SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનદ્રવ્યતીર્થ ૨૦૩ ચોત્રીસ અતિશયથી યુક્ત, અષ્ટ પ્રાતિહાર્યથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણપૂર્વક દેશના આપતા ઋષભદેવને જોઈ મન-વચન-કાયાનું યોગÅર્ય થવાથી અધ્યાત્મવિકાસ થયો, તેમ પ. પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજાએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં લખ્યું છે. તેથી તેમને પણ દર્શનરૂપે આલંબન છે જ, છતાં તે અતિ મામૂલી છે. મૂળથી મરુદેવામાતાનો આત્મા અત્યંત લઘુકર્મી હોવાથી ઉપાદાનકારણ જ ઘણું સ્વચ્છ છે. અહીં જીવદળની મહત્તા છે. અંશમાત્ર નિમિત્તકારણ મળ્યા વિના એકલા ઉપાદાનકારણથી મોક્ષ થયાનો કોઈ દાખલો નથી. હા, વ્યવહારમાં જેને તારક નિમિત્તકારણ કહેવાય તેવું નિમિત્તકા૨ણ તેમને મળ્યું ન હોય તેવું બની શકે, બાકી તો કોઈ ને કોઈ નિમિત્તથી શુભધ્યાનધારામાં ચડી આવરણક્ષય દ્વારા જીવ વિકાસ સાધે છે. ૧જેમ ઘરડા બળદને જોઈને ચિંતનમાં ચડેલા કરકંડૂ રાજા પ્રત્યેકબુદ્ધ થયા, અથવા બે માષા (એક પ્રકારનું વજન) સુવર્ણમાંથી વધતી ઇચ્છાના નિમિત્તથી ક્ષપકશ્રેણી માંડી કપિલ બ્રાહ્મણ કેવલી થયા. તેમને પણ નિમિત્ત તો અવશ્ય મળ્યાં, પરંતુ તે મૂળથી તારક સામગ્રીરૂપ પ્રસિદ્ધ નિમિત્તો નથી, તેથી તેને ગૌણ ગણ્યાં. ત્યાં ઉપાદાનનો મહિમા અધિક છે. ઘણી વાર વિપરીત નિમિત્તો પણ ત૨વાનાં કારણ બન્યાં હોય, તેવાં પણ શાસ્ત્રમાં દૃષ્ટાંતો છે. પ્રભવસ્વામી ચોરી કરવા ગયા અને પ્રતિબોધ પામ્યા. તેઓ માટે ચોરીની પ્રવૃત્તિ ધર્મ પામવાનું નિમિત્ત બન્યું, પણ લોકમાં એમ ન કહેવાય કે ધર્મ પામવો હોય તો ચોરી કરવી. ગૌતમ મહારાજા અહંકારથી વીરપ્રભુ પાસે આવ્યા તો પ્રતિબોધ પામ્યા. તેથી એમ ન કહેવાય કે અહંકારથી દેવ-ગુરુ પાસે જવું. વિનયનમ્રતાથી જવું એ જ ધર્મ પામવાનું નિમિત્ત છે. સભા ઃ ગૌતમ મહારાજામાં વિનય-નમ્રતા હતાં તેથી જ પામ્યા ને ? સાહેબજી : પણ ભગવાન પાસે જવામાં અહંકાર નિમિત્તકારણ હતો. અહંકાર ન હોત તો પ્રભુનો સંયોગ ન થાત. તેમને અહંકાર પ્રતિબોધનું કારણ બન્યો, રાગ ગુરુભક્તિનું કારણ બન્યો અનેં વિયોગનો શોક કેવલજ્ઞાનનું કારણ બન્યો. તેથી કવિએ કહ્યું કે એમનું બધું આશ્ચર્યકારી છે; છતાં એ જીવવિશેષનાં નિમિત્તો છે, general નિયમ ન બને. જ્યાં નિમિત્તકા૨ણ ગૌણ હોય ત્યાં એકલા ઉપાદાનકારણથી મોક્ષે ગયા, તેમ વિવક્ષાથી કહેવાય, પરંતુ એકલા નિમિત્તથી કોઈનો મોક્ષ નથી. તેથી જ દ્રવ્યતીર્થ વિના તર્યાના દાખલા છે, પણ ભાવતીર્થ વિના તર્યાનો કોઈ દાખલો નથી. આ સ્પષ્ટ ભેદરેખા છે. સમજાય તો ભેળસેળ ન થાય. क्रमात् । क्षीणाष्टकर्मा युगपत्, केवलज्ञानमासदत् । । ५२९ ।। करिस्कन्धाधिरूढैव, स्वामिनी मरुदेव्यथ । अन्तकृत्केवलित्वेन, प्रपेदे पदमव्ययम् । । ५३० ।। एतस्यामवसर्पिण्यां, सिद्धोऽसौ प्रथमस्ततः । सत्कृत्य तद्वपुः क्षीरनीरधौ निदधेऽमरैः । । ५३१ । । (ત્રિષ્ટિશતાહાપુરુષચરિત્ર પર્વ-૨, સર્ન-૩) १. संबुद्धो दट्टणं रिद्धिं वसहस्स जो अरिद्धिं च । सो करकण्डू राया कलिंगजणवयवई जयउ । ।४७।। (धर्मघोषसूरिजी कृत ऋषिमण्डलस्तव, मूल) ૨. અહારોંડપિ નોધાય, રામોપિ ગુરુમવત્તયે। વિષાવ: વતાયાડભૂત, ચિત્રં શ્રીગૌતમપ્રમોઃ ।।Ŕ।। (લ્પસૂત્ર ૬/૨/૨૨૭ ૩. વિનયવિનયની ત સુઘવોધિની ટીજા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy