________________
૧૯૨
આલંબનદ્રવ્યતીર્થ અનુસાર તીર્થમાં ભાવથી યાત્રાપૂર્વક અણસણ આદર્યું, જેથી કેવલજ્ઞાન અને નિર્વાણ કરોડો મુનિઓ સાથે તત્કાલ વર્યા. આવા તો અનેક પ્રસિદ્ધ શાસ્ત્રીય દષ્ટાંતો સૂચવે છે કે સાક્ષાત્ શ્રેષ્ઠ ભાવતીર્થસ્વરૂપ આત્માઓ પણ જ્યાં સુધી નિમિત્તથી પર અવસ્થા નથી પામ્યા ત્યાં સુધી તેમને માટે પણ આલંબનસ્વરૂપ દ્રવ્યતીર્થો ઉપકારી છે, તો પછી આપણા સહુ માટે તે કલ્યાણકારી, પૂજનીય ન હોય તેવું ક્યાંથી બને ? દ્રવ્યતીર્થ જડ છે તેથી તેની ભક્તિ ન હોય, ઉપાસના તો આત્મતત્ત્વની જ હોય, એવું કહીને આલંબનો આદિનો છેદ ઉડાડનારા લોકો શાસ્ત્રો ભણ્યા જ નથી. શુભભાવથી વાસિત એવી પવિત્ર જડ વસ્તુઓનો પણ અનેરો મહિમા છે, જૈનશાસનમાં તેને પણ દુર્લભ કહીને તેની ભક્તિ દર્શાવી છે. હા, નિમિત્તથી પર અવસ્થાને પામેલા નિરાલંબનધ્યાન ધરનારા મહાત્માઓ દ્રવ્યતીર્થનું અવલંબન ન લે. તેમને તો દ્રવ્યતીર્થનું અવલંબન લેવાની ઇચ્છા પણ સ્વભૂમિકામાંથી પતન કરાવે છે, પણ નિમિત્તની શુભ અસર ઝીલનાર આત્માઓ માટે તો દ્રવ્યતીર્થ ઉદ્ધારક છે, છે અને છે જ. તેથી એકાંગી બન્યા વિના જિનશાસનમાં ભૂમિકાસાપેક્ષ દર્શાવેલ આચાર જ હિતકારી છે, તેમ સ્વીકારવું. ભાવતીર્થ પણ ભક્તિથી જેના ચરણમાં આળોટે તે દ્રવ્યતીર્થ કદી અવગણાય નહીં. અરે ! ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થ ગુરુ ભગવંતો પણ પોતાના જીવનમાં ઉપકરણોની પણ આશાતના ટાળે છે. જડ ઉપકરણો પ્રત્યે પણ જો વિનયબહુમાનથી વ્યવહાર હોય, તો જે તરવામાં સાક્ષાત્ ધ્યેયરૂપે આલંબન બનતાં હોય તેવાં દ્રવ્યતીર્થોની તો ઉપેક્ષા ન જ હોય. હા, દ્રવ્યતીર્થ સમગ્રતાથી જડ છે, સ્થાવર છે, તેથી એક અપેક્ષાએ ભાવતીર્થથી ન્યૂન છે, છતાં એક અપેક્ષાએ મહાન પણ છે. દ્રવ્યતીર્થ via-via તારક છે, જડ છે, દ્રવ્ય છે, સાધન છે, માટે ન્યૂન છે; જ્યારે ભાવતીર્થ direct તારક છે, જીવંત છે, ભાવ છે, સાધ્ય છે, માટે મહાન છે; છતાં ભાવતીર્થથી દ્રવ્યતીર્થ ટકે છે અને દ્રવ્યતીર્થથી ભાવતીર્થ ટકે છે, માટે બંનેની યોગ્ય ઉપાસના એ જ જિનશાસનનો સાર છે.
આજે એવા પણ અનેક જૈનો છે કે જેમને માત્ર આલંબનસ્વરૂપ દ્રવ્યતીર્થ જ મહત્ત્વનાં લાગે છે; તેની પૂજા-ઉપાસના કરે છે, પરંતુ જીવંત તીર્થને સાવ ભૂલી ગયા છે. દર વર્ષે અનેક તીર્થોની યાત્રા કરવા જશે, પ્રતિદિવસ દેરાસર દર્શન-પૂજન કરશે, પણ કોઈ સાધુનું મોટું પણ નહીં જુએ, શાસ્ત્રજ્ઞાન સાથે તેમને લેવા-દેવા નથી, તેમણે જીવંતતીર્થ સાથે connection તોડી નાંખ્યું છે. આખી જિંદગી દ્રવ્યતીર્થની જ ઉપાસના કરે છે. Majority જૈનોનો વર્ગ એવો છે કે જેને ભાવતીર્થની પડી જ નથી. જેઓ ભાવતીર્થનું મહત્ત્વ જ સમજ્યા નથી તેઓ મૂરખ number one (પહેલો મૂરખ) છે.
સભા : દ્રવ્યતીર્થની ઉપાસનાથી ભાવતીર્થનું મહત્ત્વ સમજાશે ને ?
સાહેબજી ઃ સાધુ (ભાવતીર્થ) સામે આવે તો ટલ્લે ચડાવો, અવગણના કરો, અને કહો કે પછી મહત્તા સમજાશે. આશાતના કરનારને મહિમા ન સમજાય. પ્રતિમાની પૂજા કરે, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org