________________
૨૪૬
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ માટે યુગલિકોને ભક્તિ, બહુમાન ઘણું છે, તેમના જ્ઞાન અને ઉત્તમ ગુણો ઉપર વિશ્વાસ છે. તેથી પ્રસ્તાવ મૂકે છે, ત્યારે નિઃસ્પૃહી ઋષભદેવ કહે છે કે “તે રીતે રાજા ન બનાવાય. અત્યારે પ્રજામાં કુલકર તરીકે નાભિકુલકર છે, જે લોકોની ફરિયાદનો નિવેડો લાવે છે. વિમલવાહનથી નાભિ સુધીના કુલકરો આ જવાબદારી નિભાવતા આવ્યા છે. તેથી તમે પણ તમારી ફરિયાદ નાભિકુલકરને કરીને તેમની પાસે યોગ્ય રાજાની માગણી કરો.” નાભિકુલકર દ્વારા ઋષભદેવની પ્રથમ રાજા તરીકે સ્થાપના :
આ બધા ભોળા યુગલિકો નાભિકુલકર પાસે જઈને કહે છે : તમે અમારો અન્યાય દૂર કરે અને ન્યાય આપે એવા એક રાજાની નિમણૂક કરો. અમારે ન્યાય પામવા સત્તાધીશ રાજા જોઈએ એવી ઋષભદેવના સંદર્ભ સાથે વાત કરી. ત્યારે નાભિકુલકરે કહ્યું “આ ભરતક્ષેત્રમાં હાલમાં જાણકાર, બુદ્ધિશાળી, જ્ઞાની હોય તેવો આ ઋષભ જ છે. તેથી ઋષભ જ તમારો રાજા થાઓ.”
આ શાસ્ત્રીય પ્રસંગ દ્વારા એ સમજવાનું છે કે “આ ભરતભૂમિમાં સૌથી પહેલી રાજ્યવ્યવસ્થાની સ્થાપના નાભિકુલકરે કરી છે, અને પ્રથમ રાજા ઋષભદેવ થયા છે'. સકલાઈતું સ્તોત્રમાં “મતિ પૃથિવીનાથં.બોલો છો તે ઋષભદેવને રાજા નીમનાર, રાજ્યસત્તાની સ્થાપના કરનાર નાભિકુલકર છે અને રાજા તરીકે પ્રથમ રાજ્ય ચલાવનાર, રાજ્યતંત્ર ગોઠવનાર ઋષભદેવ છે.
આ પહેલવહેલી રાજ્યવ્યવસ્થા ભરતભૂમિમાં સ્થપાઈ. તેના ઉદ્દેશ સમજાવી ધર્મતીર્થની સ્થાપનાના ઉદ્દેશને સમજાવવા પ્રયત્ન કરું છું. આ દુનિયામાં ભૌતિક ક્ષેત્રે સૌથી મોટી સત્તા રાજસત્તા છે. એના જેટલા powers (અધિકાર) બીજી કોઈ સત્તા-સંસ્થાને નથી, પરંતુ તેનો ઉદ્દેશ કેવળ માનવસૃષ્ટિમાં અન્યાયનો નાશ કરી ન્યાયની સ્થાપના કરવાનો છે. બીજા કોઈ ઉદ્દેશથી સત્તા ચલાવવા કે ભોગ ભોગવવા રાજ્ય સ્થાપનાની વાત કરી હોત કે ઋષભદેવે રાજ્ય ચલાવ્યું હોત, સંગઠન કર્યું હોત, તો ઋષભદેવને પણ પાપ લાગત; કારણ કે ઉદ્દેશમાં સ્વાર્થબુદ્ધિ ભળે છે. રાજ્યવ્યવસ્થા ચલાવવા આખી પ્રજામાં સામ-દામ-દંડ-ભેદનીતિપૂર્વક સંચાલન કરવું १. सर्वाभीष्टकरं नीतिशास्त्रं स्यात्सर्वसंमतम् । अत्यवश्यं नृपस्यापि, स सर्वेषां प्रभुर्यतः ।।१२।।
(શુક્રનીતિ, અધ્યાય-૨) २. ततो भगवता अश्वा हस्तिनो गावः, एतानि चतुष्पदानि तदा गृहीतानि राज्यसङ्ग्रहनिमित्तम्, तथा उग्रा उग्रदण्डकारित्वात् राजविशेषाः, तथा भोजा गुरुस्थानीयाः तथा राजन्या समानवयसः, तथा उक्तव्यतिरिक्ता क्षत्रियाः, एषां च सङ्ग्रहं राज्यार्थं चकार।
(उपदेशमाला श्लोक-३ हेयोपादेया टीका) * स्वाम्यमात्यसुहत्कोशराष्ट्रदुर्गबलानि च । सप्तांगमुच्यते राज्यं, तत्र मूर्धा नृपः स्मृतः ।।६१।। दृगमात्यः सुहच्छ्रोत्रं, मुखं कोशो बलं मनः । हस्तौ पादौ दुर्गराष्ट्र, राज्यांगानि स्मृतानि हि ।।६२ ।।
(શુક્રનીતિ, અધ્યાય-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org