________________
૨૩૬
ઉપકરણદ્રવ્યતીર્થ
સંસારમાં ધનના અનેક ઉપયોગ થાય છે, પરંતુ તે બધા માત્ર કોઈની ઇન્દ્રિયોની તૃષ્ણા કે મનના વિકાર-વાસના પૂર્તિ માટે જ હોય છે. તેથી તે ધન પાપપોષક જ છે; પરંતુ જે ધન ધર્મરૂપી ધનનું સાધન બને, તેના દ્વારા અનેકનાં જીવન પવિત્ર બને તેવી પ્રવૃત્તિઓ કે સાધનો ઊભાં થાય, તો તે ધન જગતના હિતમાં વપરાયું કહેવાય. અમે ધનના હિમાયતી નથી, પાપસાધન ધનની અમે નિંદા જ કરીએ છીએ, પરંતુ ધર્મદ્રવ્ય તો આ જગતનું પવિત્ર દ્રવ્ય છે. તેનાથી જ આ જગતમાં પવિત્ર સત્કાર્યોની શૃંખલા સર્જાય છે. તેથી તેવા ધનદાનની પ્રશંસા પણ કરીએ, ઉપદેશ પણ આપીએ અને અનુમોદના પણ કરીએ. હા, આ સાત-સાત પવિત્ર ક્ષેત્રમાં દાન આપવું તે પણ શ્રાવક-ગૃહસ્થનું કર્તવ્ય છે. ધનદાન તે સાધુનો ધર્મ નથી, તે સર્વવિરતિ કરતાં નીચલી કક્ષાનો ધર્મ છે. તેનું ગૃહસ્થની ભૂમિકામાં મહત્ત્વ છે. વળી, તેનાથી જિનશાસનનો માર્ગ જગતમાં અવિચ્છિન્ન વહેતો રહે તેવાં કાર્યો પણ થઈ શકે છે. તેથી તેવા સદુપયોગનું મહત્ત્વ ન આંકીએ તો ધર્મબોધની ખામી કહેવાય.
અત્યારે ઘણા કહે છે કે “ધર્મમાં પૈસાનો વ્યવહાર ક્યાંથી લાવ્યાં ? પૈસાની કિંમત કરવાથી ધર્મની પડતી થઈ. ભગવાને તો પરિગ્રહ છોડવાનો કહ્યો છે.” પણ આવો બકવાસ કરનારાને ખબર નથી કે ભગવાનના સમયથી જ ધર્મસાધક ઐશ્વર્યનો મહિમા ચાલ્યો જ આવે છે. પ્રભુના ઘણા અતિશયો પણ બાહ્ય ઐશ્વર્ય-સંપત્તિરૂપ જ હતા. વળી, સાતક્ષેત્ર અને તેમાં દાનની વિધિઓ કે ઉપદેશ પણ ત્યારથી જ ચાલ્યા આવે છે, તે વિના જૈનશાસન ટકે જ નહીં. વળી, અહીં ધનનું નહીં, પણ ધનના ત્યાગરૂપ દાન દ્વારા તેના સદુપયોગનું જ મહત્ત્વ છે. મૂર્ખાઓ ન સમજે અને ગમે તેમ બોલે તેથી ભરમાવા જેવું નથી. •
આ સાતક્ષેત્રના દાનની પણ ખૂબીઓ સમજવા જેવી છે. આ દાનનો ઉપયોગ ભોતિક એષણાઓ સંતોષવા માટે નથી. સામાજિક ક્ષેત્રે કરાતું દાન એ વ્યક્તિની ભૌતિક એષણાઓ કે જરૂરિયાતોને સંતોષવા માટે હોય છે. તેથી જૈનધર્મમાં ધાર્મિક ક્ષેત્રે કરાતું દાન આ સાતક્ષેત્રરૂપે જુદું તારવેલું છે, જેમાં જીવંત ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ, તેની રક્ષા અને સંવર્ધનની પ્રવૃત્તિઓ જ
१. एतदेव च गार्हस्थ्यसारम्, तथाचाह- "तं नाणं तं च विन्नाणं, तं कलासु अ कोसलं। सा बुद्धी पोरिसं तं च, વહિન્ને નં તા૨TI" તા
(થર્મસંપ્રદ મા-૨, શ્લો-, ટી) * गेहापणाङ्गसत्कार-कुटुम्बोद्वाहवस्त्रजाः। षडारम्भा विना प्रत्यारम्भं पापाय गेहिनाम्।।१३६ ।। प्रासादः पौषधागारं, देवार्चाऽऽस्तिकगौरवम्। तीर्थयात्रा सङ्घपूजा, प्रत्यारम्भाः शुभाय षट्।।१३७ ।।
(. સુવિનય તા ૩૫શત્પત્તિ:) ૨. સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રાણી ૭. ઇત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડ તેહ રે. પ્રાણી૦ ૮
(ઉપા. વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશનું સ્વતન, ઢાળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org