________________
૨૯૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ગુનામાં નાખે, અને પછી જજની ખુરશી પર બેસીને તેને સજા ફટકારે ? તો આવા જજને તમે કેવો કહો ? ગુંડાનો ગુંડો કે બીજું કાંઈ ? પહેલાં ફસાવે અને પછી સજા ફટકારે આ જ કર્મનું કામ છે. કર્મે અત્યાર સુધી આપણા આત્મા સાથે આ ક્રમ જ રાખ્યો છે. ચોવીસે કલાક તમને અંદરથી પાપની પ્રેરણા કર્મ જ આપ્યા કરે છે. તમારા મનમાં અશુભભાવ જાગે છે તેનો મૂળ સ્રોત મોહનીય આદિ કર્મો છે. લગભગ જીવસૃષ્ટિ આ કર્મના અન્યાયી તંત્રમાં ફસાયેલી છે. ૮૪ લાખ જીવાયોનિનું અવલોકન કરતાં તમને થવું જોઈએ કે આ કર્મના અન્યાયનું સર્જન છે. એક જીવ કૂતરો થયો કે એક નરકમાં ગયો, તો તે કર્મની કનડગત છે. વળી, ત્યાં જઈને પણ જીવ પાસેથી નવા અન્યાય જ કરાવે છે. અન્યાયમાંથી અન્યાયનું જ સર્જન છે, અન્યાયની પરંપરા છે. સંસાર એટલે અન્યાયનું વિષચક્ર છે, it has no end-તેનો કોઈ અંત નથી. જીવો બીજાને અન્યાય કરે, ફળસ્વરૂપે પોતે અન્યાય મેળવે. “દુઃખ આપો અને દુઃખી થાઓ” આ ક્રમ મૂઢ જીવોમાં કર્મના વિષચક્રના કારણે ચાલુ જ છે. આ જ ભવચક્ર છે.
સભા : Stop ક્યાંથી થવું ? અટકવું ક્યાંથી ?
સાહેબજી : અરે જેનો આદિ-અંત દેખાતો નથી, એવા આ કર્મસત્તાના અનાદિના વિષચક્રને ભેદવા, તેનો મૂળથી અંત લાવવા જ આ ધર્મસત્તા છે, તીર્થકરોએ તેના માટે જ સ્થાપી છે. આખા વિશ્વ પર ધર્મસત્તાનું એકચક્રી સામ્રાજ્ય છે. કર્મસત્તાના સંપૂર્ણ વર્ચસ્વમાંથી, અન્યાયદુઃખમાંથી જીવને મુક્ત કરવાનું પ્રચંડ સામર્થ્ય તેનામાં છે, માત્ર ભાવથી શરણે આવવાની જરૂર છે.
સભા : પણ જીવને કર્મસત્તા જ ધર્મસત્તાને શરણે નથી જવા દેતી.
સાહેબજી : ગુંડાઓ તો કોઈને પોતાના સકંજામાંથી સ્વેચ્છાએ છોડે જ નહીં. તમારા મુંબઈની માફિયા ગેંગમાં કોઈ ફસાયો હોય તો પછી ગેંગનો લીડર તેને સહેલાઈથી છૂટવા દે?
સભા : સંઘર્ષ માટે પણ કર્મની સહાય તો જોઈએ ને ?
સાહેબજી : ના, કર્મ સામે લડવામાં કર્મની સહાય તો સીધી ન જ મળે. વળી, આત્માએ જ જાગ્રત થઈને, સાવધાન થઈને કર્મના સકંજામાંથી નીકળવાનો જાતે જ પુરુષાર્થ કરવાનો છે. બળવાન માફિયા સરદારની ગેંગમાં ફસાયેલો જેમ હોશિયારીપૂર્વક સાવચેતી રાખીને ધીમે-ધીમે બહાર નીકળે છે; ગુંડા સાથે પહેલાં વિશ્વાસનો વ્યવહાર કરે, પછી ધીમે-ધીમે અંદરથી સરકવાનું ચાલુ કરે. હા, તેમાં ભેદનીતિરૂપે છળ-કપટનો પણ ઉપયોગ બાહોશીથી કરે. તેમ કર્મ કે મોહ સાથે પણ ભેદનીતિની વાત જ શાસ્ત્રમાં આવે, છતાં રક્ષણ તો ધર્મસત્તા જ કરે. કર્મસત્તા સામે એકમાત્ર શરણ તો ધર્મસત્તા જ છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજાએ શાંતસુધારસમાં કહ્યું કે “પત્ની પાય રે પાતય માં નિન I હે ધર્મસત્તા ! તું મારું પાલન કર, १. निरालम्बा निराधारा विश्वाधारो वसुन्धरा। यच्चावतिष्ठते तत्र धर्मादन्यद् न कारणम्।।९८ ।। सूर्याचन्द्रमसावेतौ विश्वोपकृतिहेतवे। उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात्।।९९।। अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा। अनाथानामसौ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org