________________
૨૯૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા : તો તેનું શું કરવાનું ?
સાહેબજી તેમના નિમિત્તે સત્કાર્યમાં વાપરવાનું. સત્ત્વશાળીએ પોતાના કૌવતથી, સ્વપુરુષાર્થબળે જીવવાનું છે.
સભા : રાજા રાજકુંવરને વારસામાં રાજ્ય આપી જાય છે ને ?
સાહેબજી : તે તો રખેવાળી કરવા. આર્યપરંપરાનો આદર્શ એવો છે કે રાજા પણ માને કે હું રાજ્ય કે પ્રજાનો માલિક નથી. આ રાજ્યસંચાલન દ્વારા મારે પ્રજાની સલામતી-સુરક્ષા સાચવવાની છે, જે એક રખેવાળીરૂપ છે. તેને માટે જ પ્રજા પાસેથી કર ઉઘરાવું છું. તેનો યોગ્ય ઉપયોગ રાજ્યનાં કર્તવ્યો અદા કરવા કરવાનો છે, નહિ કે મારા ભોગવિલાસમાં. બીજું રાજાની અંગત મૂડી રાજ્યના કોષ કરતાં જુદી જ હોય છે, જે સ્વોપાર્જિત પણ હોય. સારા રાજાઓ સ્વોપાર્જિત મિલકત વાપરતા અને વડીલોપાર્જિત મિલકતની સખાવત કરતા, અને રાજ્યના કોષનો તો રાષ્ટ્રના કાર્ય માટે જ ઉપયોગ કરતા, તેવાં આદર્શ દૃષ્ટાંતો ભારતના ઇતિહાસમાં મળે છે. અરે ! બ્રિટીશ રાજ્યની અનાર્ય વ્યવસ્થામાં પણ રાજકોષની મિલકત અને monarchની (રાજાની) મિલકત અલગ જ ગણાતી. તેથી સ્વરાજની ચળવળ પછી સરદાર વલ્લભભાઈએ જ્યારે Union of India સાથે તે તે રાજાઓના રાજ્યનું સમજૂતિ કે દબાણથી એસેસન-જોડાણ કર્યું, અને તેના વળતરરૂપે રાજાઓને સાલિયાણાં (priy purses=Allowance from public revenue for the sovereign's private expenses - Advanced Law Laxicon by P. Ramanatha Aiyar 3rd Edition, 2005) આપવાનાં નક્કી કર્યા, પરંતુ તેમાં પણ દરેક રાજાની અંગત મિલકતને ભારત સરકાર લઈ શકી નહીં; કારણ કે તેના ઉપર તે તે રાજાઓનો વ્યક્તિગત હક્ક હતો. તેથી જ આગળ જતાં તેને પણ લૂંટવાના ઈરાદાથી આ તમારી સરકારે તેના પર ભારે Wealth Tax (મિલકતવેરો) લાદ્યો. ટૂંકમાં રાજ્ય એ રાજાની પણ અંગત property (મિલકત) નથી. ન્યાયપ્રદાતા-શરણદાતા એકમાત્ર ધર્મસત્તા :
પ્રભુનું ધર્મશાસન ચારે ગતિમાં, ચૌદ રાજલોકમાં વ્યાપેલું છે. જે તેમના સુરાજ્યમાં આવે, १. आददीत बलिं चापि, प्रजाभ्यः कुरुनन्दन । स षड्भागमपि प्राज्ञस्तासामेवाभिगुप्तये ।।२५।।
(શ્રી વેદવ્યાસ વિરવિત મહામારત, શાન્તિપર્વ અધ્યાય-૬૨) * येन केन प्रकारेण, धनं सञ्चिनुयानृपः । तेन संरक्षयेद्राष्ट्र, बलं यज्ञादिकाः क्रियाः ।।२।। बलप्रजारक्षणार्थ, यज्ञार्थं कोशसंग्रहः । परत्रेह च सुखदो, नृपस्यान्यश्च दुःखदः ।।३।। स्त्रीपुत्रार्थं कृतो यश्च, स्वोपभोगाय केवलम् । नरकायैव स ज्ञेयो, न परत्र सुखप्रदः ।।४।।
(શુક્રનીતિ, અધ્યાય-૪-નિરૂપ) ૨. .... નોરોત્તરો નો પતિ-ત્નો નોવેવસ્લનાાત્રિનોવીશસ્ત્રિોનાસ્ત્રિનેત્રસ્ત્રિપુરાન્તીા સ્વ. વસ્ત્રાહ્નો., વની વન્નક્ષ: ૨૦|
(हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-१०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org