________________
૧૯
ભાવતીર્થ - રત્નત્રયી નહીં મળે. ચોખા શબ્દોમાં કહ્યું કે “સમકિત પામવા જે ગુણ જોઈએ, તે ગુણ ગમે ત્યાં રહેલો પણ પામે, તો સમકિતનો અવશ્ય લાભ મેળવે'. આમાં મારા-તારાનો ભાવ નથી. શાસ્ત્રોને સમજો છો ?
જગતમાં એક જ મુક્તિનો માર્ગ – રત્નત્રયી :
ચોથું ભાવતીર્થ સમજાઈ જાય તેને તો થાય કે સામે ખુલ્લી સડક દેખાય છે, માત્ર ડગલાં માંડવાની જરૂર છે. પણ તમે તો કહો કે “ચાલવું જ નથી', તો મારે કાંઈ કહેવાનું રહેતું નથી. જેટલા ચાલ્યા એટલો રસ્તો કપાવાનો. દોડો તો પણ વાંધો નથી. હાંફતા-હાંફતા પણ ગતિ કર્યા કરો, પંથ કાપ્યા કરો તો તમારું કલ્યાણ થશે જ. ભવસાગરથી તારવાની શક્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રમાં જ કેમ છે ? તેના શાસ્ત્રમાં સરસ તર્કબદ્ધ ખુલાસા આપ્યા છે. “માર્ગ માત્ર આ એક જ છે' તેવો દઢ નિર્ણય થવો જોઈએ. ઘણા કહે કે “રસ્તા અનેક છે'. તો તેમને કહેવાનું કે “આ તમારી બુદ્ધિનો ભ્રમ છે, જેથી તમને ઘણા રસ્તા દેખાય છે'. એક ચોક્કસ ઠેકાણેથી બીજા ચોક્કસ સ્થાને જવું હોય તો તેનો સરળ રસ્તો એક જ હોય, કદી ઘણા ન હોય. મુંબઈથી દિલ્હી જવાનો સીધો-સરળ રસ્તો એક જ હોય. બાકી બીજા રસ્તા આડાઅવળા જ હોય. તેમાં જેટલી આડાઈ છે એટલો ઉન્માર્ગ છે અને જેટલી સરળતા છે એટલો સીધો માર્ગ છે.
સભા ઃ તે પણ માર્ગ તો છે જ ને ?
સાહેબજી તેમાંથી જેટલી આડાઈ છે તે કાઢી નાંખો એટલે આપોઆપ મૂળ માર્ગમાં ભળી જાય. દા.ત. તમારે અહીંથી સામે જવું છે, તો સીધો રસ્તો એક જ હશે, બાકીના ફરી ફરીને જનારા હશે. વળી કેટલું ફરે તે કહેવાય નહીં. જેમાં જેટલો ફેરો છે તેટલો વ્યર્થ પુરુષાર્થ છે. ફેરારૂપ વાંકાઈ કાઢી નાંખો એટલે મૂળ રસ્તો મળી જાય.
સભા : સીધા રસ્તા પણ અનેક હોઈ શકે ને ?
સાહેબજી : તેવું ન બની શકે. "ન ભૂતો ન ભવિષ્યતિ " તો તો પછી દુનિયામાં સત્ય જ ફરી જાય, પણ સત્ય કદી ફરતું નથી. તમારી બુદ્ધિ ફરે તો હું શું કરું ? આ હોલમાં જ સીધો રસ્તો, આડો રસ્તો અને ઊંધો રસ્તો કાઢીને પ્રયોગ કરી જુઓ. જાતે ન સમજાય તો ભૂમિતિના નિષ્ણાતને બોલાવીને પૂછો કે “આ pointથી (સ્થાનથી) પેલા point (સ્થાન) સુધી જવું છે, તેના સીધા રસ્તા અનેક બતાવો'. તો તે કહેશે કે “નીકળે જ નહીં, સીધો રસ્તો એક જ હોય'. છતાં તમે તમારી બુદ્ધિથી વિચારી કાંઈ નવું કાઢવા જશો અર્થાત્ નવી કેડી કાઢશો, તો થોડીક આડાશ આવશે, અને તે આડાશને દૂર કરવા જશો તો એની મેળે જ મૂળ સીધો રસ્તો આવશે. શાસ્ત્રમાં લખ્યું કે “સંસારમાંથી મોક્ષરૂપી એક જ ધ્યેય પર જનારા એક જ નગરના પથિકોને પહોંચવાના અનેક માર્ગ કદી હોય નહીં, સીધો માર્ગ એક જ હોય'. પછી ગમે તે ધર્મમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org