________________
૧૭૦
ભાવતીર્થ-અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન કહીશું. છતાં તેમના તે ભિક્ષા ધર્મમાં સૂક્ષ્મતા નથી; કેમ કે તેમને ભિક્ષાના બેંતાલીસ દોષોની જ ખબર નથી. તે સંન્યાસી ભિક્ષા લેવા જશે તો એવો વિચાર નહીં કરે કે મારા માટે રાંધ્યું છે, અથવા તો મને અન્નદાન કરવા ગૃહસ્થ વાસણ વગેરે આગળ-પાછળ ધોઈને હિંસા વગેરે કરી, તો તેમાં મારું via via contribution આવવાથી કરાવણ કે અનુમતિરૂપે પાપ થયું; કારણ કે તેવા પાપના પ્રકારો અને તેના નિવારણનો આચાર તેમણે કદી જાણ્યો-વાંચ્યો-સાંભળ્યો નથી, અને સ્વયં તેમને સ્ફરવો અતિદુષ્કર છે. જૈનધર્મમાં આ ખામી નથી; કારણ કે સાધુનું પરંપરાથી પણ ક્યાંય પાપમાં involvement ન થાય તેની અત્યંત કાળજી સાથેનો સૂક્ષ્મ ભિક્ષાચાર શાસ્ત્ર દ્વારા દર્શાવાયો છે, જેનું પાલન કરનાર વ્યક્તિ
ક્યાંય પાપથી ખરડાય નહિ. આ ખૂબી સમિતિ-ગુપ્તિ અને નિર્દોષ ભિક્ષાના ઊંડા concept ઉપર આધારિત છે.
તમને પણ આ ભિક્ષાધર્મ સમજાવો જોઈએ. ભિક્ષામાં સાધુ આરાધના માટે જંરૂરી હોય એવી વસ્તુ સ્વીકારે છે. અમારે માંગીને જીવવાનું છે, જે ખાનદાન વ્યક્તિ માટે એક પરિષહરૂપ છે; છતાં અમારા આચારને ભીખ નહીં પણ ભિક્ષા કહી છે; કારણ કે માલિક પાસેથી કોઈ પણ વસ્તુ દબાણપૂર્વક, બળજબરીથી, આગ્રહ કરીને લેવાની નથી, પરંતુ માલિક સ્વેચ્છાએ offer કરે, તોપણ તે વસ્તુ સ્વાર્થ કે લોભ પોષવા નહિ, મોજ-શોખ માટે નહિ, પરંતુ એક આરાધનાના પૂરક સાધન તરીકે આવશ્યક હોય તો લેવાની છે. તેથી ભિક્ષા લેતી વખતે પણ સાધુનો ધર્મભાવ અખંડ રહે છે. જે જાતે કમાઈને આપબળે જીવવા માંગે છે તે કદી નિષ્પાપ કે સંપૂર્ણ અહિંસક બની શકે જ નહિ. વળી સાચો સાધક સાધુ લોકકલ્યાણનાં કાર્યો એટલી બધી સહજતાથી કરે છે કે તેને લોકો પાસેથી પ્રાથમિક જરૂરિયાત લેવામાં કોઈ ઓશિયાળાપણાનો ભાવ કે સવાલ નથી. અમે અપંગ કે અશક્ત છીએ એટલે ભગવાને અમને કમાવાની ના પાડી છે તેવું નથી. આજના મૂર્ખાઓ કહે છે કે સાધુ પરોપજીવી છે. બીજા મહેનત કરીને કમાઈને લાવે અને સાધુ મફતમાં જમી જાય છે, પણ આ બોલનારાની બુદ્ધિ બગડેલી છે. તટસ્થતાથી વિચારે તો સાધુ સમાજને ઘણું આપે છે, અને વળતરમાં તુચ્છ, અલ્પમૂલ્ય વસ્તુઓનો માત્ર જીવનનિર્વાહ તરીકે સ્વીકાર કરે છે, તે પણ અહિંસક પદ્ધતિએ. આ ભિક્ષાધર્મ તીર્થકરો કે ચક્રવર્તીઓ પણ સર્વત્યાગ કરીને તરવા માટે આચરે છે. વાસ્તવમાં આ ભિક્ષાધર્મ જ નિર્દોષજીવન જીવવાનો એકમાત્ર ઉપાય છે. જેને પવિત્ર જીવન જોઈતું હોય તેને તેના શરણે ગયા વિના છૂટકો નથી.
સભા ઃ બધા દીક્ષા લઈ લેશે તો વહોરાવશે કોણ ?
સાહેબજી : તમે બજારમાં જાઓ ત્યારે, બધા કમાઈને કરોડપતિ થઈ જશે તો દુનિયાનું શું થશે ? માટે મારે પૈસા કમાવો નથી, તેવું ક્યારેય વિચારો છો ? અરે ! અમે બ્રહ્મચર્યનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org