________________
૧૪૫
ભાવતીર્થ-અનુષ્ઠાન દેહની મમત્વબુદ્ધિ નથી, દેહની સેવા-સુશ્રુષા પણ બંધ થાય છે. દેહપોષક કાંઈ જ કરવાનું નથી. ખાલી શ્વાસોચ્છવાસ આદિ જીવનક્રિયાઓ થાય છે. તે પણ આપમેળે ચાલે ત્યાં સુધી વાંધો નહિ, અને જ્યારે તે છૂટી જાય તો ભલે છૂટી જાય તેવો સાહજિક ભાવ છે. અનશન મનની શ્રેષ્ઠ નિર્મળતા, દેહની તીવ્ર અનાસક્તિ, મૃત્યુ પ્રત્યેનો અદભુત નિર્ભયતાનો ભાવ વગેરે અનેક શુભ પરિણામો મેળવી આપે છે. અનશનમાં લાખો ગુણોનો વિકાસ છે. આહારત્યાગ, ભોગત્યાગ, પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ, જીવન પ્રત્યે નિઃસ્પૃહતાભાવ, વિરતિનો પરિણામ વગેરે અનેક ગુણોનું સેવન છે. અનશનમાં દુઃખની દીનતા, નિષ્ફળતાની હતાશા કે જીવન પ્રત્યેનો કંટાળો નથી, પણ અનાસક્તિપોષક પ્રસન્નતાથી દેહનો ત્યાગ કરવાનો ભાવ છે. આપઘાતમાં જીવનના સંઘર્ષો કે દુઃખોનો સામનો કરવાની તાકાત નથી, તેથી આપઘાત તો સત્ત્વ વગરના નમાલા કરે છે, જ્યારે અનશનમાં પ્રબળ સત્ત્વ અને દઢ મનોબળ જરૂરી છે.
સભા : સામેથી મોત આવે તો સામનો કેમ નહીં કરવાનો ?
સાહેબજી : જ્યાં મોત થવાનું છે, ત્યાં શું સામનો કરે ? 'વાઘ મોં ફાડીને સામે ઊભો રહ્યો હોય અને છટકવાનો કોઈ chance ન રહ્યો હોય, ત્યારે શું સામનો કરે ? અથવા અસાધ્ય રોગ થયો છે, ભૂકંપમાં મકાન નીચે દબાઈ ગયો હોય, જીવલેણ અકસ્માત થયો હોય તેવા આકસ્મિક સંયોગોમાં પણ, રડતાં-રડતાં મરવાને બદલે શૌર્ય, સત્ત્વ, અનાસક્તિ ગુણના પરિણામ મેળવીને મરવા માટે અનશનની ક્રિયા બતાવી છે. પરિણત ઉત્તમ શ્રાવકો તો મોત સામે દેખાય એટલે તરત બધું વોસિરાવી દઈને અભિભાવકાયોત્સર્ગ સ્વીકારે. અત્યંત અશક્ત અવસ્થામાં પણ ધર્માત્મા સમજે છે કે શરીરને માત્ર બોજ તરીકે ઉપાડવાનું છે, હવે તેની પાસેથી આરાધનાનું કામ લઈ શકવાના નથી, ઊલટું દેહની સરભરામાં પાપ જ કરવાં પડશે, તેના કરતાં સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરવો જ ઉત્તમ છે.
સભા : અવંતિસુકુમાલે યુવાનીમાં અનશન કર્યું હતું, તે કેમ ?
સાહેબજી : અત્યંત સુકોમળતાને કારણે દીર્ઘકાળ કઠોર ચારિત્ર પાળી શકે તેમ નથી, અને ચારિત્ર વિના જીવવાની તૈયારી નથી. તેથી ટૂંકા ગાળાનું અનશન કરી શ્રેષ્ઠ સાધના કરી છે.
સભા : નંદિષણમુનિ આપઘાતનો પ્રયત્ન કરે છે તો પાપ લાગે ?
સાહેબજી : ના, શાસનની અપભ્રાજના ટાળવાનો શુભ પરિણામ હોવાથી તેવો આપઘાત પણ પ્રશંસનીય છે. સામાન્ય સંયોગોમાં અશુભ પરિણામથી કરાતા આપઘાતની અહીં નિંદા છે,
१. उपसर्गा दिव्यादयस्तैरभियोजनमुपसर्गाभियोजनं तस्मिन्नुपसर्गाभियोजने द्वितीयः- अभिभवकायोत्सर्ग इत्यर्थः, दिव्याद्यभिभूत एव महामनिस्तदैवायं करोतीति हृदयम, अथवोपसर्गाणामभियोजनं-सोढव्या मयोपसर्गास्तभयं न कार्यमित्येवंभूतं तस्मिन् द्वितीयः ।
(સાવરફૂત્ર નિર્યુવિત્ત પર્વ માણ મા-૪, શ્નોવદ-૧૪૧૨, ટીલા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org