________________
૩૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ આપો છો, આટલી મહેનત-પરિશ્રમ કરો છો, તેનું ફળ કેટલું ? તો અમે કહીએ કે એક જીવ બોધિબીજ પામે તોપણ અમારી મહેનત સફળ.
તીર્થકરની વાણીના ૩૫ ગુણો, ૩૪ અતિશયો આદિ જેમ અદ્વિતીય છે, તેમ તીર્થકરોનું લોકમાં આદેયતારૂપે ઐશ્વર્ય પણ અજોડ હોય છે. “તીર્થકર જ્યારે સમવસરે ત્યારે જો ચક્રવર્તી રાજા નજીકમાં હોય તો આગમનની વધામણી સાંભળી સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા વધામણી આપનારને દાનમાં આપે, વાસુદેવ રાજા હોય તો સાડા બાર કરોડ રોપ્યમુદ્રા દાનમાં આપે, માંડલિક રાજા આદિ હોય તો પોત-પોતાના મોભા-ઐશ્વર્ય પ્રમાણે દાન આપે. વિચારો ! તીર્થકરોનું લોકમાં status કેવું (મોભો કેવો) હશે તે કાળના સત્તાધીશોના પણ તેમના પ્રત્યે ભક્તિભાવ કેવા હશે ! જે વધામણીમાં આટલું દાન આપે તે સામૈયા આદિ ઠાઠ કેવો કરે ! દેવ-ગુરુ પાસે ખાલી હાથે એકલા જવાનું નથી, પરંતુ તમારી શક્તિ અનુસાર ઠાઠમાઠથી પૂરા ઐશ્વર્ય, ઋદ્ધિ અને પરિવાર સાથે સુશોભિત થઈને જવાનું છે. તમે તો ગમે તેવાં કપડાં પહેરી ટહેલતા-ટહેલતા નીકળો; કારણ કે તમને તેવું બહુમાન નથી. ભૂતકાળમાં તીર્થકરો, ધર્માચાર્યો વગેરે સમવસરે તો એવાં સામૈયાં થાય કે બાળબુદ્ધિવાળા જીવોને પણ રાજસત્તા કરતાં ધર્મસત્તાનું ઐશ્વર્ય વધારે છે તે પ્રત્યક્ષ દેખાય. આવું જ્યારે આર્યદેશમાં હતું તે કાળની આ વાત કરું છું. આ વાત થોડી સદીઓ પહેલાં પણ હતી. આર્યધર્મોની વર્તમાન હાલત :
આજે તો ભારતનાં ધર્મોને સાવ નિસ્તેજ કરી નાંખવામાં આવ્યા છે. અત્યારે તો ધર્મક્ષેત્ર એટલું dul (નિસ્તેજ) છે કે અમે કહીએ કે રાજસત્તા કરતાં ધર્મસત્તા ચડિયાતી છે, તેનો પ્રભાવ વધારે હોય, તો તે પણ તમને બેસતું નથી; કારણ કે ધર્મસત્તાનું બાહ્ય ઐશ્વર્ય સાફ કરી નાંખ્યું છે. છેલ્લે છેલ્લે પૂ. હરસૂરીશ્વરજી મહારાજાનું થોડું આવું ઐશ્વર્ય હતું. તે દિલ્હી પહોંચ્યા તો અકબરે પોતાના બધા શાહજાદા, મંત્રીઓ, સેનાપતિ સહિત છ લાખ સૈનિકોના સૈન્યને સામૈયામાં મોકલ્યું. આખો જૈનસંઘ પણ બહુમાનપૂર્વક સાથે હતો. વિચારો ! આચાર્ય મહારાજનો કેવો પ્રતાપ-દબદબો હશે ! અરે ! તેમના પટ્ટધર શિષ્ય સેનસૂરીશ્વરજી મહારાજ માટે પણ ઉ. યશોવિજયજી લખે છે કે “નિત નમે નરપતિ જાસ પાયા'. ઓળખાણ જ આપે છે કે જ્યાં જાય ત્યાં રાજા-મહારાજા તેમના ચરણોમાં આળોટતા. અનાર્ય મોગલ સત્તાના કાળમાં પણ ધર્મસત્તાની
१. वित्ती उ सुवण्णस्सा बारस अद्धं च सयसहस्साइं। तावइयं चिय कोडी पीतीदाणं तु चक्किस्स।।५८० ।। एयं चेव पमाणं णवरं रययं तु केसवा दिति। मंडलिआण सहस्सा पीईदाणं सयसहस्सा।।५८१।। भत्तिविहवाणुरूपं अण्णेऽवि य देंति इब्भमाईया। सोऊण जिणागमणं निउत्तमणिओइएसुं वा।।५८२ ।। देवाणुअत्ति भत्ती पूया थिरकरण सत्तअणुकंपा। साओदय दाणगुणा पभावणा चेव तित्थस्स ।।५८३ ।।
(आवश्यकसूत्रनियुक्ति, श्लोक-५८० थी ५८३, मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org