________________
ભાવતીર્થ – અનુષ્ઠાન
૧૨૯ ક્રિયાઓની ગુણવત્તાના આધારે તેનું ધર્મ-અધર્મમાં વિભાજન કરી બતાવે છે. તેથી રત્નત્રયીની જેમ ક્રિયાકલાપ-અનુષ્ઠાનરૂપ ભાવતીર્થ પણ અપેક્ષાએ શાશ્વત છે; તે કોઈનું સર્જન નથી, સદાકાળથી ચાલ્યું આવે છે. આ સંસારમાં ભૌતિક ક્રિયાઓ ક્યારેય નહોતી તેવું નથી, તેમ આધ્યાત્મિક ક્રિયાઓ પણ ક્યારેય નહોતી તેવું નથી. આધ્યાત્મિક ક્રિયાઓ આત્માના ગુણો તરફ લઈ જાય છે, સાંસારિક ક્રિયાઓ કામ-ક્રોધ આદિ વિકારો કે અહ-મમ તરફ લઈ જાય છે. ધર્મ-અધર્મની વ્યાખ્યા પારદર્શક છે. હા, નિશ્ચયનયથી સનાતન-શાશ્વત વહેતું ક્રિયાકલાપ-અનુષ્ઠાનરૂપ ભાવતીર્થ પણ, વ્યવહારનયની અપેક્ષાએ આદિ-અંતવાળું છે; કારણ કે જે જે ક્ષેત્રમાં ભાવતીર્થકર થાય તે સંઘસ્થાપનાના અવસરે રત્નત્રયીપોષક ક્રિયામાર્ગને પણ વિધિપૂર્વક પ્રદાન દ્વારા પ્રવર્તાવે છે, જે તેમના શાસનમાં જ્યાં સુધી આચરણરૂપે જીવંત રહે ત્યાં સુધી તીર્થ અવિચ્છિન્ન રહ્યું તેમ કહેવાય. જિનકથિત ક્રિયાઓમાં એવી વિશેષતા છે કે જેના જીવંત આચરણથી પરિપૂર્ણ ધર્મ કેવો હોય તેની સુગમતાથી ઓળખ થાય, અને તેને અનુસરવાથી કર્મોનો સર્વાગી ક્ષય થાય; પરંતુ લોકમાં તેવી ક્રિયાઓનું જીવંત આચરણ ન હોય તો આપમેળે સામાન્ય જીવોને પરિપૂર્ણ ધર્મ ઓળખાવવો કે સમજાવવો પણ દુષ્કર છે, તો આચરણ દ્વારા કરવાની વાત તો ક્યાં કરવી ? તેથી શાસ્ત્રાનુસારી ક્રિયાની જીવંતતામાં જ તીર્થનો અવિચ્છેદ દર્શાવ્યો છે. દુનિયાના ધર્મોનાં અનુષ્ઠાનોનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ :
દરેક ધર્મમાં અનુષ્ઠાન તો છે જ, પણ તે બધાં અનુષ્ઠાન શુદ્ધ ધર્માનુષ્ઠાન છે તેવું જૈનશાસ્ત્રો કહેતાં નથી. અન્યધર્મનાં અનુષ્ઠાનોનું universal criteria (વિશ્વવ્યાપી માપદંડ) અનુસારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરેલ છેઃ (૧) તે તે ધર્મમાં એવાં અનુષ્ઠાન પણ છે કે જે નામનાં અનુષ્ઠાન છે, પરંતુ વાસ્તવમાં અધર્માનુષ્ઠાન છે, (૨) અમુક અનુષ્ઠાનો એવાં છે કે જે વાસ્તવમાં ધર્માનુષ્ઠાન છે અને (૩) કોઈ અનુષ્ઠાનો એવા પણ છે કે જેમાં ધર્મ-અધર્મની ભેળસેળ છે, મિશ્રણ છે. ત્રણ category - (૧) ધર્મને નામે pure અધર્મઅનુષ્ઠાન, (૨) સૌને માન્ય બને તેવાં ધર્મઅનુષ્ઠાન અને (૨) આંશિક ધર્મ અને આંશિક અધર્મના શંભુમેળા જેવું અનુષ્ઠાન. આ વર્ગીકરણ, મનના ભાવને સંક્લિષ્ટ કરે તે અધર્મઅનુષ્ઠાન, અને મનના ભાવને નિર્મળ કરે તે ધર્મઅનુષ્ઠાન, તેના આધારે જ સમજવું. આમાં કોઈ પારકા કે પોતાના એવા ભેદભાવનો દૃષ્ટિકોણ નથી.
સભા : સંક્લિષ્ટ એટલે ? સાહેબજી : જેનાથી તમારું મન સંતાપ-દુઃખ અનુભવે છે, તેવા બેચેની-વ્યથા-વ્યાકુળતા
१. इतश्चाऽन्यदा गतोऽहमन्तरङ्गे क्लिष्टमानसाऽभिधाने नगरे, तच्च कीदृशम्? आवासः सर्वदुःखानां, नष्टधर्मनिषेवितम्। कारणं सर्वपापानां, दुर्गतिद्वारमञ्जसा।।१।।
(૩૫મિતિ પ્રસ્તાવ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org