________________
૩૩૭
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સભા : તીર્થકરનું પુણ્ય આમાં શું કામ કરે છે ? સાહેબજી : ભોક્તા વ્યક્તિનું પુણ્ય હોય તો નાનો માણસ પણ મોટું કામ કરી શકે. સભા : સમવસરણ ન રચાય ત્યારે શું ?
સાહેબજી : કેવલજ્ઞાન પછી ભાવતીર્થંકરની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ હાજર હોય જ છે. તેઓ સુવર્ણકમળ આદિ સુંદર બનાવે, છત્ર-ચામર પ્રભુને ત્યારે પણ વીંઝાતા હોય. તે સુવર્ણકમળ પર બેસીને પ્રભુ દેશના આપે, પણ ત્યારે સમવસરણ જેટલું બાહ્ય ઐશ્વર્ય ન હોય.
સભા : ચતુર્મુખ હોય ? સાહેબજી : ના, ચતુર્મુખ ન હોય; પરંતુ પ્રભુના વાણીના પાંત્રીસ ગુણો ત્યારે પણ હોય. સભા : સમવસરણ ન હોય તો ગણધરો આદિ ક્યાં બેસે ?
સાહેબજી : પ્રભુની પાસે યોગ્ય ભૂમિ પર બેસે. ધર્મશાસન સ્થાપ્યા પછી તીર્થકરો જ્યાં પણ જાય ત્યાં ત્યાં ગણધરો ચોવીસે કલાક તેમના પડછાયાની જેમ તેમની સાથે રહે. એમાં પણ નિયમ એવો છે કે બને ત્યાં સુધી મુખ્ય, જ્યેષ્ઠ ગણધર જ સાથે હોય. વીરપ્રભુ જ્યાં જ્યાં જાય
ત્યાં ગૌતમ મહારાજા સાથે હોય. આખા શાસનમાં મોટા છે, છતાં પ્રભુ પાસે બાળકની જેમ વિનયથી બેસે. મોટે ભાગે જ્યેષ્ઠ ગણધર જ પડછાયાની જેમ સાથે રહે, છતાં કોઈ કારણસર પ્રભુની આજ્ઞાથી દૂર જાય ત્યારે બીજા ગણધર સેવામાં સતત રહે; પરંતુ પ્રભુ કોઈ દિવસ એકલા ન હોય. તીર્થકર સાથે સરખામણી કરતાં આચાર્ય માટે પણ શાસ્ત્રમાં કહ્યું કે આચાર્ય કદી એકલા ન હોવા જોઈએ; કારણ કે તેમાં તેમનો મોભો, બહુમાન, ગૌરવ ન જળવાય. તેઓ જ્યાં જાય ત્યાં શિષ્યો સતત સેવામાં હાજર જોઈએ. સભા : દરેક વખતે સમવસરણ ન રચાય તેમાં કારણ શું ?
સાહેબજી : સામાન્ય દેવતાઓ ન બનાવી શકે અને ઇન્દ્ર કે મહદ્ધિક દેવો સતત હાજર જ હોય, એવું નથી.
પહેલા સમવસરણની રચના અવસરે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવતાઓ વિપુલ સંખ્યામાં આવે. તે સૌનાં સામર્થ્ય, ઋદ્ધિ ક્રમ પ્રમાણે ચડિયાતાં હોય १. तथा - श्रीतीर्थकृतां समवसरणाभावे व्याख्यानावसरे चतुर्मुखत्वं स्यान्न वेति प्रश्नोऽत्रोत्तरं-तीर्थकृतां "दानशीलतपोभावे"ति श्लोकवृत्त्यनुसारेण समवसरणे देशनावसरे चतुर्मुखत्वं सम्भाव्यत इति।।५९।।
(विजयसेनसूरिजी प्रसादित, पं. शुभविजय गणि संकलित - सेनप्रश्न, द्वितीय उल्लास, प्रश्न-५९) २. भगवतश्च पादमूलमेकेन गणधरेणाविरहितमेव भवति, स च ज्येष्ठो वाऽन्यो वेति, प्रायो ज्येष्ठ इति,
(ાવથવનિર્વવિર પર્વ માણ મારા-૨, સ્નો પદ ટીવા) * भगवतश्च पादमूलं जघन्यत एकेन गणिना-गणधरेणाऽविरहितं भवति, स च ज्येष्ठोऽन्यो वा भवेत्, प्रायो ज्येष्ठ एव ।
(વૃદત્પસૂત્ર -૨૨૮૩, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org