________________
૧૨૦
ભાવતીર્થ-અનુષ્ઠાન સ્વાધ્યાય-ચિંતન-ભાવના-વિનય-વૈયાવચ્ચ-તપ-ધ્યાન આદિ યોગોમાં આખો દિવસ પસાર થઈ જાય. વળી સર્વ યોગો અખલિત છે. આ નાનો-સૂનો પુરુષાર્થ નથી, તોપણ લાખો વર્ષોમાં ક્યારેય અધીરતા નહીં કે આટલું કર્યું તોપણ હજુ મોક્ષ કેમ નથી થતો ? કેટલી લાંબી સાધના કરવાની ? તેમની ધીરજ પણ અખૂટ છે. અથાગ પરિશ્રમ છે. સાધનાની અવિરતતા છે. આથી જ ફળરૂપે ગુણ આત્મસાત્ થયા, જે ઊંચા દેવલોકમાં પણ તેમને જ્ઞાનાચાર-દર્શનાચાર ભૂલાવતા નથી. ભોગો ભોગવે તોપણ અનાસક્તિ છે, સંક્લેશ જરાય નથી. છએ મિત્રોનો મહાવિદેહમાં જન્મ, નિરતિચારચારિત્ર અને સમતાયોગની પ્રાપ્તિ ઃ
દેવલોકમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીમાં વજસેન તીર્થકરને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા છે. તેમાં ઋષભદેવ ભગવાનનો જીવ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત જનાભ ચક્રવર્તીરૂપે જન્મે છે. બીજા ચાર તેમના નાના ભાઈ બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠરૂપે જન્મ છે, જ્યારે શ્રેયાંસકુમારનો આત્મા અન્ય રાજાના પુત્ર સુયશા તરીકે જન્મે છે. નાનપણથી તેમને વજનાભ સાથે અતિશય પ્રીતિ-ભક્તિ છે. આગળ જતાં તેમના જ સારથિ બન્યા છે. ચાર ભાઈઓ મોટા ભાઈના પડછાયા તરીકે રહે છે. પિતા તીર્થંકર છે, તેથી ઉત્તમ કુલ, સંસ્કાર, સામગ્રીમાં કોઈ ખામી નથી રહી; કારણ કે તીર્થકરો ગૃહસ્થ જીવનમાં પોતાનાં કૌટુંબિક કર્તવ્યો અદા કરવામાં પણ જરાય કચાશ ન રાખે. તેથી પાંચેનો સુંદર ઉછેર થયો છે. જોતજોતામાં સર્વ કળાઓ પામી યુવાવસ્થાને પામ્યા છે. પિતા તીર્થકરનો દીક્ષા કલ્યાણકનો અવસર આવ્યો ત્યારે વજનાભ રાજા તરીકે નિમાયા છે. પુણ્યયોગે છ ખંડ જીતી ચક્રવર્તી થયા, તોપણ ભોગોમાં આસક્તિ નથી. સદા ધર્મબુદ્ધિ મનમાં વધતી રહે છે. છેલ્લે મહાવૈરાગ્ય સાથે તીર્થકર પિતા પાસે છએ જણાએ દીક્ષા લીધી. ચક્રવર્તીમાંથી રાજર્ષિ થયેલા વજનાભમુનિ સર્વ શાસ્ત્રોનો પાર પામી ચૌદપૂર્વધર શ્રુતકેવલી થયા. બીજા પણ મુનિઓ અગિયાર અંગના ધારક ઉત્તમ ગીતાર્થ થયા. આ ભવમાં ચૌદ લાખ પૂર્વ સુધી અવિરત ચારિત્ર પાળ્યું છે. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ, અર્થાત્ ૭૦,૫૦૦ અબજ વર્ષ. તેને ગુણ્યા ૧ લાખ કરો તો જેટલાં વર્ષ આવે તે ૧ લાખ પૂર્વ વર્ષ કહેવાય. આવા ૧૪ લાખ પૂર્વ વર્ષ અથાગ સાધના કરી ઉચ્ચ કક્ષાનું નિર્મળ સંયમ પાળ્યું, છતાં પણ તે જ ભવે આમાંથી કોઈનો મોક્ષ થયો નથી.
વજનાભ શ્રુતકેવલીને સંયમની સાધના કરતાં એ કક્ષાની ક્રિયાઓ છે કે જેનાથી આગલા
१. सनाभिरिव धर्मस्य, वृतो व्रतसनाभिभिः। मुनिभिर्वज्रनाभोऽपि, विजहार वसुन्धराम्।।८४१।। स्वामिना वज्रनाभेन, बाह्वाद्याः स च सारथिः । सनाथा जज्ञिरे पञ्चेन्द्रियाणीवाऽन्तरात्मना।।८४२।। तेषां योगप्रभावेण, सर्वाः खेलादिलब्धयः ।
औषध्य इव शैलानामाविरासन् शशित्विषा।।८४३।। ... आसीदाशीविर्द्धिश्च, निग्रहाऽनुग्रहक्षमा। तेषामन्या अप्यभूवन्, बहुलं बहुलब्धयः ।।८८०।। लब्धीनामुपयोगं ते, जगृहुर्न कदाचन। मुमुक्षवो निराकाङ्क्षा, वस्तुषूपस्थितेष्वपि ।।८८१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org