________________
૨૪૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ કરવો, ઘુરકિયાં કરવાં, નબળાનું પડાવી લેવું આદિ; જંગલી વર્તન જ કરતા હોય છે. દુર્ગતિઓમાં rule of jungleનો કાયદો છે. ત્યાં ન્યાયની કોઈ વાત નથી, ત્યાં અન્યાય જ કાયદો છે. જેમ જંગલમાં નાના પશુને મોટાં મારે - કીડાને ચકલી, ચકલીને કાગડા, કાગડાને કૂતરા, અને કૂતરાને તેની ઉપરના મારે - તક મળે એકબીજાને માર્યા કરે. પરસ્પર એક જાતિના ભેગા થાય તોપણ એકના મોઢામાંથી બીજો પડાવી લે. બળિયાના બે ભાગ જેવું, અરે ! બે ભાગ જ નહીં, પણ બળિયાના જ બધા ભાગ, તેવો ન્યાય પ્રવર્તે. નબળાનું શોષણ થાય, બધા તેના પર વિતાડે, તેનું જે હોય તે છિનવાઈ જાય. અહીં મનુષ્યસમાજમાં કહે છે કે “મારાથી અન્યાય સહન થતો નથી', પરંતુ આવા ભવોમાં તો અન્યાય સિવાય બીજી વાત જ નથી. જીવો સતત એકબીજા પર તરાપ માર્યા કરે છે. દરિયામાં પણ શાંત જળ નથી. તેમાં પણ નાનાં માછલાંને તેનાથી મોટું, તેને તેનાથી મોટું ગળી જાય; એવી હરિફાઈ ચાલ્યા જ કરે છે. વગર વાંકે, વગર અપરાધે એક જીવ, બીજા જીવને અન્યાય કર્યા કરે અને તે પણ બીજા પાસેથી અન્યાય પામ્યા કરે. જંગલિયત, અસભ્યતા, ક્ષુદ્ર પરિણામો, સંક્લિષ્ટ ભાવો, આર્ત-રૌદ્રધ્યાન, અશુભ લેશ્યા આદિ દુર્ગતિમાં છવાયેલાં છે. દુર્ગતિનું અવલોકન કરનારને સ્પષ્ટ લાગે કે “સંસાર પારાવાર અન્યાયથી ભરેલો છે. ચારેબાજુ ભયાનક શોષણનું જ વાતાવરણ છે'. નરકમાં પણ જીવો પરસ્પર લડ્યા કરે છે. વગર વાંકે એકબીજાને માર્યા કરે છે. અરે ! નબળા ગણાતા એકેન્દ્રિયમાં પણ આ જ સ્થિતિ છે. એક ઝાડમાં જબરું પાંદડું, નબળાને ખાવા ન દે. નજીક રહેલાં ઝાડો પણ બીજાને ખાવાનું રોકી પોતે તગડા થાય; પેલું દુબળું થઈને મરી પણ જાય. પૃથ્વી, પાણીમાં તો જીવોનાં એક-બીજા ઉપર ખડકલાં હોય છે. દરિયાના તળિયે જે પાણી છે તેના પર બીજા પાણીની થપ્પીઓ પર થપ્પીઓ ગોઠવાયેલી છે. તમારા પર માણસોના થપ્પા કરીએ તો તમારી શું દશા થાય ? પૃથ્વીકાય, અપકાય વગેરેમાં આ સ્થિતિ છે. નિગોદમાં તો એક જ દેહમાં જન્મેલા અનંતા જીવો પરસ્પર ભીંસાઈ-ભીંસાઈને જીવે અને મરે.
આમ, દુર્ગતિમાં અન્યાયનું જ સામ્રાજ્ય છે. આમાં કોઈ ગતિ પસંદ પડે તેવી નથી. એકએક દુર્ગતિમાં અસંખ્ય કે અનંતા-અનંત જીવો ભરાયેલા છે. સૃષ્ટિનાં ૯૯.૯૯ % જીવો આ દુર્ગતિઓમાં જ સબડે છે, જ્યાં ન્યાયનો અંશ જ નથી. જીવોની પ્રકૃતિ જ એવી હોય કે અસભ્યતા, જંગલિયત સિવાય ફાવે નહીં. પોતે દુઃખમય જીવે અને બીજાને પણ એ રીતે દુઃખમય જિવાડે. ત્યાંનું વર્તન જોઈને જ ત્રાસ થાય. પારાવાર અત્યાચાર-શોષણ અને તીવ્ર દુઃખોથી ઊભરાતી દુર્ગતિઓ જોનારને ભયકારી છે. મંદકષાયથી સાહજિક પ્રવર્તેલું ન્યાય સામ્રાજ્ય :
તેની સામે ઊંચી ગતિઓમાં એવી જીવસૃષ્ટિ છે કે “જેના અત્યંત મંદ કષાયો છે, પુણ્યાઈને કારણે વિકસિત ભવ અને ઉત્તમ ભોગોને પામેલા તે જીવો છે; પરંતુ મંદ કષાયના કારણે ત્યાં અન્યાય, અસભ્યતા કે જંગલિયત જેવું કાંઈ નથી'. તેવી જીવસૃષ્ટિ તે કલ્પાતીત દેવો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org