________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૨૯ ગોઠવવું હોય તો પહેલાં સ્થાપિત કરવું પડે કે આ દર્શનગુણ, જ્ઞાનગુણ કે ચારિત્રગુણ શેમાં પોષક બનશે. ત્રણેમાં નકામું હોય તો રાખવાની જ ના છે. ગોટાળા કરવાની ક્યાંય જગા જ નથી. નાનું છિદ્ર હોય તો મોટું છીંડું પાડો ને ? તેથી ખાસ ભલામણ છે કે જિનશાસનના દરેક ઉપકરણની વિશેષતા જાણવા, સમજવા જેવી છે.
સભા : ઉપકરણમાં કોઈ ક્રમ ખરો ?
સાહેબજી ઃ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે જ ક્રમ છે. જિનમંદિરમાં કેસર ઘસવાનો ઓરસિયો, ચામર, છત્ર, પંખો, પૂંજણી, મોરપીંછી, કળશ, થાળી, વાડકી, દીવો, ધૂપદાની આદિ તમામ દર્શનનાં ઉપકરણો છે. જિનભક્તિમાં વપરાતાં આ ઉપકરણો તમારા દર્શનગુણનાં પોષક છે. તમારા હૃદયમાં જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિ, બહુમાન, વિનયને પ્રગટ કરવા, પૂજાનો ઉપચાર કરવા આ જડ સાધનો પણ સહાયક સામગ્રી છે. તેથી તે દર્શનગુણપોષક ઉપકરણો છે. જોકે દરેકની વિશેષ ગુણપોષકતા જુદી-જુદી છે, તે તેના ઉપયોગ, ઉદ્દેશ અને વિધિઓથી સમજાય. આ ઉપકરણોને પણ તમારે હાથ જોડવાના છે, પગે લાગવાનું છે. તેની અવગણના, આશાતના ટાળવાની છે; કારણ કે તે ગુણની વૃદ્ધિમાં સહાયક સાધન છે. સહાયકનો ઉપકાર સ્વીકારી ઋણરૂપે સદ્યવહાર દર્શાવ્યો છે.
તે જ રીતે જ્ઞાનના ઉપકરણમાં પાટી, પોથી, ઠવણી, કવળી, સાપડા, સાપડી, ઓળિયા, દસ્તરી, વહી, કલમ, પેન, પેન્સિલ, કાગળ, દાબડા આદિ છે. આ બધાં સમ્યજ્ઞાન પામવામાં અને પામેલાને સ્થિર કરવામાં સહાયક સાધન-સામગ્રીરૂપ છે. તેથી તેનો પણ ઉપચારવિનય કરવાનો. જે રત્નત્રયીનું પોષક નથી તેનું જિનશાસનમાં ક્યાંય સ્થાન નથી :
તે રીતે જ ચારિત્રનાં ઉપકરણો ઓઘો, મુહપત્તિ, પાતરાં, પૂંજણી, દાંડો, દંડાસણ, આસન,
૧. નવમું સ્થાનક દર્શનપદનું ધ્યાએ હો લાલ કે પદનું “નમો દંસણ(સ્સ)' કરી જાપ કે પાપ પલાઇએ હો લાલ કે પાપ પણ અથવા સડસઠ લોગસ્સને ચિંતીએ હો લાલ લોગ સુગુરુ સુદેવ સુધર્મ એ દર્શનમંતીએ હો લાલ એ દર્શન૦. ૪૩. દર્શનના ઉપગરણ વધારો બહુ પરે હો લાલ વધારો) નિઃશંકાદિ દોષ નિવારી ચિત્ત ધરો હો લાલ નિવારી, જિમ હરિવિક્રમભૂપ જિનેંદ્રપદવી લહે હો લાલ જિનેંદ્રઢ દર્શનથી વળી જ્ઞાનચારિત્ર ગુણ ગહગહે હો લાલ ચારિત્ર) ૪૪.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન, ઢાળ-૪) ૨. જળકસ મસરુ ને પાઠાં માલ, પૂજીએ પોથી ને જ્ઞાન વિશાલ, ઠવણી સહેજ સંભાલ; વળી પૂજા કીજે ગુરુ અંગે, સંવત્સરીદિન મનને રંગે, બારસા સુણો એક અંગે;
(ભાવલબ્ધિસૂરિજી મ. સા. કૃત પર્યુષણની સ્તુતિ, ગાથા-૪) - નેમિ જિનવર દિયે દેશના, ભવિ પંચમી કરો આરાધના; પંચ પોથી ઠવણી વીંટાંગણા, દાબડી જપમાલા થાપના. ૩.
(પં. પદ્યવિજયજી કૃત નેમિનાથ જિન સ્તુતિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org