________________
૩૮૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સંક્રાંત થાય છે, જેની (power transferની-સત્તાસોંપણીની) વિધિ પદપ્રદાન વખતે જાહેરમાં જ કરાય છે. આ વાતો નહીં સમજો તો ક્યારેય તમને ધર્મસત્તાનાં powers (અધિકારો-સત્તા) શું છે તે ખબર નહીં પડે. અત્યારે અમને પણ ઘણા પૂછે કે તમને આ કહેવાનો કે કરવાનો right શું ? અરે ! સંઘના આગેવાનો પણ બોલે કે મહારાજને આમાં માથું મારવાનો right શું? કોણે આપ્યો ? પણ તેમને ખબર નથી કે અમને અમારી ભૂમિકા પ્રમાણે અધિકારો શાસ્ત્રમાંથી જ મળે છે અર્થાત્ ખુદ તીર્થકરોએ જ આપ્યા છે. આથી માળખું નહીં સમજો તો ધર્મશાસન ઓળખાશે નહીં. લોકમાં પણ ન્યાય પ્રવર્તાવવાનું કામ જેની પાસે કરાવવું હોય તેને સત્તા આપવી પડે છે. કોઈને કહે કે ન્યાય ફેલાવ, પણ સાથે કહે કે તને કોઈ સત્તા-અધિકાર નથી, તો તે કેવી રીતે ન્યાય ફેલાવે ? નાગા માણસો એમ ને એમ અંકુશમાં ન આવે, માટે દંડ કરવા આદિની તમામ સત્તા આપવી પડે. તેમ ભગવાને પણ ગણધરોને સર્વાધિકાર સોંપ્યા, જેના સૂચક તરીકે જ “દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધર્મતીર્થની અનુજ્ઞા' બોલાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય કહેવાથી નામાદિ ચારેય નિક્ષેપે રહેલું આખુંય ધર્મશાસન અને તેના બધા powers (અધિકારો) સોંપ્યા ગણાય. ગણધરો ધર્મશાસનના સંચાલન માટે સંપૂર્ણ સક્ષમ અને યોગ્ય છે, છતાં તેમને પણ તીર્થકરો દ્વારા empowerment (સત્તારોપણ) જરૂરી છે. વળી, ગણધરો પણ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના વ્યક્તિગત અને સામૂહિક (individual & collective) અધિકારોની દ્વાદશાંગીરૂપ બંધારણ દ્વારા વહેંચણી કરે જ છે. તેથી આખું ધર્મતંત્ર સુવ્યવસ્થિત ગોઠવાય છે.
શાસન ચલાવવા ગીતાર્થોની અનિવાર્યતા :
પ્રભુએ ગણધરોને જે સાચી દૃષ્ટિ આપવાની હતી તે પ્રતિબોધ દ્વારા આપી, સર્વાગી તત્ત્વજ્ઞાન ત્રિપદી દ્વારા પ્રદાન કર્યું અને ધર્મશાસન ચલાવવા તીર્થની સંપૂર્ણ અનુજ્ઞા આપી; તેથી સર્વ રીતે દીક્ષાના પ્રથમ દિવસે જ “સમર્થ અને અધિકારયુક્ત બનાવ્યા. નિયુક્તિ પામેલા ગણધરો પ્રારંભથી જ મુખ્ય કાર્ય તે કરે છે, કે જે-જે લાયક જીવો પ્રભુથી પ્રતિબોધ પામીને ધર્મશાસનમાં સભ્ય તરીકે જોડાયા છે, તેમાંથી અનેક યોગ્ય શિષ્યોને પ્રતિદિન શ્રતની વાચના પ્રદાન કરવી. દ્વાદશાંગીની રચના દ્વારા ધર્મસત્તાનું બંધારણ તો તૈયાર છે, પરંતુ વહીવટીતંત્ર સ્થાપવાનું છે જે માટે જાણકાર કાર્યક્ષમ અધિકારીઓ વિપુલ સંખ્યામાં જોઈએ; જેમ રાજ્ય ચલાવવા રાજ્યના દરેક વિભાગના નિષ્ણાત અધિકારીઓ જોઈએ. નવા વડાપ્રધાન પણ પહેલાં ministry (પ્રધાનમંડળ) નીમે. તેમ અહીં પણ ગણધરો શિષ્યોમાંથી સંચાલનના જાણકાર શ્રતનિપુણ શિષ્યો તૈયાર કરીને તેમને યોગ્ય સ્થાનો પર નિયુક્ત કરે. તીર્થકરો પ્રતિબોધ માટે
१. मर्यादां स्थापयेदाचार्यानमात्यान् वा । ... सहायसाध्यं राज्यत्वं, चक्रमेकं न वर्तते । कुर्वीत सचिवांस्तस्मात्तेषां च કૃષ્ફયાન્મતમ્ III
(ફ્રોદિનીય અર્થશાસ્ત્ર, અધ્યાય-૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org