________________
૩૯૯
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ શબ્દાર્થરૂપે નથી લેવાનો, સનાતન સિદ્ધાંત કે તસ્વરૂપ અર્થ લેવાનો છે, તેની શ્રદ્ધા એ પાયો છે. જિનશાસનના સભ્યપદ માટે minimum (લઘુત્તમ) ધોરણ સમ્યક્ત છે.
સભા : દ્રવ્યસમ્યક્ત ચાલે ?
સાહેબજી : હા, ચાલે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કે "તમેવ સર્ચે નિસંવ નું નિર્દિ પવે" તેવો વિશ્વાસ પણ દ્રવ્યસમ્યક્ત જ છે. સ્યાદ્વાદ નહીં ભણેલાને જિનકથિત તત્ત્વોની શ્રદ્ધા ઓઘથી જ છે, જે ભાવસમ્યક્ત નથી. આ ધર્મતીર્થમાં વ્યવહારથી સમ્યક્ત જોઈતું હોય તોપણ જિનકથિત તત્ત્વની શ્રદ્ધા તો જોઈએ જ, તે પૂર્વશરતમાં કોઈ બાંધછોડ નથી.
સભા : બહુ કડક કાયદો બતાવ્યો.
સાહેબજી : તમને પોલું ખેતર જોઈએ છે કે જેથી મનફાવે તેમ ચરી શકાય. અરે ! દુનિયાના કોઈપણ દેશમાં નાગરિક થવા જાઓ તો કાયદો તો આ જ છે. રાજ્ય તરફથી સુરક્ષા જોઈએ છે તો સાથે કોઈ શરત તો હોય જ ને ? અરે ! અમેરિકા જે વિદેશીઓને આવકારે છે તેમ કહેવાય છે, ત્યાં પણ કોઈ એમ કહે કે મને અમેરિકાના બંધારણનું અમલીકરણ કે તેના કાયદા-કાનૂન જ મંજૂર નથી, તો તેને ત્યાંનું citizenship (નાગરિકત્વ) મળે ? કે તે હોય તોપણ આંચકી લે ? તેને જો નાગરિકપદ જોઈતું હોય તો કહેવું જ પડે કે અહીંના બંધારણ, કાયદા-કાનૂનને હું શિરોમાન્ય કરું છું. તે સિવાય રાજ્ય નવરું નથી કે ગમે તેને સુરક્ષા-સગવડો આપે. આમાં કડકાઈની વાત નથી, જે legitimate-કાયદેસર છે તે સમજવાનું છે. ભારતના કાયદામાં પણ આ જ વાત કરેલી છે. હા, આજની લોકશાહીમાં freedom of view (દષ્ટિબિંદુની સ્વતંત્રતા) છે. તેથી બંધારણનાં માળખાં કે કલમો અંગે પોતાનો જુદો અભિપ્રાય હોઈ શકે, પરંતુ તે પ્રવર્તમાન બંધારણની વફાદારીને overtake (ઉલ્લંઘન) કરે તેવો ન ચાલે. તેમ જિજ્ઞાસાબુદ્ધિથી સમજવા શાસ્ત્રમાં શંકા, પ્રશ્ન કરો તો તેનો બાધ નથી, પરંતુ મૂળભૂત તત્ત્વ પર જ અવિશ્વાસ જાહેર કરો તો તે ન ચાલે.
સભા : દ્વાદશાંગી શાસ્ત્ર સમજ્યા વિના blindly (આંધળિયાં) કરીને માન્ય કરવાનું ?
સાહેબજી : સમજવાની ભગવાને ના પાડી નથી, સમજીને સ્વીકારો તે તો બહુ ઉત્તમ છે; પરંતુ તમે જાતે અજ્ઞાન રહો, અને હિતકારી તત્ત્વ સ્વીકારવાની વાત આવે ત્યારે blindly follow (આંધળિયાં કરીને અનુસરણ) ન કરીએ તેમ કહો, તે વક્રતા છે. તેમાં ગુમાવવાનું
9. 10. Deprivation of citizenship. ... (2) Subject to the provisions of this section, the Central Government may, by order, deprive any such citizen of Indian citizenship, if it is satisfied that- ... (b) that citizen has shown himself by act or speech to be disloyal or disaffected towards the Constitution of India as by law established; ...
(Sec. 10(2)(b) of The Citizenship Act, 1955)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org