________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૪૩૭
કહેવાય. ઊલટાના તમે ઓછા બાહોશ છો, કેમ કે તેઓ તો ઓછી મહેનતે વધારે મોજ કરે છે. જીવનમાં જેટલી બને તેટલી મોજમજા કરવી તેવું કહેનાર નાસ્તિક પાસે ગુંડો ખરાબ કેમ ? અને પોતે સારો કેમ ? તેનો જવાબ નથી. એક વૈજ્ઞાનિકે મને પૂછ્યું કે ‘તમે માંસાહાર માટે આટલો વિરોધ કેમ રાખો છો ? ખોરાક તો દરેકની પસંદગીનો વિષય છે. તેમાં આટલા બધા restrictions (નિયંત્રણો) કેમ ? તમને માંસાહાર ન ગમે તો શાકાહારી રહો, પરંતુ બીજા ખાય તેમાં શું વાંધો ?' ત્યારે મેં કહ્યું કે ‘આ દુનિયામાં એવા માનવભક્ષી મનુષ્યો છે કે જેમને પશુનું માંસ ઓછું ભાવે છે અને માણસનું માંસ જ ભાવે છે, વળી માણસના માંસમાં પણ selection (પસંદગી) સાથે કહે કે તમારું જ માંસ ખાવું છે, તો શું કરશો ?' તો પેલો કહે કે ‘એ તો ન ચાલે.’ ટૂંકમાં તમારું માંસ ખાવાની કોઈને ઇચ્છા થાય તો વાંધો, જ્યારે જનાવર નબળાં છે તેથી તેમનું માંસ ખાવું હોય તો ખવાય, આમાં સમાન ન્યાય ક્યાં રહ્યો ?
સભા : વનસ્પતિને ખાઈએ તો શું વાંધો ?
સાહેબજી ઃ એ પણ અતિ નબળા અપંગ જીવો છે, પણ તમને તેમણે મા૨વાનો કોઈ હક્ક આપ્યો નથી. તેથી જ તીર્થંકરોએ વૈશ્વિક ન્યાયની ભાષામાં કહ્યું છે કે વનસ્પતિ આદિ નબળા જીવોની પણ સ્વાર્થથી હિંસા કરો તો અવશ્ય પાપ લાગે.
સભા : સ્વાર્થપ્રેરિત હિંસાથી જ પાપ લાગતું હોય તો ઊંચી કક્ષાના-સમતામાં રહેલા મુનિઓ માંસાહાર કરે તો શું વાંધો ?
સાહેબજી : તેમને બધા જીવ પ્રત્યે સહજ સમાન ભાવ છે, તેથી જેમ પોતાનો દેહ નથી ખાતા તેમ બીજાનો પણ નથી ખાતા.
સભા : વનસ્પતિને તો ખાશે ને ?
સાહેબજી : અરે ! સજીવ વનસ્પતિને સ્પર્શ પણ ન કરે, ખાવાની તો વાત ક્યાં ? નિર્જીવ નિર્દોષ આહારરૂપે અન્ન આદિ મળે તો જ ધર્મના સાધનરૂપ દેહને ટકાવવા ખાય. માંસ કદી નિર્જીવ હોતું નથી. સંબોધપ્રકરણમાં લખ્યું કે કાચું, પકવેલું, અરે ! ચૂલા પર ખદબદતું હોય તે વખતે પણ માંસમાં અસંખ્ય જ નહીં, પણ અનંતા જીવો છે. આત્મા જાય એટલે તરત શરીરમાં સંડો ચાલુ થાય. આ સડો જ બીજા જીવોની ઉત્પત્તિ થવાથી થાય છે. વનસ્પતિનું dead body (મૃત શરીર) અમુક સમય સુધી નિર્જીવ રહે છે, જ્યારે પશુ અને માનવના દેહમાંથી કાઢેલું માંસ ગમે ત્યારે સજીવ જ રહેવાનું, નિર્જીવ થવાનું જ નથી.
१. पंचिंदियवहभूयं मंसं दुग्गंधमसुइबीभत्थं । रक्खपरिच्छलियभक्खगमामयजणगं कुगइमूलं । । ७४ ।। आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसे (सि) सु । सययं चिय उववाओ भणिओ निगोयजीवाणं ।। ७५ ।।
(संबोधप्रकरणम् श्राद्धव्रत अधिकार )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org