SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ હોય. મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક સમવસરણમાં માત્ર એક ઘોડો જ ધર્મ પામ્યો હતો. તીર્થકરોની દેશનામાં જ્યાં લાખો-કરોડો શ્રોતા એકત્રિત થતા હોય છે, અરે ! કરોડો તો દેવતા જ હોય છે, બીજા શ્રોતા પણ વિશાળ સમુદાયમાં હાજર હોય, છતાં તેમાં પણ નવો ધર્મ પામનાર પાત્ર એકાદ જ હોય તેવું પણ બની શકે છે. આના પરથી કલ્પના કરો કે અધ્યાત્મ પામવાની પાત્રતા કેટલી દુષ્કર હશે ! તમે થોડો ધર્મ આચરી માની લ્યો કે અમે ધર્મ પામી ગયા તો તે ભ્રમ બનશે. આ માપદંડથી જાતતપાસ કરવી જરૂરી છે. તીર્થકરોના ઉત્કૃષ્ટ અતિશયો, વાણીના પાંત્રીસ અદ્વિતીય ગુણો, આટલી વિશાળ પર્ષદા, દેવલોકમાંથી પણ cream. (સારભૂત) જીવો ત્યાં આવેલા હોય છે, છતાં આ સ્થિતિ છે. આ દર્શાવે છે કે સંસારસાગરથી તારનાર સમકિત કેટલું દુષ્કર છે. તીર્થકર જેવા તીર્થંકર પણ દુર્લભ એવા પાત્ર જીવોને જ પમાડી શકે છે; છતાં તેમની પ્રત્યેક દેશનામાં પાત્ર જીવનો યોગ તો થાય જ છે. સભા : ભગવાન એક જીવ માટે આટલો પુરુષાર્થ કરે ? સાહેબજી : હા, એક જીવને તારવા કલાકોની દેશના આપે. આ સંસારસાગરમાંથી એક જીવ તરતો હોય તોપણ શ્રેષ્ઠ પરોપકાર થાય; કેમ કે તેનાં અનંતકાળનાં દુઃખો કાયમ માટે ટળવાનાં. વળી તે જીવથી અનંતા જીવોને થતાં અનંતાં દુઃખોપણ સમાપ્ત થવાનાં. અરે ! પર્ષદામાં એક પણ પાત્ર પશુ-પંખી હોય તો તેને લક્ષ્યમાં રાખીને પણ તીર્થંકરો દેશના દ્વારા શ્રેષ્ઠ પરોપકારનું કાર્ય કરે છે, પરંતુ અપાત્ર મનુષ્ય કે દેવતાઓને ઉદ્દેશીને પણ તીર્થકરી પ્રયત્ન કરતા નથી. મનુષ્ય કે દેવી-દેવતા અપેક્ષાએ વિચારો તો ઊંચી ગતિ, ઊંચી શક્તિને પામેલા, ધર્મપ્રાપ્તિની વિપુલ સામગ્રી ધરાવતા જીવો છે, છતાં તેમાં પણ પાત્રતા દુર્લભ હોઈ શકે. સમવસરણમાં આવનારા પશુ પણ બધા પામી જાય તેવું નથી. તીર્થકરોના અતિશય છે તેથી ખેંચાઈને પશુપંખીઓ પણ ધર્મ સાંભળવા આવે. અહીં સંદર્ભથી સંજ્ઞીપંચેંદ્રિય પશુ-પંખી લેવાના છે, બીજાને તો લાંબું વિચારવા મન જ નથી. ચઉરિંદ્રિય આદિને તો સાંભળવા શ્રવણેન્દ્રિય પણ નથી. તેથી १. तत्र राजा जितशत्रुर्जात्यमारुह्य वाजिनम्। प्रभुं वन्दितुमभ्यागादथ शुश्राव देशनाम्।।१९९ ।। रोमाञ्चिताङ्गो निःस्पन्द उत्कर्णः स्वामिदेशनाम्। अश्रौषीत् तुरगः सोऽपि जितशत्रुमहीपतेः ।।२०० ।। पप्रच्छ समये चैवं गणभृत् परमेश्वरम्। स्वामिन् ! प्रपेदे समवसरणे धर्ममत्र कः? ।।२०१।। स्वाम्यप्यूचे धर्ममत्र न कोऽपि प्रत्यपद्यत। जितशत्रुनरेन्द्रस्य विनैकं નાચવાનનારા (ત્રિષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૬, સર્જ-૭) * ताव य गणहरेण पुच्छियं-भयवं ! सुर-णर-तिरियगणपडहत्थम्मि समोसरणे एयम्मि किंपरिमाणेहिं भवियजणेहिं अब्भुवगयं सम्मत्तं ? ति, परित्तीकओ संसारो ?, भायणीकओ अप्पा जहुत्तरसुहाणं ? । भयवया भणियं-ण केणइ अउव्वेणं अस्सरयणमेगं मोत्तूणं ति। (शीलांकाचार्य विरचित चउपनमहापुरुषचरियं अंतर्गत मुणिसुब्वयसामिचरियं) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy