________________
૩૬
ભાવતીર્થ - રત્નત્રયી ઊલટો પ્રયત્ન તે મિથ્યાચારિત્ર. આ universal law (સાર્વત્રિક નિયમ) છે કે કીડી, મંકોડા, માનવ, દેવતા, ચક્રવર્તી કોઈપણ હોય; તેને ગમે ત્યારે દુઃખ આવે તો તે દુઃખનું કારણ તેનાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. આ ત્રણે ભેગાં હોય કાં તો ત્રણમાંથી એક હોય તો જ દુઃખ આવે, પણ આ ત્રણમાંથી એકે ન હોય છતાં દુઃખ આવે તેવો દાખલો બને નહીં. તમારામાંથી જે દિવસે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર નીકળી ગયાં તે દિવસે દુ:ખ ઊભું જ નહીં રહે, દુઃખનું નામનિશાન નહીં હોય.
સભા : બિમારી આવે તો એમાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર શું ?
સાહેબજી : મોટે ભાગે આરોગ્યના નિયમો ન પાળવાથી બિમારી આવે છે. આયુર્વેદમાં પણ કહ્યું કે “જેના આહાર-વિહાર નિયમિત ન હોય, તુને અનુરૂપ ન હોય, પથ્યાપથ્યનો વિવેક ન હોય તે વ્યક્તિ માંદી ન પડે તો જ આશ્ચર્ય છે'. આ દુનિયામાં દુઃખ એમ ને એમ ટપકી પડ્યું હોય તેવો મેં એક દાખલો નથી જોયો.
સભા : નિકાચિત કર્મથી રોગ આવે તો ?
સાહેબજી : તોપણ નિમિત્ત લઈને આવે છે. નિકાચિત કર્મનો અર્થ જ એ છે કે તે કર્મ પોતે નિમિત્ત ઊભાં કરી લે છે, પણ નિમિત્ત વિના ફળ આપે તેવું નથી. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીને સોળ મહારોગ થયા, આકસ્મિક દેહનું રૂપ ક્ષીણ થયું, શરીર કૃમિઓથી ઘેરાઈ ગયું, તો અહીં પણ તેઓ શરીર પ્રત્યેના આંધળા વિશ્વાસમાં રહ્યા, અને રોગ ન થાય તેવી અગમચેતી અજ્ઞાનતાના કારણે જાળવી ન શક્યા. વળી તેમના દેહને તેવા ચેપી રોગનું કોઈ ને કોઈ બાહ્ય નિમિત્ત અજાણતાં પણ મળ્યું જ હોય, જેનાથી દેહમાં વિકૃતિ પ્રવેશી હોય. ટૂંકમાં, અજાણતાં પણ ખોટો વિશ્વાસ, ગેરસમજપૂર્વકની કોઈક પ્રવૃત્તિઓ થવાથી જ આવું પરિણામ આવે.
મોટા ભાગે heart fail (હૃદય બંધ પડી જવું) આદિથી મૃત્યુ પામનાર અસ્તવ્યસ્ત, અનિયમિત, ભય, ચિંતા, આવેગોથી ભરપૂર જીવન જીવ્યા હોય છે, જેના ફળરૂપે જ પ્રાયઃ આવું બનતું હોય છે. વળી accidentમાં (અકસ્માતમાં) વ્યક્તિ જાણતી ન હોવાથી, કે તે સ્થાને જવામાં કોઈ ભૂલચૂક કરવાથી જ અકસ્માત થતો હોય છે. અરે ! જો પોતાને ખબર હોય કે આજે અકસ્માતની ચોક્કસ સંભાવના છે, તો નિશ્ચિત કરેલ કાર્યક્રમને ટાળીને ઘરની બહાર જ ન નીકળે તેવી મનોવૃત્તિ હોવા છતાં ખોટા ભરોસા, વિપરીત જ્ઞાન આદિથી જ તે સ્થળે પહોંચવાની પ્રવૃત્તિ કરેલ હોય છે. નાના બાળકે પણ આગમાં હાથ નાંખ્યો અને દાઝયો, તેમાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે; કેમ કે તેને આગ ન દઝાડે તેવો વિશ્વાસ છે, આગ દઝાડે તેવી સમજ નથી અને વર્તન પણ ઊંધું છે, માટે દાયો.
સભા : અમારી ભૂલ વગર ગાડીવાળો પાછળથી આવીને ઠોકી જાય તો ? સાહેબજી : આ વાહનોના રોડ પર જવું તે જ જોખમ છે, છતાં નિશ્ચિતપણે જાઓ છો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org