________________
૧૪
ભાવતીર્થ - રત્નત્રયી રત્નત્રયીના પ્રભાવે જ. ભગવાન સમવસરણમાં બિરાજમાન થઈ જગતનું ઉત્કૃષ્ટ તીર્થપ્રવર્તનરૂપ કાર્ય કરવા તત્પર થાય છે, તે રત્નત્રયીની સાધનાથી જ. તીર્થકરોને તીર્થંકરપદ સુધી લાવનાર પણ આ રત્નત્રયીરૂપ તીર્થ છે અને અંતે મોક્ષે મોકલનાર પણ રત્નત્રયી જ છે. તેથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ એ સર્વને વંદનીય, સેવનીય, પૂજનીય, વિશ્વતારક ભાવતીર્થ છે. નિશ્ચયનયનો માલ જરાયે કાચો ન હોય. તે top levelની quality (ઉત્કૃષ્ટ કક્ષાની ગુણવત્તા) બતાવીને જ વાત કરે. અન્યલિંગીઓને પણ તારક – રત્નત્રયી :
નિશ્ચયનય જેને ભાવતીર્થ તરીકે સ્વીકારે તેમાં જરાય કચાશ ન હોય, પણ શ્રેષ્ઠતા જ હોય. તેથી આ ભાવતીર્થનો મહિમા ગાતાં કહ્યું કે “જૈનશાસનમાં જ નહિ, પણ જૈનશાસનની બહાર રહેલા જેટલા જીવો મોક્ષે જાય છે, તે પણ આ રત્નત્રયીરૂપ તીર્થની સાધનાથી જ મોક્ષે જાય છે.” કેમ કે આ શાસનમાં હોય તેનો જ મોક્ષ થાય અને બહાર રહેલાનો મોક્ષ ન થાય તેવું વીતરાગ કહેતા નથી. તેમણે તો એક જ રાખ્યું છે કે સત્ય હોય તેને સ્વીકારવાનું. પોતે પૂર્ણજ્ઞાની છે એટલે સત્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી સ્પષ્ટ કહે છે કે “આ શાસનમાં રહેલો કે આ શાસનની બહાર રહેલો જીવ પણ, માર્ગ પામે તો તરીને મોક્ષે જઈ શકે છે - પછી તે ગૃહસ્થ હોય કે અન્ય લિંગનો સાધુ હોય, મનુષ્ય હોય કે પશુ હોય - રત્નત્રયીથી બધા તરે'. ગમે ત્યાં રહેલા, ગમે તે દર્શનમાં હોય પણ તરનારમાત્રને તારનાર આ રત્નત્રયીરૂપ સનાતન-શાશ્વત મોક્ષમાર્ગ છે. જે જે અન્યલિંગે સિદ્ધ થયા છે - તેમણે ગીતાર્થ ગુરુનું શરણું નથી સ્વીકાર્યું, દ્વાદશાંગી વાંચી-સાંભળી નથી, ચતુર્વિધ સંઘનો પણ પરિચય કર્યો નથી, છતાં તે તર્યા - તે આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો જ પ્રભાવ છે.
સભા ઃ અર્થથી દ્વાદશાંગીનું શરણું તો લીધું ને ?
સાહેબજી : અર્થથી દ્વાદશાંગીનું અવલંબન સ્વીકાર્યું પણ તે તો એકલું શ્રુતજ્ઞાન થયું, એકલા શ્રુતજ્ઞાનથી મોક્ષ છે કે સંપૂર્ણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી મોક્ષ છે ? શ્રુતજ્ઞાન મહાન કે તેનો પણ જેમાં સમાવેશ થઈ જાય તેવાં પાંચ જ્ઞાન મહાન ? વળી પાંચ જ્ઞાન મહાન કે પાંચ જ્ઞાનનો પણ જેમાં સમાવેશ થઈ જાય તેવો મોક્ષમાર્ગ મહાન ? પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન સમાય અને પાંચ જ્ઞાન પણ રત્નત્રયીમાં સમાય. તેથી રત્નત્રયીમાં પરિપૂર્ણ તારકતા છે. આખા જગતને તારનારું અને અદ્વિતીય તારકશક્તિ ધરાવનારું તો આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ જ છે.
અન્ય ધર્મમાં જેટલા પણ મોક્ષે ગયા તે બધાએ શું કર્યું ? બસ, રાજમાર્ગ પકડી લીધો. १. भावलिङ्गात्ततो मोक्षो, भिन्नलिङ्गेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्येतद्भावनीयं मनस्विना ।।१८८ ।।
(ધ્યાત્મિસાર, fથવાર-૨૮) - ભાવ લિંગ જાતેં ભયે, સિદ્ધા પનરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન જાતિ ન વેદ. ૭૭
(ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સમાધિશતક)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org