________________
૧૩૫
ભાવતીર્થ-અનુષ્ઠાન અનાર્યધર્મો અને આર્યધર્મોના લક્ષ્યબિંદુમાં પાયાનો તફાવત :
સભા : અનાર્યધર્મમાં આવું ધર્મઅનુષ્ઠાન ખરું ?
સાહેબજી : ત્યાં તો સૌથી મોટું શિર્ષાસન એ છે કે તે ધર્મો અનુયાયીની પાપબુદ્ધિ પોષવા જ ધર્મની પ્રેરણા આપે છે. અહીં જૈનોમાં પણ એવો વર્ગ છે કે તેને આસક્તિઓ પોષવાના સાધન તરીકે જ ધર્મ ફાવે, એટલે તે પણ તેમાં ભળે. જમ્યો છે આર્યદેશમાં, પણ માનસ અનાર્યનું છે. જે ધર્મક્રિયા કરે તે પાપને પોષવા જ કરે. ધર્મની વાત કે આચરણ કરે પણ મૂળમાં અધર્મ રહેલો હોય. ગુંડો વધારે ગુંડાગીરી કરવા વિશ્વાસ જમાવવાના સાધન તરીકે સત્ય બોલે, તો તે સચ્ચાઈ છે ? વ્યવહારમાં પણ તેનાં વખાણ ન થાય; કારણ કે સત્યનો ઉપયોગ અસત્ય માટે કરે છે. તેમ ભારત બહારના અનાર્ય ધર્મોનું લક્ષ્યબિંદુ જ ખોટું છે. વાસના-વિકારોને વધારે પુષ્ટ કરવા હોય, ખૂબ બહેકાવવા હોય, અધિક અને અધિક ભોગો દ્વારા તૃપ્તિ-આનંદ માણવો હોય, જે માટે માનવભવમાં સામગ્રી ઓછી મળે છે, અને વિપુલ પ્રમાણમાં ભોગ-સામગ્રી જોઈતી હોય, તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અનુસરવો રહ્યો. એમના ધર્મનું માળખું વાંચીએ તો થાય કે આમાં આત્માના દોષોને મૂળમાંથી તોડવાની ક્યાંય વાત જ નથી, ઊલટું દોષોને પોષવાની જ વાત છે. જે ધર્મ તમારા આત્મામાં રહેલા અધર્મને મજબૂત કરવાનું સાધન બને, તે ધર્મનાં વખાણ શું કરવાં ? તે તો એક ઝાટકે જ સાચા ધર્મની વ્યાખ્યામાં ઊડી જવાના. ખ્રિસ્તીના પાદરીઓ આજીવન અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે, તોપણ અમે કહીએ કે તેની ફૂટી બદામ જેટલી કિંમત નથી; કેમ કે બ્રહ્મચર્ય જ એટલા માટે પાળે છે કે સ્વર્ગમાં સારી અપ્સરાઓના ભોગો મળે; વિકારો વધારવા જ બ્રહ્મચર્ય સાધન તરીકે પાળે છે. આવા ધર્મનાં વખાણ કઈ રીતે કરવો ? અનાર્ય ધર્મોમાં કોઈ કસ નથી. અરે ! તેમના સ્થાપકોને જ ધર્મનું લક્ષ્ય શું હોવું ઘટે તેની જ ખબર ન હતી. ધર્મ દ્વારા આત્મામાંથી દોષો કાઢવા છે કે વધારવા છે ? ગુણો પોષવા છે કે અંતે નાશ કરવા છે? તે સ્પષ્ટ જોઈએ. તમે પણ મંદિરમાં જઈ, માત્ર માનતાલક્ષી ધર્મ કરો, તો તમે પણ અનાર્યના ભાઈ જેવા છો.
આર્યધર્મોમાં જેટલાં પણ શુભઅનુષ્ઠાન છે, જેમાં ગુણકારિતા સંગત થાય છે, તેને ધર્મઅનુષ્ઠાન
१. ननु द्रव्याज्ञापि सिद्धान्तोदितक्रियाकरणं विनापि कथं परेषां स्यात्? इत्यत आहमग्गाणुसारिभावो आणाए लक्खणं मुणेयव्वं । किरिया तस्स ण णियया पडिबंधे वा वि उवगारे।।१६ ।। क्रिया स्वसमयपरसमयोदिताचाररूपा, तस्य मार्गानुसारिभावस्य, उपकारे प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकारं विनापि मेघकुमारजीवहस्त्यादीनां तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धेः, परसमयक्रियायां च सत्यामपि समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात्।
(ઘર્ષપરીક્ષા, શ્નો-૨૬, મૂત્ત-રીક્ષા) * यद्वा गुणनः शब्दार्थतस्तुल्ये तत्त्वेऽहिंसादीनां संज्ञाभेदेनाकरणनियममहाव्रतादिस्वपरिभाषाभेदेनागमेषु पातंजलजैनादिशास्त्रेष्वन्यथादृष्टिः पुरुषो यतो भवति स दृष्टिसंमोहः। 'महाव्रतादिप्रतिपादको मदीयागमः समीचीनो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org