________________
આલંબન દ્રવ્યતીર્થ
૨૧૩ શ્રતધરોએ જિનવચનના સમ્યગ્બોધપૂર્વક રચેલા હિતકારી ગ્રંથો, કે જેનાથી પાત્ર જીવોને સુગમ બોધ થાય, તેવા લિપિબદ્ધ થયેલા તમામ ગ્રંથો શ્રીસંઘને મળેલો દ્રવ્યશ્રુતનો વારસો છે; જે કલિકાળમાં માર્ગનો બોધ પામવામાં શ્રેષ્ઠ આલંબન-સાધન છે. આ તમામ શાસ્ત્રગ્રંથો પેઢી-દર પેઢી સચવાઈને આપણને મળ્યા છે. અપેક્ષાએ આ શાસ્ત્રગ્રંથોનું તીર્થો અને તીર્થભૂમિઓ કરતાં અધિક મહત્ત્વ છે; કેમ કે તીર્થો તો ત્યાં ભક્તિથી જનારની આંતરસ્કૂરણાને જાગ્રત કરી શુભભાવમાં જોડે છે; પરંતુ સાધનાની સીધી દિશા બતાવવાની શક્તિ-માર્ગદર્શકતા તો આ શાસ્ત્રોમાં જ છે. આખાય કલ્યાણમાર્ગની રૂપરેખા તમારી સામે ચિતારરૂપે ખડી કરી દેવાની શક્તિ શાસ્ત્રોમાં છે. અરે ! ઉત્તમ મુનિઓને પણ બોધ પામવાનો મુખ્ય સ્ત્રોત શાસ્ત્રો છે. અરે ! ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ કે મહાપ્રભાવકને, ગીતાર્થ કે મહાપ્રભાવક બનાવનાર પણ આ શ્રુતનો વારસો છે. તેનાથી જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ, વિશુદ્ધભાવની વૃદ્ધિ કરી શકીએ, મોક્ષમાર્ગમાં સ્પષ્ટ ક્રમિક પ્રગતિ કરી શકીએ, સાંગોપાંગ તત્ત્વ સમજી શકીએ. શાસ્ત્રો જડ, નિશ્ચેષ્ટ છતાં તેમાં અપાર ગુણપોષકતા, ગુણસાધકતા હોવાથી પવિત્ર, પૂજનીય, દર્શનીય, વિંદનીય છે.
આ શાસ્ત્ર પણ આલંબનરૂપ દ્રવ્યતીર્થ જ છે. તેથી જ પવિત્ર ગ્રંથોરૂપ શાસ્ત્રોનાં જ્ઞાનપંચમી આદિના દિવસે સકલ શ્રીસંઘ દર્શન કરે છે, અવસર-અવસરે શાસ્ત્રગ્રંથોની વિશેષ પૂજા-ભક્તિના પ્રસંગો જાહેરમાં ધર્માચાર્યો આદિની નિશ્રાપૂર્વક કરાય છે. તમે દ્રવ્યતીર્થમાં ફક્ત સ્થાવરતીર્થોની યાત્રા કરવાનું રાખ્યું છે. તેનાં દર્શન-પૂજનનો તીર્થયાત્રારૂપે તમારા મનમાં મહિમા છે, પરંતુ જ્ઞાનરૂપ દ્રવ્યતીર્થ સાથે તમારે વેર છે. શાસ્ત્રો લખવાં, લખાવવાં, લખાયેલાં શાસ્ત્રોનું યોગ્ય સંરક્ષણ કરવું, પાત્ર વ્યક્તિ સુધી અવસર-અવસરે પહોંચાડવું, અને તેનો મહિમા થાય તેવાં ભક્તિયોગ્ય સર્વ કાર્યો કરવાની તમને ઇચ્છા જ થતી નથી. તમને જ્ઞાનમાં બહુ રસ જ નથી, પરંતુ આ અનુપમ વારસો છે. વિશ્વમાં કોઈ ધર્મને આટલો સમૃદ્ધ ધર્મસાહિત્યનો વારસો મળ્યો નથી. આ વારસો હજારો પેઢીથી તમારા બાપદાદાઓએ જાળવ્યો છે. જેટલો જળવાયો એટલો જ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને આગળ પેઢી-દર પેઢી પહોંચાડવાની જવાબદારી આપણા સહુની છે. તે અદા નહીં કરો તો તમને પણ મહાદોષ લાગશે. આ શ્રુતજ્ઞાન પ્રત્યે તમારી ઘોર ઉપેક્ષા છે, પરંતુ તેની ગુણપોષકતા સમજો તો બહુમાન વધી જાય. તમે માત્ર અવસરે જ્ઞાનપૂજન કરી લ્યો છો, તે સિવાય તમારું જ્ઞાનના વારસાને જાળવવામાં contribution નથી.
શ્રી વિવાહ પન્નત્તી, ભગવતી દોય નામ જસ લહીયે; પ્રથમ પંચ પરમેષ્ઠી નમીને, ભાવ શ્રુતને કહીયે. ૧૭. દ્રવ્ય શ્રત અષ્ટાદશ લિપીને, પ્રણમી અર્થ પ્રકાશ્યા; બોધ અનંતર કારણ શિવફલ, પરંપરાયે વાસ્યા. ૧૮.
(જ્ઞાનવિમલસૂરિ કૃત ભગવતીસૂત્રની સઝાય) ૧. ગૌતમ પૂછે પ્રભુ કહે, “તે તો નામ સુર્યે સુખ હોઈ રે; સહસ છત્તીસે તે નામની, પૂજા કીજે વિધિ જોઈ રે.' સુ0 ૧૦ મંડપગિરિ વિહારીયા, જયો ધન્ય સોની સંગ્રામ રે; જિણે સોનૈયે પૂજીયાં, શ્રી ગુરુ ગૌતમ નામ રે. સુ૦ ૧૧ પુસ્તક સોનાને અક્ષરે, તે તો દીસે ઘણા ભંડાર રે; કલ્યાણે કલ્યાણનો હોયે, અનુબંધ અતિ વિસ્તાર રે. સુ૦ ૧૨
(ઉપા. યશોવિજયજી કૃત અગિયાર અંગની સઝાય અંતર્ગત ભગવતીસૂત્રની સક્ઝાય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org