________________
૨૭૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ધર્મસત્તા પ્રત્યે અહોભાવ-પૂજ્યબુદ્ધિ રાખે. મનમાં સમજે કે “અમારા કરતાં ઊંચાં લોકકલ્યાણનાં કાર્યો અને ફરજ ધર્મસત્તા બજાવે છે, પ્રજાને અપરાધશૂન્ય રાખવામાં તેનો મોટો ફાળો છે; અને ધર્મસત્તાને કોઈ પણ જાતની સુરક્ષા કે સેવા જોઈતી હોય તો રાજ્ય પૂરી પાડે', ઘણા રાજામહારાજા તો ધર્મક્ષેત્રે મોટાં દાનો પણ કરતા; પરંતુ ધર્મસત્તાના અધિકારોને ઝૂંટવવા કે દબાવવા તે સુરાજ્યનું કામ ન હતું. આમ, બંનેની સત્તા, કર્તવ્યો, અધિકારો જુદાં છે; છતાં પરસ્પર માર્ગદર્શક અને સહાયક બનવાની પરંપરા છે. ટૂંકમાં, રાજસત્તા લૌકિક ન્યાય પ્રવર્તાવે, ધર્મસત્તા લોકોત્તર ન્યાય પ્રવર્તાવે. પોતપોતાના ક્ષેત્રમાં બંને સુબદ્ધ માળખું અને તંત્ર ચલાવે. લોકોત્તર ન્યાય તો ધર્મની જ monopoly છે, તે કોઈ રાજ્યના કર્તવ્ય, મર્યાદામાં આવતો નથી.
સર્વ ધર્મ પ્રત્યે સમાન આદર-બહુમાન - રાજ્યનું કર્તવ્ય :
આર્ય રાજાઓ એમ જ માનતા કે “અમારા કરતાં કાંઈ ગણાં ઊંચાં કર્તવ્ય ધર્મગુરુઓ કરે છે', તેથી તેઓ તેમને સ્વાભાવિક સન્માન આપતા. જૈનશાસ્ત્રો પણ એવું નથી કહેતાં કે જૈન રાજાએ જૈનધર્મને જ પીઠબળ આપવું અને બીજા ધર્મોનો અનાદર કરવો. ૫. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે “રાજા રાજસભામાં બેઠો હોય ત્યારે કોઈ પણ ધર્મના સંન્યાસી આવે, રાજાએ આદર-સત્કાર કરવો'; પછી ભલે તે રાજા વ્યક્તિગત કોઈપણ ધર્મને માનતો હોય, અનુસરતો હોય. સામાન્ય જૈન અનુયાયીને અમે કહીએ કે “ગમે તે ધર્મના ધર્મગુરુઓને પૂજ્યબુદ્ધિથી નમસ્કાર કરો તો મિથ્યાત્વ લાગે'; પણ રાજા માટે નિયમ છે કે “તેણે રાજ્ય તરફથી કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવો નહિ, સંત તરીકે સૌનો યોગ્ય આદર કરવો'. રાજ્ય કોઈ પણ ધર્મને વગર કારણે હલકો ચીતરે, વગોવે, સત્તાથી દબાવે કે ઓછું સ્થાન આપે, તો રાજાને પણ પાપ લાગે. વળી, ધર્મસત્તા પાસેથી કોઈ વળતર કે કરની અપેક્ષા રાખ્યા વિના - જ્યારે જ્યારે જરૂરી હોય ત્યારે – ધર્મસત્તાનું વિશેષ રક્ષણ પણ માગણી પ્રમાણે આપે. ધર્મગુરુઓ પ્રજાજન ન હોવા છતાં – કર આદિ લીધા વિના - તેમની પ્રજા કરતાં સારી સુરક્ષા કરવાની ફરજ રાજસત્તાની જ છે, જેનું બરાબર પાલન કરે.
અત્યારનું સરકારી તંત્ર જુદું છે. આજના કહેવાતા democratic republic secular stateમાં તો રાજ્ય એમ માને છે કે “ધર્મગુરુઓ પણ એક પ્રજાજન જ છે. ધર્મસત્તાનો સ્વીકાર આજનું રાજ્ય તો કરતું જ નથી. ધર્મોને રાજ્યના તાબા હેઠળ ગણીને જ, તેમની પાસેથી પ્રજાએ
१. स्वदेशग्रामयोः पूर्वं, मध्यमं जातिसंघयोः । आक्रोशाद्देवचैत्यानामुत्तमं दण्डमर्हति ।।१।।
(ક્રોટિત્રીય અર્થશાસ્ત્ર, ઘર-, અધ્યાય-૨૮) * पुराणेषूक्तमस्त्येवं ब्रह्मनिष्ठांस्तपोधनान्। रक्षस्तत्पुण्यषष्ठांशभाग्भवेदवनीपतिः।।१७।।
(ત્રિષષ્ટિશતાવાપુરુષારિત્ર, પર્વ-૨૦, ૩-૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org