________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૮૫ પોતાની મુઠ્ઠીમાં રાખે છે. જીવ અજ્ઞાનને વશ ફસાઈને કર્મને આધીન થઈ જાય છે. કર્મ અપરાધ કરાવીને સજા આપે, તે સજા ભોગવતાં જીવ ફરી નવા અશુભભાવો કરી નવાં પાપકર્મ બાંધે, પાછી નવી-નવી સજા થાય, એમ આ વિષચક્ર ચાલ્યા જ કરે. આ વિષચક્રનો driving force (ચાલક બળ) પાપ કરાવનાર કર્યો છે. તેથી આ વિશ્વમાં ઘોર અન્યાયી, અન્યાયનું મજબૂત તંત્ર ચલાવનાર કર્મસત્તા કહી છે.
વળી, કર્મ છે powerful (શક્તિશાળી). તે માત્ર નબળા જીવોને જ ફસાવે છે, તેવું નથી; દુન્વયી દૃષ્ટિએ તો કહેવાતા મોટા મોટા સત્તાધીશો કે શ્રીમંતો પણ કર્મના પગ તળે રગદોળાય છે. તેમની કાયમની ચોટલી કર્મના હાથમાં જ છે. જેમ ગેંગમાં ફસાયેલાને ગુંડાનો સરદાર કામ માટે મોટો પણ બનાવે, છતાં દબાવવાનો control તો તેની પાસે જ હોય છે. તેમ ધર્મસત્તાને શરણે ન ગયેલ હોય તેવા સત્તાધીશો કે મગતરાઓ, શ્રીમંતો કે રાંકડાઓ બધા પૂરેપૂરા કર્મની મુઠ્ઠીમાં જ છે. અરે ! ધર્મસત્તાનું શરણું સ્વીકારનારા ઉત્તમ પુણ્યાત્મા જીવો પણ નરેન્દ્ર, ચક્રવર્તી કે ઇન્દ્રો બન્યા પછી પણ, જો ભૂલથાપ ખાય તો કર્મની ચુંગાલમાં ફસાઈ જાય છે. તેથી કર્મનું દુષ્ટ તંત્ર પોતાનો વિશાળ પંજો ફેલાવી આ સૃષ્ટિમાં પ્રવર્તી રહ્યું છે; અને દુનિયાનાં તમામ અનિષ્ટોનું મૂળ પણ આ કર્મસત્તામાં છે. આ વાત જૈન philosophyમાં (તત્ત્વજ્ઞાનમાં) જ છે, બીજા ધર્મોમાં તો ઈશ્વર જ સમગ્ર દુનિયાનું સંચાલન કરે છે, તેવી વાત છે. જૈનધર્મ કહે છે કે તે વાત બંધબેસતી નથી. ઈશ્વરે તો વાસ્તવમાં ન્યાયની સત્તા સ્થાપી છે. આ સૃષ્ટિમાં ન્યાયનું તંત્ર ઈશ્વરને આભારી છે; જ્યારે અન્યાયનું તંત્ર, તેનું આખું સંચાલન કર્મને આભારી છે. તમે માનો છો કે કર્મ ન્યાય તોળે છે, તે તમારી ગેરસમજ છે. શાસ્ત્રમાં તો કર્મને અન્યાયનું તંત્ર ચલાવનાર તરીકે જ ઓળખાવેલ છે. આ દુનિયામાં જેટલી પણ દુષ્ટતા છે તે કર્મને આભારી છે. આત્મા મૂળથી દુષ્ટ પ્રકૃતિનો નથી. જૈન philosophy (તત્ત્વજ્ઞાન) પ્રમાણે તો આત્મા મૂળ પ્રકૃતિથી નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનંત ગુણોનો સ્વામી, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. અરે ! જેવો સિદ્ધ પરમાત્માનો આત્મા છે, એવો જ તમારો, મારો કે ક્ષુદ્ર જીવ-જંતુનો આત્મા છે. ચેતન તરીકે ચેતન નિર્મળ છે, તેમાં દુષ્ટતા, વિકૃતિ જે આવી છે તે કર્મને આભારી છે. કર્મનું કામ માત્ર અપરાધીને સજા કરવાનું નથી, પરંતુ અપરાધ કરાવવાનું પણ છે.
સભા : સારાં કામ પણ કર્મ જ કરાવે છે ને ? સાહેબજી : સારાં કામ સીધું કર્મ નથી કરાવતું, સારાં કામ આત્મા પોતાના પુરુષાર્થથી કરે
१. सर्वानर्थसार्थप्रवर्तकाश्चैते धनादयः, तस्मान्नैतेषु सुन्दरा निर्वाहकत्वबुद्धिः। न चेयं प्रकृतिर्जीवस्य, यतोऽनन्त ज्ञानदर्शनवीर्यानन्द-रूपोऽयं जीवः, अयं तु धनविषयादिषु प्रतिबन्धोऽस्य जीवस्य कर्ममलजनितो विभ्रम इति तत्त्ववेदिनो मन्यन्ते,
(૩૫મિતિ, પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org