________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૯૫ નથી. વિદેશી માણસોને પણ, જો રાજ્યની permissionથી (મંજૂરીથી) આવ્યા હોય તો રાજ્ય થોડી સવલતો પૂરી પાડે, પરંતુ એમ ને એમ ઘૂસી ગયા હોય તેને કોઈ સવલતનો અધિકાર મળતો નથી. તેમ ધર્મક્ષેત્રમાં ધર્મસત્તાનું શરણ સ્વીકારવારૂપ શરત પૂરી કર્યા વિના આવેલાને અધિકાર-સુરક્ષા મળે તેવો નિયમ નથી. ભારતીય પ્રાચીન રાજાનીતિ પ્રમાણે મૂળભૂત અધિકારો પ્રજાને હોય, જેમાં આજીવન સલામતીની guarantee (બાંહેધરી) પણ છે; પરંતુ તેના મૂળભૂત અધિકાર તેને જ મળે જે દેશનો નાગરિક બને. નાગરિક ન બનનારને એક પણ મૂળભૂત અધિકાર મળતા નથી. બધા fundamental rights citizenship (મૂળભૂત અધિકારો નાગરિકત્વ) સાથે સંકળાયેલા છે, તેમ અહીં ભગવાન ધર્મસત્તા કે ધર્મતીર્થ સ્થાપે, જેનું ગણધરો બંધારણ પ્રમાણે સંચાલન કરે, તેમાં સભ્ય બનવા માટેની પહેલી શરત એ જ હશે કે જે વ્યક્તિ આને શરણે આવવા માંગે છે તે મોહની સત્તા - કર્મની સત્તામાંથી બહાર નીકળવા માંગે છે. તેણે શક્તિ-સંયોગ અનુસાર મોહ સામે સંઘર્ષ કરવો પડશે, તેની સાથે મૈત્રી નહીં ચાલે. તીર્થકરો મોહને જીતીને જ જિન (વિશ્વવિજેતા) બન્યા છે. તેમની આજ્ઞા-અનુશાસનમાં આવવું હોય તો તે અનુયાયીએ પણ મોહ સાથે વિરોધ કેળવવો જોઈએ. રાજ્યના દુશ્મન સાથે મિત્રતા કે પ્રીતિ દેશની ગદ્દારી ગણાય, તે રાજ્યનો વફાદાર નાગરિક બનવા લાયક નથી. દેશદ્રોહીને રાજ્ય કોઈપણ પ્રકારની સલામતી-સુરક્ષા પ્રદાન કરતું નથી. ઊલટું તેના પર તો દંડરૂપે કડક પગલાં લે છે. તેમ મોહ સાથે વિરોધ એ તીર્થંકરના ધર્મશાસનમાં સાચા પ્રવેશની અનિવાર્ય લાયકાત છે.
સભા : આવી કડક શરત રાખશો તો સંખ્યા ઘટી જશે.
સાહેબજી : સત્ય કે વાસ્તવિકતાના સ્વીકારમાં સંખ્યાનો પ્રશ્ન આવતો નથી. ભગવાને સંખ્યાની કદી ચિંતા કરી જ નથી. સુરાજ્ય સ્થાપવું હોય તો રાજા એ જ વિચારે કે સભ્ય નાગરિકો પ્રજાજન બને તેમાં જ રાજ્યની આબાદી છે, આખા ગામનો કચરો ભેગો કરવાનો નથી. વળી, ધર્મસત્તાને શરણે આવનારને સામાન્ય રક્ષણ નથી આપવાનું, આંતરિક અને બાહ્ય, १. राज्ञो राष्ट्रस्य विकृति, तथा मन्त्रिगणस्य च । इच्छन्ति शत्रुसम्बन्धाद्ये, तान् हन्याद्धि द्राङ्नृपः ।।१११।। नेच्छेच्च युगपद्धासं, गणदौष्ट्ये गणस्य च । एकैकं घातयेद्राजा, वत्सोऽश्नाति यथा स्तनम् ।।११२।।
(શુદ્ધનીતિ, અધ્યાય-૪-સુવિપ્રવરVT) * दुर्गराष्ट्रयोः कण्टकशोधनमुक्तम् । राजराज्ययोर्वक्ष्यामः । राजानमवगृह्योपजीविनः शत्रसाधारणा वा ये मख्यास्तेष गूढप्रणिधिः कृत्यपक्षोपग्रहो वा सिद्धिः । यथोक्तं पुरस्तादुपजापोऽपसर्पो वा यथा च पारग्रामिके वक्ष्यामः । राज्योपघातिनस्तु वल्लभाः सहता वा ये मुख्या: प्रकाशमशक्या: प्रतिषेधुं दूष्याः, तेषु धर्मरुचिपांशुदण्ड युंजीत ।
(ક્રોટિત્રીય અર્થશાસ્ત્ર, ધવાર -ધ, અધ્યાય-૨). २. यत एवं भावाज्ञावतोऽपि प्रतिबन्धः सम्भवी अतोऽत्रातिशयितत्वं कर्त्तव्यतयोपदिशन्नाहएवं णाऊण सया बुहेण होअव्वमप्पमत्तेण। परिसुद्धाणाजोगे कम्मं णो फलइ रुदंपि।।४४ ।। एवं भावाज्ञाप्राप्तावपि प्रतिबन्धस्य कटुकविपाकतां ज्ञात्वा, सदा-सर्वदा, बुधेन-मुक्तिमार्गप्रवृत्तिलक्षेण भवितव्यमप्रमत्तेनसर्वातिचारपरिहारपरायणेन, इत्थमेवाज्ञाशुद्ध्युपपत्तेः। ततः किं स्यादित्याह-परिशुद्धाज्ञायोगे दीर्घकालाऽऽदरनैरंतर्यासेवित
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org