________________
૧૦
ભાવતીર્થ - રત્નત્રયી
બધા રસ્તા તેમાં સમાઈ જાય, બધી કેડીઓ પણ ત્યાં મળવાની છે, અને મૂળ રાજમાર્ગ પણ ત્યાં મળવાનો છે. જેટલા તરનારા છે તે બધા આ રસ્તે જ નીકળવાના છે. મોક્ષમાર્ગની આ trunk line (મુખ્ય રસ્તો) છે. જે આ માર્ગ પર ચઢે તે અવશ્ય અંતિમ બિંદુ સુધી પહોંચે. વહેલા-મોડા ધ્યેય, લક્ષ્યને હાંસલ કરે જ. આ રત્નત્રયીમાં અનુપમ-અચિંત્ય શક્તિ છે, શરણ સ્વીકા૨ના૨ને-અવલંબન લેના૨માત્રને અવશ્ય તારે છે. ગીતાર્થ ગુરુની નિશ્રા સ્વીકારવા છતાં, દ્વાદશાંગીને પામવા છતાં, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીસંઘનું સાંનિધ્ય સ્વીકારવા છતાં ન તર્યાના દાખલા મળશે, પણ રત્નત્રયીને પામે અને તર્યા ન હોય તેવા દાખલા નહીં મળે.
સભા : તો આપ કેમ કહો છો કે એક ટકો જીવ જ આ માર્ગેથી તરે છે ?
સાહેબજી : તે વિધાનનું મૂળ તથ્ય તમે સમજ્યા જ નથી. તેનો આશય એ છે કે આગલાં ત્રણ તીર્થ ૯૯ ટકા જીવોને મોક્ષે લઈ જાય, જ્યારે માત્ર રત્નત્રયીરૂપ તીર્થને બળે મોક્ષે જનારા એક ટકા જ જીવો છે. છતાં તે ત્રણે તીર્થો પણ આ રસ્તે ચડાવીને જ. મોક્ષે મોકલશે. બધા રસ્તા અંતે રત્નત્રયીરૂપ માર્ગમાં મળે છે. તેને પમાડ્યા વિના ગીતાર્થ ગુરુ પણ તારક ન બની શકે. સારાંશ એ છે કે ‘વ્યવહારનયના બધા રસ્તા અંતે નિશ્ચયનયમાં પરિણામ પામે, અને જે નિશ્ચયનયમાં પરિણામ ન પામે તેવો વ્યવહારનય જૂઠો છે'. તે વ્યવહારનયની જૈનશાસનમાં કિંમત નથી. નિશ્ચયનયસાધક જ વ્યવહારનય સાચો છે, પરંતુ આ સિદ્ધાંત સમજવો અઘરો છે.
તારવામાં નિમિત્તકા૨ણ એવા ગીતાર્થગુરુ પણ ઉપદેશ દ્વારા ઉપાદાનમાં શુદ્ધિ ન લાવે તો તે જીવનો ઉદ્ધાર ન થાય; અને ઉપાદાન એવા આત્મામાં સુગુરુ આદિના આલંબનથી કે વગ૨ આલંબને શુદ્ધિ થાય, નિર્મળ આત્મિક ગુણો પ્રગટે તો જ તે જીવ તરે. તેથી નિમિત્તકા૨ણ પર ભાર મૂકનાર વ્યવહારનયનું કાર્ય પણ અંતે નિશ્ચયનયના માધ્યમથી ફળપ્રાપ્તિ સુધી દોરી જવાનું છે. તેથી નિશ્ચયનયસાધક વ્યવહારનય જ શુદ્ધવ્યવહારનય ગણાય. જૈનશાસનમાં જ્યારે જેની વાત આવે ત્યારે તેની અપેક્ષા જોડીને વર્ણન કરાય; છતાં બધામાં pure logicથી (શુદ્ધ તર્કથી) વાત છે, અપેક્ષા જોડી જોડીને બોલે છે, કોઈનું એકાંતે મહત્ત્વ નથી, બધાનું તે તે અપેક્ષાએ મહત્ત્વ છે. એટલે જ જૈનશાસન નયવાદ-સ્યાદ્વાદથી ભરેલું છે. દુનિયામાં તેનો કોઈ જોટો નથી; પણ જેમ ગામડાના ભરવાડને super computer (અસામાન્ય પરિણામ દેખાડતું આધુનિક યંત્ર-કોમ્પ્યુટર) મળે, તેમ તમારા હાથમાં જૈનશાસન આવ્યું છે. શાસન જન્મથી મળ્યું છે, પણ તેને ઓળખો તો તમારો અવતાર સફળ. અત્યાર સુધીમાં સર્વે તીર્થંકરો, સર્વે ગણધરો, સર્વે કેવલીઓ અને આખા સંઘને તારનાર આ રત્નત્રયી છે, ભવિષ્યમાં પણ તે જ રહેશે.
१. नाणादि तिहा मग्गं ||૧૩૨૩|| ज्ञानादिकं "त्रिधा" त्रिविधं पारमार्थिकं मार्ग ।
...
Jain Education International
(ધૃત્વસૂત્ર૰ માધ્યગાથા-૨૩૨૨, મૂલ, ટીજા)
* यः पुनर्ज्ञानचारित्रदर्शनाढ्यो विमुक्तये । मार्गः सर्वोऽपि सोऽनेन, लोपितो लोकवैरिणा ।।२१९ ।।
For Personal & Private Use Only
(૩૫મિતિ૰ પ્રસ્તાવ-૪)
www.jainelibrary.org