________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૧૩ દેખાય. સૃષ્ટિનાં સનાતન સત્યો, પદાર્થવિજ્ઞાનના વૈશ્વિક નિયમો (universal laws) સર્વ નયવાદ અને સ્યાદ્વાદ ત્રિપદીમાં જ સમાય છે. ત્રિપદી જ તેનું ઉદ્ગમબિંદુ છે, આદ્યગંગોત્રી છે. તે તત્ત્વમાંથી જ શ્રેષ્ઠ જીવનદૃષ્ટિરૂપ આદર્શો અને ઉત્તમ આચારમાર્ગ સ્થાપિત થાય છે. આ ત્રિપદી બેનમૂન છે. જૈનદર્શન સિવાય બીજા કોઈ પણ ધર્મવાળા આ ત્રિપદીનો સ્વીકાર નહીં કરી શકે; કેમ કે કોઈની પણ પાસે આવું પદાર્થવિજ્ઞાન જ નથી, તે તો એકમાત્ર તીર્થકરોની જ દેન છે. જેટલા અન્ય ધર્મો છે, તેમાં કોઈ કહી ન શકે કે “વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, છતાં તે સ્થિર છે.' તેવું બોલવા જાય તો તેમનાં શાસ્ત્રોમાં જ વિરોધ આવે; કારણ કે ભારતનાં આર્યદર્શનો પણ એક-એક નયને આગ્રહપૂર્વક સ્થાપે છે. કોઈની પાસે અનેકાંત સિદ્ધાંત (absolute relativity) છે નહીં. આ ત્રિપદીને સ્યાદ્વાદમુદ્રા કહી છે. વિશ્વનો કોઈ એવો પદાર્થ નથી, આ વિશ્વમાં એવું કોઈ અસ્તિત્વ નથી કે જેમાં સિદ્ધાંતરૂપે આ ત્રણ પદનો અર્થ સમાયેલો ન હોય. ત્રિપદી વિશ્વવ્યાપી-universal છે. તમે પહેરેલું શર્ટ પણ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને ધ્રુવ છે. એ રીતે જ ચશ્માં, ભીંત, ટેબલ કોઈ પણ અસ્તિત્વ લો, તેમાં આ ત્રણે ઘટે છે. ત્રિપદી પર મંથન કરનારને અનેકાંતવાદનાં રહસ્યો આપમેળે ખૂલે. પ્રભુએ ગણધરોની બીજબુદ્ધિમાં આ ત્રિપદી મૂકી. બીજબુદ્ધિ એટલે જેમ એક બીમાં વિકાસ પામીને દુનિયાના કોઠારો ભરાય તેટલું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, તેમ ગણધરોને એક બીજરૂપ તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત મળે તેના ઉપર પરિશીલન કરતાં સર્વ શ્રુતનાં રહસ્યો ખૂલી જાય, આખા જગતનું જ્ઞાન વિકસિત થઈ જાય. નમુત્થણે સૂત્રમાં “લોગપજ્જો અગરાણ' પદથી કહ્યું છે કે તીર્થકરોએ માત્ર ત્રણ વચનો દ્વારા ગણધરોની પ્રજ્ઞામાં આખા લોકનો-વિશ્વનો પ્રદ્યોત-પ્રકાશ કર્યો, સમગ્ર સચરાચર સૃષ્ટિનાં વાણીથી કહેવા યોગ્ય રહસ્ય પ્રકાશિત કર્યા. આ વિશ્વનો એવો કોઈ પદાર્થ નથી કે જેનું ગણધરોને ત્રિપદી દ્વારા તત્ત્વરૂપે જ્ઞાન ન થયું. અરે ! આખું meta physics (પદાર્થવિજ્ઞાન), તમામ વૈશ્વિક નિયમો-universal laws, તેને તર્કપૂર્વક રજૂ કરનાર નયવાદ અને તેનો શ્રેષ્ઠ સમન્વય કરનાર સ્યાદ્વાદ, બધું જ સ્પષ્ટ સમજાઈ ગયું. જેને આ દ્રવ્યાનુયોગ સાંગોપાંગ સમજાઈ જાય તેના મગજમાં પુરુષાર્થના લક્ષ્યબિંદુઓરૂપ આદર્શ, અને તેને પામવાનું સાધન આચારમાર્ગ, સ્વયં સ્ફરવા લાગે. પ્રભુએ ત્રિપદી આપીને ગણધરોને ધર્મસત્તાના સર્વાધિકાર સુપ્રત કરવા યોગ્ય જ્ઞાની બનાવ્યા. જોકે ઇન્દ્રભૂતિ આદિ પહેલાં પણ સાવ અજ્ઞાની-અબૂઝ તો નહોતા જ, વેદવિદ્યા અને શાસ્ત્રોના જ્ઞાનના ભંડાર હતા; પરંતુ ધર્મસત્તાનું સાંગોપાંગ જ્ઞાન નહોતું, તે ત્રિપદી દ્વારા મળવાથી તેઓ પરિપક્વ જ્ઞાની બન્યા.
સભા : આદિનાથ પ્રભુના ગણધરો તો પહેલાં ધર્મ જાણતા નહોતા, તો આટલું જ્ઞાન કેવી રીતે પ્રગટ્યું? १. "गणहर"त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलंभानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः,
(૩vશપ મહાપ્રન્ચ, સ્નો-૪૨૨, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org