________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૨૭ ચોક્કસ અભિવ્યક્તિનો આગ્રહ કેટલો છે ! જિનપ્રતિમા દ્રવ્યતીર્થ છે, જીવંત ભાવતીર્થ નથી; છતાં તેમાં પણ એટલી ચોકસાઈ છે કે ભેળસેળ ચાલે જ નહીં.
સભા : સીમંધરસ્વામી ભાવતીર્થકરની પ્રતિમા દેરાસરમાં હોય છે જ ને ?
સાહેબજી : એમની પ્રતિમા પણ મંદિરોમાં સિદ્ધઅવસ્થાની છે. ભગવાન હાલમાં વિચરે છે તે વિચરણ અવસ્થાની પ્રવચનમુદ્રાવાળી એક પણ પ્રતિમા નથી. દુનિયાના બીજા ધર્મોમાં ઈશ્વરને ગમે તે અવસ્થામાં રજૂ કરાય છે, અને ગમે તે સ્વરૂપે પરમેશ્વર તરીકે પૂજાય છે, તેવું જૈનશાસનમાં નથી. તીર્થકરોનો મહિમા ગાઈએ, તેમ તેમની પણ પરમેશ્વર તરીકેની પ્રતિમા તો પૂર્ણઅવસ્થાની જ સ્વીકારીએ.
સભા : ઘણી જગાએ ઊભી પ્રતિમાઓ પણ હોય છે જ ને ?
સાહેબજી : હા, તીર્થંકરો બે મુદ્રામાં જ નિર્વાણ પામે છે : (૧) કાઉસ્સગ્નમુદ્રા અને (૨) પદ્માસનમુદ્રા. તેથી આ બે મુદ્રાની જ ધ્યાનશૂન્ય પૂર્ણ વિકસિત અવસ્થાની પ્રતિમા જ હોય છે. આ આલંબનોની ચોકસાઈનો શ્રેષ્ઠ નમૂનો છે.
સભા : ગુરુ ભગવંતની અપૂર્ણ હોવા છતાં પ્રતિમા હોય, તો તે જ ભવમાં પૂર્ણ બનનાર તીર્થકરોની અપૂર્ણ અવસ્થાની પ્રતિમા કેમ નહીં ?
સાહેબજી : અંતિમ ભવનાં તીર્થકરની ચ્યવન, જન્મ આદિ તમામ અવસ્થાઓનાં આલેખાયેલાં કે કંડારેલા ચિત્રો દર્શનીય છે; પરંતુ પરમેશ્વર તરીકે પ્રાણપ્રતિષ્ઠા તો પૂર્ણ એવી નિર્વાણ અવસ્થાને જ કરાય. ગુરુ, પ્રતિમામાં પણ પરમેશ્વર તરીકે પૂજાવાના નથી; જ્યારે તીર્થકરોને જિનમંદિરોમાં પ્રતિષ્ઠિત કરી પૂર્ણ પરમેશ્વર તરીકે રજૂ કરાય છે, તેથી તેમની મૂર્તિમાં અપૂર્ણતા ન ચાલે. દેવ અને ગુરુ બંને પૂજ્ય છે, પરંતુ પરમેશ્વર કરતાં ગુરુપદ નીચું છે. ગુરુ સાધક છે તે વાત સ્પષ્ટ છે, જ્યારે ઈશ્વર અધૂરાવાળી વ્યક્તિ ન હોય. તેથી કોઈને પણ ઈશ્વરરૂપે રજૂ કરવા હોય તો તેમની મુદ્રા પૂર્ણ અવસ્થાની જ જોઈશે. અરે ! ગૌતમસ્વામી કે સુધર્માસ્વામી ગુરુપદમાં છે, અને તે જ ભવમાં સાધના પૂર્ણ કરી મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે. તેથી તેમની બંને અવસ્થાની મૂર્તિ કરી શકો છો; પરંતુ જ્યારે સિદ્ધ અવસ્થાની મૂર્તિ રજૂ કરો ત્યારે ગૌતમસ્વામી પરમેશ્વર તરીકે પૂજાય, અને ગુરુમુદ્રાની પ્રતિમાં રજૂ કરો ત્યારે ભગવાનની પૂજા પછી જ ગુરુ તરીકે તેમની પૂજા કરી શકાય. અરે ! સિદ્ધાચલ પર પુંડરીકસ્વામીની પ્રતિમા દાદાની સામેના જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે, અને બાજુમાં આદીશ્વર ભગવાન આદિ તીર્થકરોની પણ પ્રતિમાઓ છે. હકીકતમાં તે પ્રભુના ગણધર હોવા છતાં સિદ્ધઅવસ્થાની મુદ્રા કર્યા પછી તે ઈશ્વરપદમાં જ બિરાજમાન થાય છે. તેથી તીર્થકરોની પ્રતિમાઓ સાથે મૂળનાયક તરીકે પણ સ્થાપી શકાય છે; કારણ કે અરિહંત કે સિદ્ધ તમામ સિદ્ધઅવસ્થામાં જ
૧. સિદ્ધ અવસ્થા કહીએ એહ, પર્યકાસન બેઠા જેહ; કાઉસ્સગ્ગ રહ્યા તેહ. ૪૬
(જ્ઞાનવિમલસૂરિજી કૃત જિનપૂજાવિધિનું સ્તવન, ઢાળ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org