________________
૨૨૪
ઉપકરણદ્રવ્યતીર્થ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિING, JOI ળિTIO| મવળિOTTOM ||૧||
(4ષ્પતિત પ્રdy{To શ્લોઝ-૧)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. દ્રવ્યતીર્થમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં આલંબનો અને ઉપકરણોની પ્રધાનતા :
આસન્નભવી જીવો ભવચક્રને પાર પામવા પુરુષાર્થ કરે છે, ત્યારે તેમને પાર પામવા રત્નત્રયી જ શ્રેષ્ઠ માર્ગ છે. આ રત્નત્રયી આત્મામાં પ્રગટાવવા પાત્ર જીવોને પણ સહાયક સાધન-સામગ્રી જરૂરી છે. રત્નત્રયી સ્વયં ભાવતીર્થ છે, તેથી મોક્ષે જવાનું તે મુખ્ય ઉપાદાનકારણ છે; પરંતુ તેને વિકસાવવા નિમિત્તકારણ દ્રવ્યતીર્થ પૂરાં પાડે છે. તીર્થંકરસ્થાપિત દ્રવ્યતીર્થમાં પણ રત્નત્રયી પ્રગટાવવાની ઉત્કૃષ્ટ સાધન-સામગ્રી છે. તેથી દ્રવ્યતીર્થમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રનાં આલંબનો અને તેનાં જ ઉપકરણોની પ્રધાનતા છે.
આપણે જોયું કે પવિત્ર તીર્થભૂમિઓ, તીર્થો, પ્રાચીન પ્રતિમાઓ, પ્રાચીન મંદિરો, નવી પ્રતિમાઓ, નૂતન જિનમંદિરો : આ બધાં દર્શનશુદ્ધિ કે દર્શનાચાર પાળવા માટેનાં આલંબનો છે. દર્શનગુણ ન પ્રગટ્યો હોય તો પ્રગટાવવામાં, પ્રગટેલા દર્શનગુણને નિર્મળ-વિશુદ્ધ કરવામાં આ આલંબનો મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી આ દર્શનગુણનાં આલંબનો છે. તેનાથી દર્શનશુદ્ધિ મેળવી શકાય છે. તે જ રીતે લિપિબદ્ધ શાસ્ત્રગ્રંથો અને તેના ગ્રંથાગારો સમ્યજ્ઞાન પામવાના આલંબનરૂપ છે. તમારે સમ્યજ્ઞાન પામવું હોય, પામેલાને સ્થિર-નિર્મળ-વિશુદ્ધ કરવું હોય, તો આ ગ્રંથોના વાંચન-શ્રવણ-ગ્રહણ-ચિંતન-મનન-પરાવર્તન આદિથી તે ચોક્કસ થઈ શકે. તેથી આ શાસ્ત્રો સમ્યજ્ઞાનગુણ પામવાનાં શ્રેષ્ઠ આલંબન છે. તે જ રીતે ગણધરો, પૂર્વાચાર્યો આદિ ગુરુ ભગવંતોની ગુરુમૂર્તિઓ, ગુરુમંદિરો, ગુરુપાદુકાઓ ચારિત્રગુણને પામવાનાં કે વિકસાવવાનાં આલંબનો છે.
જૈનધર્મમાં આત્માના નિર્મળ ગુણો આરાધ્ય છે. સંક્ષેપમાં આત્માના સર્વ ગુણોનો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રમાં સમાવેશ થાય છે. તેથી આ શાસનનું પરમ આરાધ્ય તત્ત્વ ટૂંકમાં રત્નત્રયી છે. આ શાસનમાં ગુણની ગૂંથણી વિનાનું કોઈ આરાધ્ય તત્ત્વ નથી. પવિત્ર
૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર; કુંડલ રુચક ને ઇક્ષુકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર, કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર. ૨.
(સંઘવિજયજી કત નેમિનાથ જિન સ્તુતિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org