________________
૧૭૨
ભાવતીર્થ-અનુષ્ઠાન ભગવાને ભિક્ષાનો અધિકાર નથી આપ્યો. માત્ર છેલ્લી પ્રતિમાધારી શ્રાવકને સાધુની સમકક્ષ આચાર હોવાથી ભિક્ષાનો right (હક) કહ્યો છે. ત્યાં પણ નિર્દોષ જીવનપાલનની શરત છે જ.
તીર્થકરોએ પણ સ્વયં નિર્મળ જીવન જીવવા ભિક્ષાધર્મ અંગીકાર કર્યો. અમને પણ ઉપદેશ્ય કે તમારે પવિત્ર જીવન જીવવું હોય તો ભિક્ષાધર્મને શરમ-સંકોચ વિના શુદ્ધબુદ્ધિએ સ્વીકારો. નિર્દોષ ભિક્ષાથી સાધકની બધી પ્રાથમિક જરૂરિયાતો પાપ વિના પૂરી થાય; વળી જીવસૃષ્ટિમાં કોઈને પણ તેનાથી આઘાત-પ્રત્યાઘાત ન થાય, પરંતુ સહુનું હિત થાય તેવી સત્કાર્યની શૃંખલા સર્જાય. અમને કોઈ પૂછે કે તીર્થકરોએ આચારના ક્ષેત્રે દુનિયાને આગવીમાં આગવી વસ્તુ કઈ આપી ? તો તેનો જવાબ એ છે કે સમિતિ-ગુપ્તિમય ધર્મ, અને તેને ટકાવવા નિર્દોષ ભિક્ષા, એ તીર્થકરોનું આચારના ક્ષેત્રે જગતને આગવું પ્રદાન છે. તેનો આ જગતમાં જોટો નથી. સિદ્ધાંતના ક્ષેત્રે તીર્થકરોએ જગતને અજોડ અનેકાંતવાદ (સ્યાદ્વાદ) આપ્યો, તેમ આચારના ક્ષેત્રે નવ કોટી શુદ્ધ નિષ્પાપ જીવન દર્શાવ્યું. સર્વ ધર્મો પાપનો ત્યાગ ઉપદેશ છે, હિંસા-અસત્ય આદિને પાપ સ્વીકારે છે; પરંતુ તે પાપ કરવું નહિ, કરાવવું નહિ, કરતાને સંમતિ આપવી નહિ, અને તે પણ મનથી-વચનથી-કાયાથી. આ નવ પ્રકારે સર્વ પાપોનો ત્યાગ કરવા આચરણમાં કેવી ચોકસાઈ કે ખૂબીની જરૂર છે, તે સમિતિ-ગુપ્તિ અને નિર્દોષ ભિક્ષા સમજ્યા વિના ખ્યાલ ન આવે. આ તીર્થકરોનું જ પ્રદાન છે તેથી જૈનધર્મની monopoly છે. - ધર્મમાં આચારનો મહિમા એ દૃષ્ટિકોણથી છે કે ધર્મનું લક્ષ્ય જે આત્માના ગુણોની પ્રાપ્તિ છે, તે હાંસલ કરવા સાધન તો આચાર જ છે. આચાર જેટલો ક્ષતિયુક્ત તેટલું તેના દ્વારા પામવા લાયક ગુણરૂપ તત્ત્વની પ્રાપ્તિ અલ્પ થાય. આત્માને સંપૂર્ણ દુઃખથી મુક્ત કરવો હોય કે જેનું નામ મોક્ષ છે, તો તે પામવા સર્વ દોષોથી મુક્ત થવું અનિવાર્ય છે. દોષમુક્તિ વિના ગુણપ્રાપ્તિ શક્ય નથી. પ્રતિસ્પર્ધી ગુણ અને દોષ એકસાથે આત્મામાં પ્રગટે કે રહે તે પદાર્થવિજ્ઞાનની વિરુદ્ધ છે. તેથી સર્વદોષમુક્ત, સર્વગુણયુક્ત બનવું હોય તો તેને યોગ્ય પૂર્ણ શુદ્ધ આચારમય અનુષ્ઠાન જ જોઈએ. તે જ માત્ર તેનું સાધન બની શકે. આવા આચારરૂપે જ સમિતિ-ગુપ્તિનો મહિમા છે; કારણ કે તે આચારમાં ધૈર્ય, ક્ષમા, ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા, તપ, ત્યાગ, સંયમ, સત્ય, અહિંસા, દયા, કરુણા, નિર્લેપતા આદિ જે ગુણ કહો તે સર્વ ગુણોને પ્રગટાવવાની તાકાત છે. સર્વ ઉત્તમ ગુણોની પોષક આ ક્રિયા છે. વળી આત્મામાં અનંત કાળથી જામેલા, રૂઢ થયેલા દોષોને પણ ઘસી-ઘસીને નાબૂદ કરવાની તાકાત આ આચારમાં છે. તેથી જ તેને પૂર્ણ ધર્માનુષ્ઠાન કહ્યું છે. સંસારસાગરથી પાર ઉતારવાની તારકશક્તિ પણ તેમાં છે. તેથી ભાવતીર્થ કહ્યું છે. તીર્થકરો અને ગણધરોએ પણ સંસારસાગરથી તરવા માટે આ અનુષ્ઠાનનું સેવન કર્યું છે. તેમને માટે પણ આ તારક ભાવતીર્થ છે. આ અનુષ્ઠાન જેને ભાવથી નહિ સમજાય તેનામાં સમકિત નહિ જ આવે. આ આચારની રુચિ વિના તત્ત્વરુચિ વાતોમાત્ર જ છે. પ્રત્યેક સમ્યગ્દષ્ટિ માટે આ આચારની રૂચિ સાહજિક જ હોય; કારણ કે નિર્દોષ જીવનનું અખંડ માળખું આ સમિતિ-ગુપ્તિમાં સમાય છે. તેથી કોઈ એક સમિતિ કે ગુપ્તિ ગમે અને બીજાનું આચરણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org