________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૧૫ દેશના તો ગણધરો આપે, વધારે વિવેચન તેમાં જ હોય. ત્રિપદી સાંભળીને ઊહાપોહ કરવાથી ગણધરોને સર્વશાસ્ત્રોનો બોધ થઈ જાય.
ગણધર ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા :
આ background તૈયાર થયું, પૂર્વભૂમિકા તૈયાર થઈ. ગણધરો મનમાં દ્વાદશાંગીના ધારક બને એટલે તીર્થસ્થાપનાનો અવસર આવે, ત્યારે અવસરજ્ઞ એવા સૌધર્મેન્દ્ર ઊભા થાય. સમવસરણમાં પ્રભુના અતિશયરૂપે દેવદુંદુભિ આદિ વાગતું હોય છે, જેના સુંદર ધ્વનિથી વાતાવરણ સતત સંગીતમય હોય. તેને પણ હાથના ઈશારાથી ઇન્દ્ર મહારાજા શાંત કરાવે, નીરવ શાંતિ ફેલાવે. પછી સુગંધી વાસક્ષેપથી ભરેલ રત્નજડિત સુવર્ણનો થાળ લઈને પ્રભુ પાસે વિનયથી ઊભા રહે. તીર્થંકર પણ પોતાની પાદપીઠ પર પગ મૂકીને સિંહાસન પરથી ઊભા થાય. પ્રભુ સન્મુખ અગિયાર ગણધરો મંડલી આકારે અર્ધનતમસ્તકે હાથ જોડીને ઊભા રહે. મનમાં ભાવ એ છે કે “અમે કરેલું તત્ત્વચિંતન અને તેના આધારે રચેલ સૂત્રાત્મક દ્વાદશાંગી યથાર્થ છે, તો સંમતિની મહોરછાપરૂપ આજ્ઞા આપો.” પ્રભુ પણ અગિયાર ગણધરોના મસ્તક પર સંમતિની મહોરછાપરૂ૫ વાસક્ષેપ ક્રમથી નાંખે, ત્યારે સાથે આશીર્વાદપૂર્વક બોલે કે “હું દ્રવ્ય-ગુણ-પર્યાયથી આખા તીર્થની અનુજ્ઞા ઇન્દ્રભૂતિને આપું છું.” તે જ પ્રમાણે બાકીના દસને પણ ક્રમશઃ નામ બોલવાપૂર્વક ભગવાન તીર્થની અનુજ્ઞા આપે અર્થાત્ શાસનના સર્વ અધિકારો ગણધરોને સુપ્રત sul. This is delegation of powers and empowerment process of religious rights. ધર્મસત્તાનું સંચાલન કરવાના તમામ rights (અધિકારો) હું આમનામાં vest કરું છું, સ્થાપિત કરું છું, એમ કહેવાનો ભાવાર્થ છે. વ્યક્તિ પાસેથી જેટલું ઊંચું કામ કરાવવું હોય તેટલી ઊંચી સત્તા તે વ્યક્તિને આપવી પડે, વગર સત્તા-અધિકારે કામ ન થાય. १. खइयंमि वट्टमाणस्स निग्गयं भयवओ जिणिंदस्स। भावे खओवसमियंमि वट्टमाणेहिं तं गहियं । ७३५।। व्याख्या- क्षायिके वर्तमानस्य भगवतो निर्गतं जिनेन्द्रस्य भावे, भावशब्दः उभयथाऽप्यभिसम्बध्यते, भावे क्षायोपशमिके वर्तमानैः 'तत्' सामायिकमन्यच्च श्रुतं गृहीतं, गणधरादिभिरिति गम्यते। तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि, प्रणिपत्य पृच्छा निषद्योच्यते, भगवांश्चाचष्टे-उप्पण्णे इ वा विगमे इ वा धुवे इवा, एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद्गणभृताम् 'उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात्, ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति, ततो भगवमणुण्णं करेइ, सक्को य दिव्वं वइरमयं थालं दिव्वचुण्णाणं भरेऊण सामिमुवागच्छइ, ताहे सामी सीहासणाओ उद्वित्ता पडिपुण्णं मुट्ठि केसराणं गेण्हइ, ताहे गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा इसिं ओणया परिवाडीए ठायंति, ताहे देवा आउज्जगीयसदं निरंभंति, ताहे सामी पुव्वं तित्थं गोयमसामिस्स दव्वेहिं गुणेहिं पज्जवेहिं अणुजाणामित्ति भणति चुण्णाणि य से सीसे छुहइ, ततो देवावि चुण्णवासं पुष्फवासं च उवरिं वासंति, गणं च सुधम्मसामिस्स धुरे ठवेऊण अणुजाणइ। एवं सामाइयस्सवि अत्थो भगवतो निग्गओ, सुत्तं गणहरेहितो निग्गतं, इत्यलं विस्तरेणेति गाथार्थः । (ग्रन्थाग्रम् ७०००)।
(વયવસૂત્ર નિવૃત્તિ પર્વ માણ મા-૨, સ્નોવ-૭રૂપ, મૂત્ર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org