________________
૧૧૦
ભાવતીર્થ-અનુષ્ઠાન આ તો ઉત્કટ નિમિત્ત છે. ધર્માત્માનું મન પણ ઝાલ્યું ન રહે. આમ તો તે માને છે કે ભોગો ખરાબ છે, ઇચ્છવા જેવા નથી. કેવલીએ અંદરમાં સાચો ધર્મ પમાડ્યો છે, પરંતુ પ્રબળ સંયોગોમાં મન અડગ ન રહી શક્યું. તેથી સંકલ્પ કર્યો કે મેં જીવનમાં જે ધર્મઆરાધના કરી છે તેના પ્રભાવે મને આ મળજો. હકીકતમાં નિર્નામિકાએ ધર્મને વેચ્યો. તેના આત્મા પર જે પુણ્ય હતું તેનાથી કદાચ આના કરતાં ઊંચો ભવ પણ મળી શકે. પરલોકમાં ઐશ્વર્યશૂન્ય રહેવાની ન હતી, પરંતુ અણસણમાં નિર્લેપતા ન ટકી, અને ભોગની ઇચ્છા કરી. શાસ્ત્રમાં તેની પ્રશંસા નથી. ધર્મના ફળ તરીકે ધર્મ જ ઇચ્છાય, અધર્મ નહિ; આવા નિયાણામાં અધર્મની ઇચ્છા હોય છે. તેથી ઉત્તમ પુરુષોને પણ પાપ બંધાય. માત્ર સિલકમાં પુણ્ય હોય તો કામના ફળે, સંકલ્પ પૂરો થાય. અહીં નિર્નામિકા માટે મજબૂત જમા પાસું એ છે કે નિયાણું કરીને પાત્ર એવું પસંદ કર્યું છે કે જે સામાન્ય જીવ નથી, તીર્થંકરનો આત્મા છે. લલિતાંગ અને સ્વયંપ્રભાનો સ્નેહરાગ અને સાથે ધર્મની આરાધના : "
આ નિર્નામિકાને ભાગ્યયોગે પાત્ર સુંદર મળી ગયું. તે મરીને સ્વયંપ્રભાદેવી બની. બંનેને મનગમતું મળ્યું. સંસારનો નિયમ છે કે રૂપ, ચાતુર્ય, યુવાની, બળ, ઐશ્વર્ય, ભોગ બધું top મળે, પછી રાગીઓનાં મન પૂરજોશમાં રાગથી ઘેરાય. બંનેને પરસ્પર એવો સ્નેહ બંધાયો જે કેટલાય ભવો ચાલશે. સ્નેહરાગ ગોઠવાઈ ગયો. અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, પછી સાનુકૂળ સહવાસ વધે તેમ કામરાગ સ્નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે. અહીં બંને લાયક જીવો છે. તેથી અનુરાગ એકબીજાનું ભારે અકલ્યાણ કરે તેવો નથી. ગુણિયલ જીવ પર સ્નેહ બંધાય તો જોખમ ઓછું, જ્યારે ગમે તેવા પાત્ર પર રાગ બંધાય તો જન્માંતરમાં નખ્ખોદ નીકળી જાય. અત્યારે બંનેને પરસ્પર અશુભ રાગ છે, જે અશુભ કર્મબંધ કરાવશે. દેવલોકના કામ-ભોગોમાં મસ્ત થઈ ઘણો સમય વિતાવ્યો.
હવે લલિતાંગના આયુષ્યનો અંત નજીકમાં છે તેનાં દર્શક ચિહ્નો ચાલુ થયાં. દેવતાને પણ આયુષ્યના અંત પૂર્વે છ મહિના અગાઉ અંતસૂચક નિશાનીઓ શરીર ઉપર દેખાય. મૃત્યુ નજીક દેખાતાં ફરી લલિતાંગ શોક કરે છે; પરંતુ સાથે સાથે વિચારે છે કે મેં આવો ઉત્તમ દેવભવ પ્રમાદમાં વેડફી નાંખ્યો, આરાધવા જેવો ધર્મ આરાધ્યો નહીં, જે ધર્મના પ્રભાવે અહીં સુધી આવ્યો તે ધર્મની જ મેં ઉપેક્ષા કરી. ભૂલોનો પશ્ચાત્તાપ કરે છે, ત્યારે મિત્રદેવ આવીને કહે છે કે હજુ પણ આરાધના કર. દેવતાને તો છેલ્લા છ મહિના હોય ત્યારે જ આયુષ્ય બંધાય છે.
१. ततः स्वयम्प्रभाऽवोचदपराद्धं न किं मया ? विमनस्कतया देव ! यदेवमुपलक्ष्यसे।।६१४ ।। ललिताङ्गोऽप्युवाचैवं, नाऽपराद्धं प्रिये ! त्वया। अपराद्धं मया सुभ्र ! यदल्पं प्राक्कृतं तपः ।।६१५ ।। भोगेषु जागरूकोऽहं, धर्मे सुप्त इवाऽनिशम्। पूर्वजन्मन्यभूवं हि, विद्याधरनरेश्वरः ।।६१६।। मद्भाग्यप्रेरितेनेव, स्वयम्बुद्धे न मन्त्रिणा। धर्मं प्रबोधितो जैनमायुःशेषेऽहमाप्तवान्।।६१७ ।। इयत्कालं च तद्धर्मप्रभावाच्छ्रीप्रभे प्रभुः। सञ्जातोऽहमतश्च्योष्ये, नाऽलभ्यं लभ्यते વવત્ ૬૨૮ાા
(ત્રિષષ્ટિશતાવાપુરુષવરિત્ર પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org