________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૪૧૧ છે. બાકી ભૂમિકાભેદે, વ્યક્તિભેદે, સંયોગભેદે બદલાતી જિનાજ્ઞા શાસ્ત્રનિપુણ ગીતાર્થો જ જાણી શકે. સામાન્ય વ્યક્તિ તો તેમના યોગ્ય માર્ગદર્શન કે અનુશાસનથી જ પોતાને અનુરૂપ જિનાજ્ઞાઓને વિશ્લેષણથી ગ્રહણ કરી શકે. તમે પણ અટવાઓ નહીં તેથી જ ટૂંકમાં સારરૂપે લાખો જિનાજ્ઞાઓનો અર્ક એક વાક્યમાં એ જ કહ્યો છે કે “સર્વત્ર ઉચિત આચરણ. પૂ. હરિભદ્રસૂરિએ કહ્યું છે કે ઉચિત વર્તનમાં સંપૂર્ણ જિનાજ્ઞા, આખો મોક્ષમાર્ગ, યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ સમાઈ જાય છે. “વ્યક્તિ ગમે તે ભૂમિકામાં હોય, ગમે તે સંયોગોમાં હોય, પરંતુ જીવનમાં દરેક નિમિત્તોમાં પોતાને યોગ્ય બીજા જીવો પ્રત્યેનું ઉચિત વર્તન કરે તે સતત જિનાજ્ઞામાં જ છે. તેને ધર્મરાજાનો કોઈ અપરાધ થતો નથી. તે બીજાને અન્યાય કરતો નથી અને ધર્મના પ્રભાવે તેને બીજા તરફથી અન્યાય પણ મળતો નથી. તેના જીવનમાં પોતાની કક્ષાને અનુરૂપ ન્યાયનું સંપૂર્ણ અમલીકરણ છે. અમારા સાધુજીવનમાં પણ જેટલી માનસિક, વાચિક, કાયિક અનુચિત પ્રવૃત્તિ આવે એટલા અમે જિનાજ્ઞાની બહાર, અને જેટલી ઉચિત પ્રવૃત્તિ હોય એટલા અમે જિનાજ્ઞામાં છીએ. જેટલું જિનાજ્ઞાનું પાલન એટલી લોકોત્તર સભ્યતા, સંસ્કારિતા, ન્યાય છે. હું સંપૂર્ણ ઉચિત વર્તન કરું તો મારું જીવન સંપૂર્ણ ન્યાયી ગણાય, હું ધર્મશાસનને સંપૂર્ણ સમર્પિત કહેવાઈશ.
તમને સંક્ષેપમાં આખી જિનાજ્ઞાનું માળખું સમજાઈ જવું જોઈએ. જિનશાસનનું બંધારણ (દ્વાદશાંગી) જગતના તમામ જીવોને ઉન્નત ધ્યેય સુધી પહોંચાડવાના આદર્શથી રચાયું છે; જે વાતોમાં નથી, પરંતુ વાસ્તવિક અમલીકરણ માટે દરેક જીવને પોતાની કક્ષા, શક્તિ, સંયોગ અનુસાર આદર્શ જીવનપદ્ધતિ દર્શાવનારું છે, જે માટે શાસ્ત્રમાં ડગલે ને પગલે વિધિ-નિષેધ આવશે. વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું. અમારા સાધુ માટે શાસ્ત્રોમાં આવા આવા વિકટ સંયોગો હોય તો સાધુએ આમ કરવું પરંતુ આમ ન કરવું, એમ હરકોઈ સંયોગોમાં ઉત્સર્ગ-અપવાદ દર્શાવેલા છે. તમારે પણ વેપારમાં સામાન્ય સંયોગોમાં શું કરવું અને crisisમાં (કટોકટીમાં) શું કરવું તે ઉત્સર્ગ-અપવાદ શાસ્ત્રો રજૂ કરે જ છે. જિનાજ્ઞામાં લાખો ઉત્સર્ગ-અપવાદ છે. આ બધું સાંગોપાંગ ભણે એને ખબર પડે. ગીતાર્થને જિનાજ્ઞાનો સંપૂર્ણ બોધ છે. તેને અંતરથી પ્રતીતિ છે કે આ જિનાજ્ઞા સમગ્ર વિશ્વમાં unparallel (અજોડ) છે. જે એનું અનુસરણ કરશે તેના જીવનમાં સાચો ન્યાય આવશે. બીજા તરફથી પણ તેને ન્યાય १. सर्वार्थेषूचितप्रवृत्तिलक्षणम्।
(યો વિવુ, સ્નો-૧ ટા) * औचित्याऽबाधा योग्यप्रवृत्तिलक्षणा।
(વિવુ, જ્ઞો-૨૨ ટીશા) * एतयोः-संसारमुक्त्योर्यथाक्रमं ये 'त्यागाप्तौ(प्ती??)' तयोः सिद्ध्यर्थं-निष्पत्तये 'औचित्यानुसारित्वं' इत्युत्तरेण योगः । अन्यथौचित्यानुसारित्वमन्तरेण तदभावतः- संसारमुक्त्योस्त्यागाप्त्यभावात् अस्य-प्रस्तुतसत्त्वस्य किमित्याह 'औचित्यानसारित्वं' उक्तरूपं, अलं-अत्यर्थं 'इष्टार्थसाधनं'-समीहितसकलप्रयोजनसिद्धिकारि प्रवर्तते।।३४३।।
(યો વિવુ, જ્ઞો-રૂ૪૩ ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org