________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૨૭૯ સહભાગી બને જ છે. આ લોકોત્તર ન્યાયની પરાકાષ્ઠા જૈનશાસનમાં જ છે. તીર્થકરો જીવમાત્રને ન્યાય અપાવનાર છે. એ ન્યાય લોકમાં સતત પ્રવર્તતો રહે તે માટે જ ધર્મસત્તાની સ્થાપના છે. કર્મસત્તાની નબળા જીવો પર ભારે જોહુકમી :
કર્મસત્તા તો ચોરના પેટની છે. ત્રાસવાદીઓ જેમ પોતાની હકૂમત દાદાગીરીથી ચલાવે, તેમ કર્મસત્તા નબળા જીવોને પીસે છે. કર્મસત્તા ન્યાય આપે છે તે સમજણ જ ખોટી છે. કોઈ વ્યક્તિ કોઈ માણસને પ્રેરણા આપી ચોરી કરાવડાવે, અને ત્યારબાદ તે માણસને પકડીને તે જ વ્યક્તિ સજા ફટકારે, તો તે સાચો ન્યાય તોળનાર છે કે ગુંડો છે ? આજની કોર્ટમાં પણ કોઈ ન્યાયાધીશે હાજર થયેલા અપરાધીને અપરાધ કરવામાં સહાય કરી હતી, કે સલાહ-સૂચન આપ્યાં હતાં, તેવું પુરવાર થાય, તો પહેલો બદમાશ ન્યાયાધીશ ગણાય કે હાજર થયેલો ગુનેગાર ગણાય ? કર્મસત્તા પણ આવું જ વર્તન કરનાર છે. પહેલાં આત્મા પાસે પાપ કરાવે, અને પછી તેની સજારૂપે દુઃખના કોરડા ફટકારે. અત્યારે પણ દુનિયામાં એવાં તંત્રો ચલાવનાર છે કે જે ભોળા લોકોને પહેલાં ગુનામાં ફસાવે અને ત્યારપછી તેનું blackmailingરૂપે શોષણ કરે. તેવાં કામ કરનારને સમાજમાં કોઈ સજ્જન ન કહે, તેમ આ સૃષ્ટિમાં જીવો સાથે કર્મ આ પદ્ધતિથી જ વર્તે છે. તેથી તેને ન્યાય તોળનાર કહેવું કે માનવું તે માગેરસમજ છે. ખરેખર તો આખા જગતમાં સાચો ન્યાય તોળનાર ધર્મસત્તા જ છે.
સભા : પાપ તો દુષ્ટ જીવ કરે છે ને ?
સાહેબજી : આ દુનિયામાં કોઈ પણ જીવ પાપ કરે છે તે મોહનીયકર્મની પ્રેરણાથી. મોહનીયકર્મ તે કર્મનો જ નાનો ભાઈ છે. જીવને તો કર્મે એવો ગૂંગળાવી નાંખ્યો છે કે બિચારાને કાંઈ ભાન જ નથી. પાપની પ્રેરણા આપી, પાપ કરવાની શક્તિ કે સામગ્રી પૂરી પાડે, પાપકર્મ કરાવી અપરાધી બનાવે પછી જીવને ઘોર દુઃખની સજા પણ પોતે જ ફટકારનાર આ કર્મસત્તા છે. તેને ઓળખાવવા અમારા શાસ્ત્રમાં ખૂબ સરસ ઉપમા છે, કે જેમ સુરાજ્ય પ્રવર્તાવનાર કોઈ રાજા પોતાના નગરની હદ પૂરી થાય ત્યારબાદ જંગલ આવે તો તે જંગલમાં ભીલો કે આદિવાસી જંગલી લોકોએ ચોરની પલ્લી જેવું સ્થાન ઊભું કર્યું, જેમાં ચોરોનો સરદાર ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓને લૂંટતો હોય, અથવા અડધી રાતે નગરોમાં છૂપી રીતે છાપા મારીને નગરજનોને લૂંટતો હોય, પરંતુ પોતાની પલ્લીમાં રાજ કરીને પોતે જ ન્યાય તોળતો હોય, તો તે ગુંડો કહેવાય કે ન્યાય તોળનાર કહેવાય ? તેમ કર્મસત્તા ચોરની પલ્લીના સરદાર જેવી છે. ન્યાયનું ત્રાજવું તો સજ્જનના હાથમાં શોભે. ગુંડો અપરાધીને સજા ફટકારે તે પણ
१. अहो विषमशीलतया समस्तजनविडम्बनाहेतभतयापि कालपरिणत्या कर्मपरिणामेन।
(उपमिति० प्रस्ताव-२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org