________________
૧૭૪
ભાવતીર્થ-અનુષ્ઠાન
રહેવું છે. સલામતી જોઈતી હોય તો ગુપ્તતા લાવવી પડે છે. શાસ્ત્રમાં ઉપમા આપી કે કાચબો જરા પણ ભય દેખાય તો પોતાનાં તમામ અંગોપાંગને પોતાની પીઠરૂપ ઢાલ નીચે સંતાડીને સમાઈ જાય છે. પછી તેને કોઈ પત્થર મારે કે છરાનો ઘા પણ કરે, તોય મરે કે ઘાયલ નહિ થાય; કારણ કે તેની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે, પરંતુ જો હાથ-પગ બહાર હોય, અને કોઈ ઘા કરે તો કાચબો ઘાયલ થઈ જાય. અંગોને સંકોચીને ઢાલમાં રહેલો કાચબો ગુપ્ત કહેવાય. તેમ આપણી પાસે જીવનક્રિયાઓની ફલશ્રુતિરૂપે જે જીવનશક્તિ છે, તે સંક્ષેપમાં ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે : માનસિક શક્તિ, વાચિક શક્તિ અને કાયિક શક્તિ. આ ત્રણે અલૌકિક છે, અતિ દુર્લભ છે. આ જીવનશક્તિઓ વેડફાઈ ન જાય, તેનો દુરુપયોગ ન થાય તે માટે તેમને સંકોચીને રાખવાની. જ્યાં પણ જરૂર લાગે ત્યાં જ તેમનો આવશ્યક, યોગ્ય ઉપયોગ કરવાનો. ચોવીસે કલાક તમારા મનને તમારું કે બીજાનું અહિત ન થાય તે રીતે પ્રવર્તાવો, તેનું નામ જ મનોગુપ્તિ છે. તમારા મનનો તમારા કે બીજાના જીવનને નુકસાન થાય તે રીતે ઉપયોગ નહિ કરવાનો, પરંતુ તમારા કે બીજાના હિતમાં જ ઉપયોગ થાય તે રીતે મનને વાપરવું.
અશુભ મનોભાવો પ્રદૂષણસર્જક, શુભ મનોભાવો નિર્મળતાસર્જક :
સભા : મનથી ખરાબ વિચાર કરીએ તો બીજાને દુઃખ કેવી રીતે ?
સાહેબજી : જૈનશાસ્ત્રોમાં cosmic order એવો દર્શાવ્યો છે કે મનથી બીજા માટે ખરાબ વિચાર કરો તો તેની પણ તેના પર ખરાબ અસર પડી શકે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે સારી ખરાબ લાગણીની અસર અહીં જ નહીં, પણ દૂર બેઠેલા પર પણ થાય છે. વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલાં લાગણીની અસર નક્કી કરવા એક પ્રયોગ કરેલો, જેમાં એક ઉંદરડી અને તેનાં તાજાં જન્મેલાં બચ્ચાંને લીધાં. બચ્ચાને માથી વિખૂટાં કર્યો. ઉંદરડીને લેબોરેટરી-પ્રયોગશાળામાં રાખી બચ્ચાંને દૂર દરિયામાં સબમરીનમાં લઈ ગયા. પછી ત્યાં તેમને મારવાનાં શરૂ કર્યા. બચ્ચાંને સબમરીનમાં જે ત્રાસ થાય તેના vibration ની અસર ત્યાં લેબોરેટરીમાં બેઠેલ ઉંદરડીને થાય. આટલે દૂર પણ દીકરાની લાગણીની અસર મા પર થાય છે. તમે માનો કે મારા વિચારની દુનિયા પર અસર નથી, તો તમે ભૂલો છો. વાતાવરણની તમારા ઉપર અને તમારી વાતાવરણ ઉપર પણ અસર થાય છે. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે ઉત્તમ પુરુષોના વિશુદ્ધ ભાવોની વાતાવરણ પર અસર થાય. એમના સાંનિધ્યમાં રહો તો તમારી વિચારધારામાં ફેર પડે. મનોદ્રવ્ય વિચારોથી વાસિત થાય છે તેના અનેક તર્કો છે. તેથી માનસિક વિચારોની બીજાને અસર નથી તેવું ન મનાય. તમે ખરાબ વિચાર કરો તો industryની જેમ તમે પણ pollution (પ્રદૂષણ), કચરો બહાર કાઢો છો. Industry હવાને દૂષિત કરે છે, તમે માનસિક વાતાવરણને દૂષિત કરો છો. તમારા વિચારો ન સુધારો ત્યાં સુધી જ્યાં જાઓ ત્યાં વાતાવરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org