________________
૩૯૭.
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સભા : શાસ્ત્રમાં ન માનનાર સાધુ-સાધ્વીને પણ બહાર કરી શકાય ?
સાહેબજી : હા, બહાર કરી શકાય. અરે ! આચાર્ય પણ આવા હોય તો તેવા આચાર્યને પણ સંઘબહાર કરવા પડે. જેઓ ધર્મતીર્થમાં પ્રવેશવા માંગતા હોય તે સૌએ તેના બંધારણને શિરોમાન્ય કરવું જ પડે. જે આ કરવા તૈયાર નથી તેને આ સંસ્થામાં રહેવાનો અધિકાર નથી.
સભા : ચલાવી લેવા પડે તો ? સાહેબજી ઃ તો તે તંત્રની ખામી થઈ, જેનું વર્ણન આગળ આવશે.
અત્યારે તો તમારા મગજમાં નિયમ બેસાડવો છે કે તમે તમારી જાતને હૃદયથી જૈને માનતા હો તો ટૂંકમાં અર્થ એ છે કે તમે જિનના અનુયાયી બનવા ઇચ્છો છો. જિનનો અનુયાયી તીર્થકરે સ્થાપેલા ધર્મતીર્થનો સભ્ય બનવા લાયક છે. શ્રીસંઘના પ્રાથમિક સભ્ય બનનારે દ્વાદશાંગી તો શ્રદ્ધાથી સ્વીકારવી જ પડે. કદાચ તમારા જીવનમાં આ શાસનના બીજા કાયદા-કાનૂનનું ઓછું-વતું પાલન હોઈ શકે, જેટલું ઓછું પાલન કરો એટલા તમે દોષપાત્ર ગણાઓ. જેમ આ દેશની પ્રજાજન થનાર વ્યક્તિ કાયદાઓનું પાલન જેટલા અંશમાં કરે, ન કરે કે ભંગ કરે, તો તેટલા અંશમાં તે સજાપાત્ર જ ગણાય, છતાં તેટલામાત્રથી તે દેશનો નાગરિક મટી જતો નથી. અરે ! કોઈએ ચોરી કર તોપણ તેનું citizenship (નાગરિકત્વ) ચાલ્યું ન જાય, રાજ્ય દંડ કરે, પગલાં લે, કેદી હોય ત્યારે પણ તેને નાગરિક તરીકેના મૂળભૂત civil rights (નાગરિક હકો) મળે જ છે. માટે જ જેલમાં કેદીને કોઈ શારીરિક ઈજા પહોંચાડે, નિર્દયતાથી કામ કરાવે, ખાવા-પીવાનું ન આપે, સ્ત્રીકેદી ઉપર બળાત્કાર આદિ કરે તો તે ગુના બદલ જેલના સંરક્ષકને દંડ ફટકારવાનું ચાણક્ય વિધાન કરેલ છે. તેવી રીતે આ ધર્મતીર્થનું જેણે શરણું સ્વીકાર્યું, જે તેનો પ્રજાજન-અનુયાયી રહેવા માંગે છે, તેણે ઉત્તમ નાગરિક બનવા ધર્મશાસનના પોતાને લાગુ પડતા તમામ કાયદા-કાનૂન પાળવા જોઈએ. જો પાળે તો સંપૂર્ણ મર્યાદામાં રહેનાર શ્રેષ્ઠ અનુયાયી, સભ્ય કહેવાય. ઓછા-વત્તા પાળે તો એટલા અંશે સજાપાત્ર કે દંડપાત્ર બને, છતાં સભ્ય-અનુયાયી તરીકે મટી ન જાય. તે ત્યારે જ મટે કે જ્યારે તે કહે “હું આ શાસનના બંધારણને જ મૂળભૂત રીતે માનતો નથી.' તેવાનું સભ્યપદ રદ થવાપાત્ર છે. ધર્મસત્તા વિશાળ છે. શરણે આવેલા સૌને સમાવવા તૈયાર છે. કોઈ ભેદભાવની વાત નથી. આ ધર્મશાસનના
१. बन्धनागाराध्यक्षस्य संरुद्धकमनाख्याय चारयतश्चतुर्विंशतिपणो दण्डः । कर्म कारयतो द्विगुणः । स्थानान्यत्वं गमयतोऽन्नपानं वा रुन्धतः षण्णवतिदण्डः । परिक्लेशयत उत्कोचयतो वा मध्यमः साहसदण्डः । नतः साहस्रः । परिगृहीतां दासीमाहितिकां वा संरुद्धिकामधिचरतः पूर्वः साहसदण्डः । चोरडामरिकभार्यां मध्यमः । संरुद्धिकामार्यामुत्तमः । संरुद्धस्य वा तत्रैव घातः । तदेवाध्यक्षेण गृहीतायामाया विद्यात् । दास्यां पूर्वः साहसदण्डः । चारकमभित्त्वा निष्पातयतो मध्यमः । भित्त्वा वधः । बन्धनागारात्सर्वस्वं वधश्च । एवमर्थचरान् पूर्व, राजा दण्डेन शोधयेत् । शोधयेयुश्च शुद्धास्ते, पौरजानपदान् दमैः ।।१।।
(कौटिलीय अर्थशास्त्र, अधिकरण-४, अध्याय-९)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org