી થઈ જાય તોપણ તેમની ધીરજ ખૂટે નહીં. આવા આત્માને અંદરથી કોઈ દુઃખી ન કરી શકે. આ જ રત્નત્રયીનો મહિમા છે.
Jain Education International
+80808← >808808← *80000f← HL0007←
For Personal & Private Use Only
www.jainelibrary.org