________________
૪o.
ભાવતીર્થ • રત્નત્રયી તે ક્રોધ તેના કરતાં મોટું દુઃખ છે, એમ તમારું મન સ્વીકારતું નથી. આ પણ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનનો પ્રભાવ છે.
સભા : ક્રોધ અવ્યક્ત છે, આ નિમિત્ત વ્યક્ત દુઃખ છે.
સાહેબજી : અરે ! કોઈ દિવસ ક્રોધ પેદા થયો અને તેને બળતરારૂપે અંદરમાં દુઃખનો અનુભવ ન થયો હોય તેવું બન્યું નથી; જ્યારે વેણ તો બહેરા હશો કે બીજે ધ્યાન હશે તો નહીં પણ સંભળાય. ક્રોધનો તો બહેરાને કે બેધ્યાનને પણ અનુભવ થશે. તેથી તિરસ્કારનાં વચનો વ્યક્તિ છે અને ક્રોધનો અનુભવ ઓછો વ્યક્ત છે એ ખ્યાલ પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન સૂચવે છે.
સભા ઃ ક્રોધમાં બહુ દુઃખ લાગતું નથી. - સાહેબજી : તો તમને ચોવીસે કલાક લાલ-પીળા થાઓ તેવા સંયોગોમાં રાખીએ, સતત અંદરથી સળગતા રાખવાના, ફાવશે ?
સભા : ક્રોધ કરીએ એટલે શાંતિ થઈ જાય છે.
સાહેબજી : અંદર ઊભરો એટલો હોય છે કે બહાર ન કાઢો ત્યાં સુધી ચેન ન પડે. એનો અર્થ એ કે અંદર સખત દાહ છે. સાથે બુદ્ધિ એવી છે કે “ખાલી હું દાઝું તે ન ચાલે, બીજાને પણ દઝાડું જ'. સ્વયં દાઝી, બીજાને દઝાડી શાંતિનો અનુભવ કરવો તે કેટલી વિકૃત દશા છે ?
સભા ઃ એક વાર ન બોલીએ તો બીજી વાર કહે તેનું શું ? સાહેબજી : અંતે એ થાકશે કે તમે ? સભા : ઘર ભાળી જાય તેનું શું ?
સાહેબજી : ઘરમાં કાંઈ હોય જ નહીં, તો શું લૂંટે ? હકીકતમાં આત્માના ગુણો છે, તેને તો દુનિયાના ગમે તેવા ચોર આવે તોપણ લૂંટી નહીં શકે. તમારા મનમાં નક્કર શાંતિ હશે તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારી તે મૂડી લૂંટી શકે; પરંતુ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનના પ્રભાવે સુખદાયક આત્માની સાચી મૂડી પણ દેખાતી નથી અને બે બદામ જેવા માણસ દ્વારા ધોળે દહાડે લૂંટાઓ તોપણ તમને લૂંટાયાનું ભાન નથી. તમારા પોતાનાં સુખ-શાંતિ શેનાથી હણાય છે, તેનું જીવનમાં વેધક દર્શન જોઈએ; તે કરાવવું તે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનનો મહિમા છે.
સભા : સમજાવવા માટે ખોટો ક્રોધ કરાય ?
સાહેબજી : હિતકારી સમજાવવા ક્યારેક કડક થવું પડે, પરંતુ તે વખતે પણ હૃદયમાં અશાંતિ અને આવેશ ન હોય; ઊલટો હિતકારી આશયરૂપે શુભ ભાવ હોય. અત્યારે તો તમે અંદરથી રોટલાની જેમ શેકાઈ જાઓ છો, રોટલા બોલું કે પુડલા ? આ બધો મિથ્યાદર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org