________________
૪૪૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ છે કે જે વ્યક્તિ કુટુંબનું કલ્યાણ કરવા માંગે છે કે પરિવાર, જ્ઞાતિ, દેશનું કલ્યાણ કરવા માંગે છે, તે વ્યક્તિ પ્રાયઃ ગણધરનામકર્મ બાંધી ગણધર થાય. તીર્થકરો જીવમાત્રના કલ્યાણની કામનાથી તીર્થંકર નામકર્મ બાંધે છે. અહીં (આ સભામાં) કોઈ genuinely (પ્રામાણિકતાથી) બોલી શકે એમ છે કે હું કુટુંબના હિત ખાતર જ જીવ્યો છું ? મારા અંગત રંગ-રાગ કે સ્વાર્થવૃત્તિ પોષવાની ભાવનાથી નથી જીવ્યો, એવું પ્રામાણિકપણે બોલવું તમારા માટે કઠણ છે. ખરેખર તો તમારા મનના ભાવો ગુપ્ત છે એ તમારા માટે સારું છે, બાકી પ્રગટ થાય તો તમારા ઘરના પણ તમને ન
રાખે.
અવસર આવે ત્યારે સગા બાપ માટે પણ તમે જે ભાવ કરો છો તે બહાર બોલી શકાય તેમ નથી. જરાક સ્વાર્થ ઘવાય તો સગા બાપ-દીકરાને પરસ્પર દુર્ભાવ અને જીવનભરના અબોલા થઈ જાય છે. અરે ! ઉપકારી ગુરુ સાથે પણ જરાક સ્વાર્થ ઘવાય તો તેમના તરફ સીધો અભાવ થઈ જાય. તમે વાતો કરો કે હું બધાના ભલા માટે જીવું છું, તો તે માત્ર બોલવાની વાત નથી. ઉચિત વર્તન એ તો છક્કા છોડાવી દે તેવી આજ્ઞા છે. “આ એક આજ્ઞાથી ટૂંકમાં એવું દર્શાવ્યું છે કે અમલ કરો તો તમને અધર્મીમાંથી સંપૂર્ણ ધર્મી બનાવી દે. અરે ! આ આજ્ઞાને સંપૂર્ણ વળગીને જીવો તો તમે દેવાંશી પુરુષ બની જાઓ.” તમારા ઘરના પણ તમને પૂજે, સાક્ષાત્ દેવતા છે એમ કહે. હા તે માટે સ્વાર્થનું સંપૂર્ણ બલિદાન આપવું પડે. તમે સ્વાર્થની વાત આઘી કરવાની આવે ત્યાં જ છંછેડાઈ જાઓ છો. ભૌતિક સ્વાર્થપૂર્તિ એ જ જો તમારા જીવનનું લક્ષ્ય હોય તો દુનિયા આખી પણ તે માટે જ જીવે છે. કીડી, મંકોડા, કૂતરા, બિલાડા, ગુંડા-બદમાશ સૌ તૃષ્ણાને તૃપ્ત કરવા, વાસનાની પૂર્તિ કરવા દોડધામ કરે છે. કદાચ તમારામાં અક્કલ વધારે હોય તો તમે વધુ પ્લાનીંગ પૂર્વક સ્વાર્થપૂર્તિ કરો, જીવજંતુ કે જનાવર ઓછા પ્લાનીંગથી કરે; સરવાળે તમે વધારે ખરાબ ? કે સારા ? તે વિચારજો. ધર્મસત્તાના બંધારણને સ્વીકારવા વિચારધારામાં આમૂલ ક્રાંતિ અનિવાર્ય :
ધર્મસત્તાના લોકોત્તર બંધારણમાં માત્ર મનુષ્યને જ individual rights, family rights, civil rights કે human rights (વ્યક્તિગત હક, કૌટુંબિક હક, નાગરિક હક કે માનવ હક) નથી, પરંતુ જીવમાત્રના legitimate rights (ન્યાયી હક) મંજૂર છે, જે સ્વીકારવા તમારે આખું માનસ બદલવું પડે, વિચારધારામાં આમૂલ ક્રાંતિ લાવવી પડે. અત્યારે તમે બીજા જીવોના ભોગે મોજ-મજા કરો, છતાં હું ન્યાયમાં જ છું તેમ માનો છો, તે કદી માન્ય ન બને, જેમ તમને હેરાન કરીને કોઈ મજા માણે તો તે ન્યાયી નથી. નાસ્તિકોને આ જ પૂછવા જેવું છે કે चिन्तयत्येवमेव-पूर्वोक्तप्रकारेणैव एतद्भवादुत्तारणम् 'स्वजनादिगतं तु'- स्वजनमित्रदेशादिविशेषगतं पुनः य उक्तरूपो बोधिप्रधानो जीवः 'तथानुष्ठानतः'-चिन्तानुरूपानुष्ठानात्परोपकाररूपात् सोऽपि-न केवलं परोपकारी तीर्थकृदित्यपिशब्दार्थः, धीमान्-प्रशस्तबुद्धिः 'गणधरो'-देवदानवमानवादिमाननीयमहिमा तीर्थकराग्रिमशिष्यः, भवेत्-जायतेति।।२८९ ।।
(વિવુ, ભો-૨૮૨ ખૂન-ટીer)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org