________________
૪૦૧
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સાધુ-સાધ્વી હોય કે શ્રાવક-શ્રાવિકા હોય, સામાન્ય આરાધક હોય કે પ્રભાવક ધર્માચાર્ય હોય, જેને આ ધર્મશાસનના સભ્ય તરીકે લાભ જોઈતા હોય તેણે દ્વાદશાંગી અર્થથી શ્રદ્ધેય કરવી જ પડશે. તેમાં કોઈ જ compromise (સમાધાન) કે alternative (વિકલ્પ) નથી. “શાસ્ત્રોમાં ઉપદેશેલું તત્ત્વ હું માનવા તૈયાર નથી, મને બુદ્ધિમાં બેસતું નથી તેથી હું ન સ્વીકારું, એમ ને એમ અંધશ્રદ્ધાથી મંજૂર કરવાની મારી ટેવ નથી, મારો સ્વતંત્ર આગવો અભિપ્રાય છે, હું દરેક વસ્તુ સ્વતંત્ર વિચારણાથી મૂલવું છું.” આવું બોલનારનો અહીં કોઈ class (સ્થાન) નથી. તમને તીર્થકરોના જ્ઞાન કે પ્રામાણિકતા પર શંકા હોય, વિશ્વાસ ન હોય તો તેમની પરીક્ષા, ઓળખ કરવાની છૂટ છે. શાસ્ત્રો પણ અસલી છે કે નકલી છે, શુદ્ધ છે કે ભેળસેળવાળાં છે તેની ચકાસણી કરવાની છૂટ છે, પરંતુ જે પૂર્ણજ્ઞાનીના વચનરૂપ નક્કી થાય તેની અર્થ-તત્ત્વરૂપે શ્રદ્ધા તો કરવી જ પડશે. જ્ઞાનીને કે જ્ઞાનીના વચનને ઓળખીને, સમજીને, ચકાસીને વિશ્વાસ મૂકો તેનો વાંધો નથી; પરંતુ ન ઓળખો કે ઓળખો, વિશ્વાસ તો મૂકવો જ પડશે, તેના વિના સાચો પ્રવેશ નથી.
સભા : કોઈ બત્રીસ આગમ કહે, કોઈ પીસ્તાલીશ કહે તો શું માનવાનું ?
સાહેબજીઃ આગમરૂપી શાસ્ત્રોનો સંપૂર્ણ કે વિભાગથી છેદ ઉડાડનાર દિગંબર અને સ્થાનકવાસી સાથે પૂર્વાચાર્યોએ સંઘવ્યવહાર તોડ્યો જ છે. તેથી ઉપલબ્ધ સમ્ય શાસ્ત્રોને ન માનનાર સંઘમાં રહેવાલાયક નથી જ. છતાં એકાંગી બનવાનું નથી. ત્યાં પણ વ્યક્તિગત રીતે અનુયાયીમાં સમ્યક્ત ન જ હોય એવું ન કહી શકાય; કારણ કે જે પૂર્ણજ્ઞાનીકથિત તત્ત્વને ખુલ્લા હૃદયથી પ્રામાણિકપણે સ્વીકારવા તૈયાર છે, તેવી સરળતા, તટસ્થતા અને તત્ત્વરુચિ જેનામાં દઢ છે, તે ધર્મસત્તાનો સાચો અનુયાયી બનવા ચોક્કસ અધિકારી છે. તેવી વ્યક્તિને કદાચ કોઈ નાની વાતમાં અલ્પબુદ્ધિના કારણે કે ગુરુની ખોટી પ્રેરણાના કારણે ભૂલભરેલું સ્વીકારાયું હશે, તોપણ બાધ નથી. મૂળભૂત demand તો જિનકથિત પાયાના તત્ત્વની હૃદયપૂર્વકના શ્રદ્ધા-વિશ્વાસની છે, જેમાં ધર્મસત્તાના શાશ્વત આદર્શો અને મૂળભૂત સિદ્ધાંતો સમાયેલા છે. પૂ. હરિભદ્રસૂરિએ લખ્યું કે “શ્વેતાંબર જ મોક્ષે જશે અને દિગંબર મોશે નહીં જાય” તેવું અમે કહેતા નથી, પરંતુ જે પ્રામાણિક, તટસ્થ, તત્ત્વશ્રદ્ધાળુ હશે તે સમભાવને પામશે અને મોક્ષે જશે.
સભા : તેઓ કહે છે કે શાસ્ત્રો લુપ્ત થઈ ગયાં છે.
સાહેબજી : જે શાસ્ત્રો હાજર છે, તેની જ વિચારણા કરવી જરૂરી છે. દૃષ્ટિવાદ આખો તો અત્યારે સાંગોપાંગ ઉપલબ્ધ નથી, તેવું આપણે પણ માનીએ છીએ. માત્ર વર્તમાનમાં વિદ્યમાન જે શાસ્ત્રો છે, તે જો કષ-છેદ-તાપશુદ્ધ હોય તો અવશ્ય સર્વજ્ઞના વચનરૂપ જિનવચન જ છે, જે પરીક્ષાથી નક્કી થઈ શકે છે. અરે ! સાંખ્યદર્શન કે બૌદ્ધદર્શનના ગ્રંથોમાં પણ જો
१. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा। समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो।।३।।
(संबोधप्रकरणम् देवस्वरूपअधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org