________________
પર
ભાવતીર્થ - રત્નત્રયી
સળગીને મરે છે; તેના દાખલા રોજ તમે પણ સાંભળો-વાંચો છો; છતાં આ સત્ય તમને હૃદયમાં ઊતરતું નથી. સુબાહુકુમાર કહે છે કે મારા મનને શાંત, નિર્વિકારી, પ્રસન્ન રાખવામાં આ પ૦૦ અવરોધક છે.' કામવિકાર એ આત્માને કાતિલ ઝેરની વેદના કરનાર છે, તેવી સુબાહુકુમારની અનુભૂતિ છે. શરીરનું ઝેર ઉપચારથી મટી પણ જાય, કદાચ ન મટે તો એક ભવના પ્રાણ લે; પણ આ ઝેર તો ભવોભવના પ્રાણ લે છતાં તમે તેને ઝેર માનવા તૈયાર નથી, કેમ કે મિથ્યાદર્શન છે. સુબાહુકુમાર માતાને કહે છે : “મા, તને તારા દીકરાની ચિંતા હોય, એના સુખનો વિચાર હોય, તો આ ૫૦૦ નાગણ સાથે રહેવાનો આગ્રહ ન કર.'
સભા ઃ પ૦૦ને પરણીને લાવ્યા કેમ ?
સાહેબજીઃ તેમને ભૂલ ખબર પડી તો પાછા વળ્યા, પરંતુ તમે તો માર ખાઈ ખાઈને પણ પાછા ફરવા તૈયાર નથી. સમ્યગ્દર્શનના અનુભવથી એમની સાન ઠેકાણે આવી ગઈ.
માંકડ-મચ્છર-કાનખજૂરા-સાપ-વીંછી કરડીને દુઃખ આપે છે તેવું તમે માનો છો, પણ અંતરમાં ડંખ આપીને પડનાર કામ-ક્રોધ છે તેવું તમે માનતા જ નથી. પુણ્ય હશે તો પત્ની ઝેર નહીં આપે, પરંતુ ઝેર ન જ આપે તેવો જે આંધળો વિશ્વાસ છે તે ખોટો છે.
બાહ્ય જગતમાં પણ દાખલા બન્યા છે. તમને પણ કોઈએ guarantee નથી આપી, છતાં સંપૂર્ણ વિશ્વાસ લઈને ફરો છો. અત્યારે તમને કુટુંબ-પરિવાર-દેહ-ઇન્દ્રિયો-ધન-સત્તા-ભોગો ઉપર જબરદસ્ત અને નિશ્ચલ વિશ્વાસ છે; એવી અડગ શ્રદ્ધા છે કે અમે હલાવીને થાકી જઈએ તોપણ તમારો વિશ્વાસ હલે નહીં. આ જ મિથ્યાદર્શન છે. તમે જેના પર વિશ્વાસ રાખ્યો છે તે
રોસાપાત્ર હોય તો મારે વિશ્વાસ ડગાવવો નથી; કેમ કે કોઈનો સાચો વિશ્વાસ તોડવો તે પણ વિશ્વાસઘાત છે, જે પાપ છે. તમે સાચે ઠેકાણે વિશ્વાસ કર્યો હોય તો આખી જિંદગી લઈને ફરો અમને વાંધો નથી. દેહ પર વિશ્વાસ રાખ્યો છે, પરંતુ આ દેહ તમને ધક્કો મારીને બહાર કાઢશે જ. તમે પરમ વિશ્વાસથી જેને પૂજો છો, તે જ આ ખોળિયું તમારા આત્માને ન ગમે તોય બહાર કાઢશે. અરે ! અંદર રાખે તોપણ ક્યારેક રિબાવી રિબાવીને જીવાડે. આ શરીર પરનો વિશ્વાસ પોકળ જ છે. તમે જાતે વિચારો કે જેના જેના પર ભરોસો રાખ્યો છે તેમાં ભરોસાપાત્ર કોણ ? અને ભરોસાનો છેહ આપનારા કેટલા ? હકીકતમાં આ તમામ પરના વિશ્વાસનો વહેલો-મોડો દ્રોહ થવાનો છે, તમારા વિશ્વાસનો ઘાત નક્કી છે, ન થાય ત્યાં સુધી અંધારામાં મસ્તીથી જીવો.
સભા ઃ સમ્યગ્દષ્ટિ સંસાર પર વિશ્વાસ ન રાખે ?
સાહેબજી ઃ સમ્યગ્દષ્ટિ ભૌતિક જગતરૂપ સંસાર પર જરાય વિશ્વાસ ન રાખે. તે માને કે આ સ્વપ્નતુલ્ય અસાર છે. મકાન પડે ત્યારે સમ્યગ્દષ્ટિ માનતો જ હોય કે મારું નહોતું એટલે છોડવું પડ્યું. તમે કાયમ મારું માનીને રહેતા હો તો તેવા અવસરે છાજિયાં લ્યો. જીવનમાં તમામ ખોટા વિશ્વાસ કાઢી નાંખો એટલે મિથ્યાદર્શન ચાલ્યું જાય. સાચા વિશ્વાસને અમારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org