________________
૪૨૯
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ધર્મના જે કોઈ આદેશો છે, હિતકારી નીતિ-નિયમો દર્શાવ્યા, તે તમારે જીવનમાં અવશ્ય આચરવા જોઈએ, તેવું પહેલાં તમારા હૃદયમાં કર્તવ્યરૂપે ભાન કરાવવું તે જ ધર્મનું કામ છે. ધર્મસત્તા વ્યક્તિને convince (ખાતરી) કરાવી દે છે કે “મારું હિત આમાં જ છે. મારે આ જ કરવા જેવું છે.” ધર્મ બળથી નહીં પણ પ્રભાવથી કામ લે છે. હૃદય પર એવો પ્રભાવ પડી જાય કે જીવ ઓવારી જાય, અંદરથી અંતર કહે કે ખરેખર આ જ કરવા જેવું છે. | તીર્થંકરો ઉપદેશમાં એમ જ કહે છે કે ધર્મના શરણે જેણે રહેવું હોય તેણે આવું જીવન સ્વીકારવું, પરંતુ ઉપદેશમાં કોઈ બળજબરી-ફરજિયાતપણું નથી. સુરાજ્યમાં પ્રજાને સામેથી બોલાવવા જવું પડતું નથી. પ્રજાને જ થાય કે આવું ઉત્તમ રાજ્યનું રક્ષણ મળવાનું નથી. લોકો સામે ચાલીને નાગરિક થવા આવે. ઇતિહાસમાં પણ એવાં સુરાજ્ય પ્રસિદ્ધ છે કે તેની સુવ્યવસ્થાના પ્રભાવે બહારના દેશોમાંથી લોકો આવીને ત્યાં પ્રજાજન તરીકે વસવાટ કરે. રાજ્યની એવી પ્રતિષ્ઠા હોય કે આવું ન્યાય-નીતિ-સુરક્ષા યુક્ત તંત્ર બીજે નહીં મળે. તેથી લોકો આબાદસલામત જીવન પામવા પોતાના દેશ છોડી છોડીને ત્યાં આવે. તેમ તીર્થકરો પણ ધર્મશાસન એવું સુબદ્ધ સુરક્ષાવાળું આપે છે કે પાત્રજીવો સામેથી શરણ સ્વીકારે. ધર્મનું શરણું સ્વીકારવું તે આપણા આત્મા માટે ઉપકારી છે, આપણા આત્માનું હિત આમાં જ છે એમ સમજીને તીર્થકરો, ગુરુઓ કે ધર્મના શરણે જવાનું છે. દેવ-ગુરુ-ધર્મને તમારી અપેક્ષા છે, તેવું નથી. આ દૃષ્ટિકોણ હશે તો ધર્મ આચરતી વખતે બીજા પર ઋણ ચઢાવું છું તેવો ભાવ નહીં થાય. તે ભાવ અશુભ છે, ભારે પાપબંધનું કારણ છે. અત્યારે ઘણા લાખ-પાંચ લાખ રૂપિયાનું દાન કરે તો વિચારે કે મેં સંઘનું કામ કરી આપ્યું. કોઈ મહારાજની નિશ્રામાં દાન કરે તો વિચારે કે મેં મહારાજની બહુ ભક્તિ કરી. આ sense of obligation (ઉપકારનો ભાવ) છે. એવા શ્રીમંતો છે કે જે દાન કરે તો ઉપકાર કર્યાનો ભાવ બતાવે. ખરેખર તમારે સાત વાર ગરજ હોય તો દાન કરો. દેવ-ગુરુ-ધર્મ તમારા માટે ઉપકાર્ય છે એવો ભાવ મનમાં લાવશો તો તમારી દાનની પ્રવૃત્તિ અશુભ થશે. દેવ-ગુરુ-ધર્મની ગમે તેટલી ભક્તિ કરો પરંતુ મનમાં oblige (ઉપકાર) કર્યાનો ભાવ તો લેશમાત્ર ન જોઈએ. તમારી પ્રકૃતિ પ્રમાણે તમે કોઈના માટે એમ ને એમ કાંઈ કરો નહીં, કરો તો સામે વળતરની અપેક્ષા રાખો, થોડું કરો છતાં ઘણું કર્યાનો ભાવ થાય. ગુરુની બહુ ભક્તિ કરો અને તમારી અપેક્ષા ન સંતોષાય તો મન ઊઠી જાય. આ બધાં લક્ષણો દર્શાવે છે કે ભક્તિ વખતે ઉપકૃત કરવાનો ભાવ હતો. વાસ્તવમાં દેવ-ગુરુ-ધર્મનો ઉપકાર સમજે તેને આવા અશુભ ભાવો ન થાય. १. स्वस्वधर्मपरो लोको यस्य राष्ट्र प्रवर्तते । धर्मनीतिपरो राजा, चिरं कीर्ति स चाश्नुते ।।५।। भूमौ यावद्यस्य વર્તિસ્તાવસ્થ સ તિતિ ..... દ્દિા .... સ્વયં ધર્મારો મૃત્વ, થર્ષે સંસ્થાપયે પ્રના પ્રમાણભૂત થર્મઝમુપસર્વત: प्रजाः ।।८।। देशधर्मा जातिधर्माः, कुलधर्माः सनातनाः । मुनिप्रोक्ताश्च ये धर्माः, प्राचीना नूतनाश्च ये ।।९।। ये राष्ट्रगुप्त्यै सन्धार्य, ज्ञात्वा यत्नेन सन्नृपैः । धर्मसंस्थापनाद्राजा, श्रियं कीर्ति प्रविन्दति ।।१०।।
(शुक्रनीति, अध्याय-४-विद्याकलानिरूपण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org