________________
૪૫૪
અહિંસાથી જ રક્ષા કરવાની, નહીં કે અહિંસાના ભોગે રાષ્ટ્રની રક્ષા કરવાની.
સભા ઃ અહિંસાનો પ્રભાવ હોય ને ?
સાહેબજી : અહિંસાનો આવો પ્રભાવ શાસ્ત્રમાં નથી લખ્યો. ખુદ ઋષભદેવ પ્રભુએ રાજાને પ્રજાના રક્ષણ ખાતર શસ્ત્રનીતિ, યુદ્ધનીતિ, સૈન્યબળ આદિ બધાનો ઉપયોગ કરવાનો દર્શાવ્યો. સભા ઃ ટૂંકમાં ધર્મના (અહિંસાના) ભોગે બીજાનું હિત થઈ શકે, એમ જ ને ?
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સાહેબજી : ના, આ તમારું statement (વિધાન) બરાબર નથી. ૧કોઈ ગુંડો દેરાસરની સંપત્તિ લૂંટવા આવે ત્યારે તેનો પ્રતીકાર કરવા શ્રાવકો ગુંડાને મારે, તો તમે કહેશો કે ધર્મના ભોગે દેરાસરનું રક્ષણ કર્યું. પણ આવું ન બોલાય. ઊલટું એમ કહેવાય કે ધર્મની રક્ષા ખાતર અધર્મને શૌર્યથી ફટકો માર્યો, અધર્મની પીછેહઠ થાય તે રીતે ગુંડાગીરીને (અધર્મને) ફટકો માર્યો કહેવાય. દુનિયામાં ન્યાયી રક્ષણ માટે થતી હિંસાને પણ વાજબી નહીં કહો તો આ જગતમાં અહિંસા પણ ફેલાવી નહીં શકાય. અહિંસાનો જ સમૂળગો નાશ થઈ જશે. ગુંડો આવે તો દેરાસર લૂંટી જવા દો, ખૂની આવે તો મહાત્માનું ખૂન પણ કરવા દો, ટૂંકમાં દુષ્ટોને મોકળું મેદાન જ આપવાનું રહેશે. જેમ ધર્મ, ધર્મસ્થાનકો, પવિત્ર પુરુષો, ધર્માત્માઓ, સજ્જનો એ બધાના રક્ષણ માટે અવસરે યોગ્ય પ્રતીકાર કર્તવ્ય બને છે, તેમાં ઉચિત વર્તનનો ભંગ નથી, ધર્મનો નાશ નથી; તેમ સમષ્ટિના કે વ્યક્તિના હિત માટે પણ લાભાલાભ વિચારી કોઈને પીડા કે દુઃખ આપો તો તે પણ ઉચિત વર્તન જ છે. એકાંત અહિંસાને ધર્મ માને તે વાસ્તવમાં જૈનધર્મને સમજ્યો જ નથી. કિશોરવયના દીકરાને બીડી છોડાવવા બાપ કડક થાય, તેને માર્ગે, રડાવે તો પણ તે બાપને કસાઈ ન કહેવાય. ખરેખર તે ક્રૂર નથી, સાચા અર્થમાં વાત્સલ્યવાળો બાપ છે. કઠોર વર્તન તો હિત માટે જરૂરી હતું તેથી કર્યું. હૃદયમાં દીકરા પ્રત્યે ક્રૂરતાનો ભાવ નથી. તેથી અહિંસાના ભોગે બીજાનું હિત ન જ થઈ શકે તેવું બોલાય નહીં. આવી એકાંત અહિંસા જૈનધર્મમાં છે, તેવું તમે શાસ્ત્ર કે તર્કથી સ્થાપિત નહીં કરી શકો.
હકીકતમાં ધર્મ પણ એક શાસન છે, તે વાત તમારી સમજણમાંથી નીકળી ગઈ છે. શાસન હોય ત્યાં રક્ષણની જવાબદારી પણ હોય. ૨૨ક્ષણ માટે દંડનીતિ પણ અનિવાર્ય સંકળાયેલી છે. ૧. દેવાધર્માર્થે, જીવન હિંસાનૃપે અપિ નિર્દોષોડવાચિ સિદ્ધાન્ત, શ્રાવ: શ્રમનોઽષિ વા।।૬૨।।
(पं. सुमतिविजय गणि कृता उपदेशकल्पवल्लिः) ૨. ૧૩: શાપ્તિ પ્રનાઃ સર્વા, તત્તુ ડ્વામિરક્ષતિ । ૬૬: સુપ્તેષુ નાગર્તિ, રખ્ખું ધર્મ વિષુવુંધા: ।।૨।। ર્ડ: સંરક્ષતે धर्मं, तथैवार्थं जनाधिप । कामं संरक्षते दण्डस्त्रिवर्गों दण्ड उच्यते । । ३ । । दण्डेन रक्ष्यते धान्यं, धनं दण्डेन रक्ष्यते । एवं विद्वानुपाधत्स्व, भावं पश्यस्व लौकिकम् ||४|| राजदण्डभयादेके, पापाः पापं न कुर्वते । यमदण्डभयादेके, પરલોમયાપિ ।। ।। પરસ્પરમયાવે, પાપ: પાપં ન વંતે । વં સાંસિદ્ધિવે તો, સર્વ વડે પ્રતિષ્ઠિતમ્ ।।૬।। दण्डस्यैव भयादेके, न खादन्ति परस्परम् । अन्धे तमसि मज्जेयुर्यदि दण्डो न पालयेत् । । ७ ।। यस्माददान्तान् दमयत्यशिष्टान् दण्डयत्यपि । दमनाद् दण्डनाच्चैव तस्माद् दण्डं विदुर्बुधाः ।। ८ ।। वाचा दण्डो ब्राह्मणानां, क्षत्रियाणां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org