________________
૧૮૪
પરિશિષ્ટ : ભાવતીર્થ - અનુષ્ઠાન કહી ચારૂ રે. ૮. આઠમું કર્મપ્રવાદ પૂર્વ છે, ત્રીશ વસ્તુ અધિકારો રે; અસી સહસ્ર એક કોડી પદ ગજ વળી, એકસો અઠવીસ ધારો રે. ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ છે નવમું, વીશ વસ્તુ પદ જેહનાં રે; લાખ ચોરાશી ગજ બસે છપ્પન, લિખન માન કહ્યા તેહનાં રે. ૧૦. વિદ્યાપ્રવાદ પૂર્વ છે દશમું, પંદર વસ્તુ તસ ભણિએ રે; એક કોડી દશ લક્ષ પદ તેહનાં, પાંચસે બા૨ ગજ ગણિએ રે. ૧૧. એકાદશમું કલ્યાણ નામે, કોડી છવીશ પદ સુદ્ધાં રે; બાર વસ્તુ એક સહસ્ર ચોવીશ ગજ, લિપિ અનુમાન પ્રસિદ્ધાં રે. ૧૨. પ્રાણાવાય દ્વાદશમું પૂર્વ, તેર વસ્તુ સુખકારી રે; છપ્પન લાખ એક કોડી પદ ગજ વળી, દો સહસ્ર અડતાલીસ સાર રે. ૧૩. ક્રિયાવિસાલ ત્રયોદશમું પૂર્વ, નવ કોડી પદ વસ્તુ ત્રીશ રે; ચાર સહસ્ર છન્નુ ગજ માને, લિખવા અધિક જગીશ રે. ૧૪. લોક બિન્દુસાર ચૌદમું પૂર્વ, પદ કોડી સાઢિબાર રે; વસ્તુ પંચવીશ ગજ એક શત બાણું, અધિકા આઠ હજાર રે. ૧૫. ધુરી ચારે પૂર્વે ને ચુલા, અવર તેહ ન જાણો રે; દૃષ્ટિવાદનો ભેદ એ ચોથો, શાસન ભાવ વખાણો રે. ૧૬. એણી પરે ચૌદ પૂર્વની સેવા, કરતાં આતમ દીપે રે; શ્રી નયવિમલ કહે નિજ શકતે, તો સવી અરિયણ જીપે રે. ૧૭.
(જ્ઞાનવિમલસૂરિ કૃત ચૌદપૂર્વની સજ્ઝાય)
Jain Education International
****
For Personal & Private Use Only
www.jainelibrary.org