________________
૧૮૯
દ્રવ્યતીર્થનો મહિમા
સભા : શાસ્ત્રો તો original formમાં (મૂળ સ્વરૂપમાં) લખેલી પ્રતોરૂપે મળતાં જ નથી ને ?
સાહેબજી :-પ્રાયઃ original formમાં નથી જ મળતાં, copy જ મળે છે, પરંતુ as it is copyની કિંમત ઓછી નથી. સાચી copy મળે તોપણ કામ થઈ ગયું. Original ન હોય તેથી તત્ત્વ ફરતું નથી.
વારસો જ અપાય છે, જે દ્રવ્યતીર્થ છે, તેનાથી જ ભાવતીર્થ ટકે છે. બે ભાવતીર્થોને જોડનાર કડી પણ દ્રવ્યતીર્થ જ છે.
સભા : વારસામાં ઘસારો તો લાગે છે ને ?
સાહેબજી : લાગે જ છે, એટલે જ કહીએ છીએ કે ભગવાનના સમયમાં હતું એવું દ્રવ્યતીર્થ પણ અત્યારે નથી. અને તેના પ્રભાવે ટકતું ભાવતીર્થ પણ, ત્યારના જેવું નથી. જે આકર ગ્રંથો નાશ પામી ગયા તે હાથમાંથી ગયા. બીજું કોઈ રચી ન શકે.
દ્રવ્યતીર્થની ખરી ઉપકારિતા આ જ છે કે તે ભાવતીર્થની શૃંખલા-સાંકળ ચલાવે છે. પેઢી દર પેઢી સંક્રાંત થનાર દ્રવ્યતીર્થ છે. અમને કોઈ પૂછે કે ગુરુ તમને શું આપી ગયા ? તો અમે કહીએ કે જે વારસામાં હતું તે આપી ગયા. કોઈ આગળ પૂછે કે એમના ગુરુ એમને શું આપી ગયા ? તો એમની પાસે જે વારસામાં હતું તે આપી ગયા. એમ છેક સુધર્માસ્વામી સુધી અમારા વારસાની link (કડી) છે. હા, ક્રમે ઘસારો છે, છતાં કલ્યાણકભૂમિઓ, તીર્થભૂમિઓ, શાસ્ત્રગ્રંથો આદિ તમામ વારસો સંક્રાંત થયો છે, જેનો અમારા-તમારા ઉપર જબરદસ્ત ઉપકાર છે. બધા પોતાની સાથે વારસો લઈ ગયા હોત તો આજે આપણે બાવાજી હોત. જે વારસો આપ્યો એ જ શ્રીસંઘની ખરી મૂડી છે. એનાથી જ શાસનમાં નવું ભાવતીર્થ પ્રગટે. વારસાને આભારી. જ નવા-નવા ભાવતીર્થોની હારમાળા છે. સીધી તારકતા ભલે ભાવતીર્થમાં હોય, પણ એ ભાવતીર્થનું સાધન બનનાર દ્રવ્યતીર્થ પૂજનીય, પવિત્ર, ઉપકારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org